Abtak Media Google News

પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ કપલ, કિંગ, ક્વિન સહિતના ૩૬ એવોર્ડ અપાશે

જેસીઆઈ રાજકોટ યુવા દ્વારા તા.૨૧ના રોજ રાજ રીયલ કાઠીયાવાડી હોટલ, નવો ૧૫૦ ફુટ રીંગ રોડ, ગીર ગામઠી હોટલની બાજુમાં ડી.જે.ડાંડીયા નાઈટનું આયોજન કરાયું છે. આ ડાડીયામાં પ્રિન્સ-પ્રિન્સેસ, વેલડ્રેસ, બેસ્ટ કપલ, કીંગ કવીન માટેના એવોર્ડ હશે અને જેમાં કમ્પલસરી ટ્રેડીશ્નલ ડ્રેસ સાથે ભાગ લેવાનો રહેશે અને જેમાં જજ બહારથી બોલાવવામાં આવશે અને ૩૬ થી વધારે એવોર્ડ જાહેર કરી વિજેતાઓને જાહેરમાં વાજતે ગાજતે સન્માનિત કરવામાં આવશે તેવું ‘અબતક’ની મુલાકાતે આવેલા સભ્યોએ કહ્યું હતું.

આ પ્રોગ્રામને સફળ બનાવવા જેસી મિતેશ પટેલ, જેસી ગીરીશ ચંદારાણા, જેસી પલક ચંદારાણા, જેસી વિશાલ પંચસરા, જેસી હરીશ ચંદારાણા, જેસી મનીષ પલાણ, જેસી ધર્મેન ‚પારેલ, જેસી રચના ‚પારેલ તથા જેસીરેટ ક્રિના માંડવીયા, જેસીરેટ શીલુ ચંદારાણા, જેસીરેટ ઉમા રાડીયા જહેમત ઉઠાવશે. સંસ્થામાં મેમ્બર થવા ફોન નં.૦૨૮૧-૨૨૩૭૧૪૯, જેસીઆઈ રાજકોટ યુવા, પુજા કોમ્પ્લેક્ષ, હરીહર ચોક, સદર બજાર, રાજકોટ ખાતે સમય સાંજે ૪ થી ૭ માં સંપર્ક કરવા જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.