Abtak Media Google News

પ્રમુખ સ્વામી ઓડિટોરિયમમાં દિવસ ચાલનાર ડ્રામા ફેસ્ટીવલમાં આજે મણીપુરી નાટક

ફિલ્મ તથા નાટય અભિનેતા મનોજ જોશીની સાથે સાત દિવસ સુધી ચાલતા આ મહોત્સવનું ઉદધાટન કર્યુ. ઉદધાટન સમારોહનું આયોજન પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ, રાજય રોડ, રાજકોટ ગુજરાતમાં સાંજે ૬ વાગે કરવામાં આવ્યું. રાષ્ટ્રીય નાટય વિઘાલયના પ્રભારી નિર્દેશક સુરેશ શર્માએ માનનીય મહેમાનોનું સ્વાગત કર્યુ હતુઁ.

રાષ્ટ્રીય નાટય વિઘાલયની ડ્રામા સોસાયટીના એકિટગ ચેરમેન ડો. અર્જુન દેવ ચારણની અઘ્યક્ષતામાં કાર્યક્રમમાં એક નાટક ખારૂ કા ખારા કિસ્સાનું મંચન કરવામાં આવ્યું. પ્રવીણ શેખરનું આ નાટક ૧ કલાક ર મિનીટનું હતું.

રાજકોટ ર૦માં ભારત રંગ મહોત્સવ (બીઆરએમ) ના સહઆયોજક શહેરોમાંથી એક છે બીઆરએમ ભારતનું આંતરરાષ્ઠ્રીય થિયેટર ફેસ્ટિવલ છે. જેનું આયોજન રાષ્ટ્રીય નાટય વિઘાલય (એનએસડી) દ્વારા કરવામાં આવ્યું છે. જે દુનિયાનું શ્રેષ્ઠ થિએટર પ્રશિક્ષણ સંસ્થાનોમાંથી એક છે.

રાજકોટ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૯:ર૦માં ભારત રંગ મહોત્સવના સહ આયોજક શહેરોમાંથી એક રાજકોટમાં પણ એશિયાના આ સૌથી મોટા થિયેટર ફેસ્ટિવલ શરુ થઇ ગયો છે. ફિલ્મ તથા નાટય અભિનેતા શ્રી મનોજ જોશીની સાથે સાત દિવસ સુધી ચાલતા આ મહોત્સવનું ઉદધાટન કર્યુ.

જાણીતા ફિલ્મ કલાકાર અને થિએટર કલાકાર મનોજ જોશીએ જણાવ્યું હતું કે રાજકોટને પહેલીવાર ર૦માં ભારત રંગ મહોત્સવના સહ-યજમાન તરીકે ગણવા બદલ હું નેશનલ સ્કુલ ઓફ ડ્રામાનો આભાર માનું છું આ ફેસ્ટિવલ સાત દિવસ સુધી ચાલશે અને લોકોને અદભુત રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય નાટકો જોવાની તક મળશે.

રાષ્ટ્રીય નાટય વિઘાલયના પ્રભારી સચિવ સુરેશ શર્માએ જણાવ્યું કે, ર૦મી સદીના અંતમાં શરુ થયેલ આ ફેસ્ટિવલ હવે યુવાન થઇ ગયો છે. અમારા માનનીય પ્રધાન તરફથી મળેલ પ્રેમ અને પ્રોત્સાહનથી અમને દેશના ૧૬ રાજયોમાં વિસ્તરણ કરવા પ્રેરણા મળી અસ્તિત્વ જેટલું મહત્વ છે. તેટલી ગુણવતા વધુ છે તે એક રિપેઝેન્ટેટીવ તહેવાર છે જે ભારતમાં થતા અન્ય તહેવારોથી જુદા જુદા સાબિત થશે આ ફકત મોટા શહેરોનો તહેવાર નથી પરંતુ આ તહેવારને શહેરોમાં લઇ જવાનું પણ મહત્વનું હતું. જયાં ક્ષમતા તો છે પરંતુ તેમનો વિકાસ સમાપ્ત થઇ ગયો છે. જેને આગળ વધવા માટે દબાણ કરવાની જરુર છે.

ઉદધાટન સમારંભ પછી એક હિન્દી નાટક ખારુ કા ખારા કિસ્સાનું આયોજન કરવામાં આવ્યું હતું. ૧ કલાક અને ર મીનીટ સુધી ચાલવાવાળુ આ નાટક સુમન કુમારે લખ્યું છે તેનું નિર્દેશન પ્રવીણ શેખરે કર્યુ છે. નાટકની કહાની યુવાન ખારુ પર આધારીત છે. જે એક દિવસ પોતાના પિતા સાથે કેટલીક નટીની (સો ગર્લ) ને વેચવા માટે ગ્વાલીયરથી આઇન જાય છે. માર્ગ ઘણો લાંબો છે અને ભેડીયાનો એક સમુહ તેની પાછળ આવતો દેખાય છે. ખારુ ના પિતા પોતાની ગાડીનું વજન ઓછું કરવા માટે એક પછી એક છોકરીને નીચે ફેંકે છે જેથી બૈલગાડી વધારે ઝડપથી ભાગી શકે  અંતે ખારુના પિતાએ પોતાના પુત્રના જીવનને બચાવવા માટે પોતાને કારમાંથી નીચે ફૈકલ દે છે તેણે કેટલાક ભેડીયાને મારી નાખ્યા પણ અંત તેણે પોતાનું જીવન ગુમાવ્યું ખારુ ખાલી ગાડી એકલો બચીને ભાગી જાય છે.

૨૦માં બીઆરેઅમ હેઠળ રાજકોટમાં ૭ નાટકનું આયોજન કરવામાં આવશે. જેમાં ૩ આંતરરાષ્ટ્રીય પ્રોડકશન્સ જે રશિયા, શ્રીલંકા અને રોમાનિયાના છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે.

જે વિદેશી નાટકોનું આયોજન થવાનું છે તેમાં સામેલ ડિયર એલીના સર્જીવના (રશિયન, વૈલીસા તેપલ્યકોવા) ધ ડિપાર્ટમેન્ટ (એંગ્રેજી-શ્રીલકન, બુઘ્ધિકા દમયંતા) અને થાઉલેન્ડ એન્ડ વન નાઇટસ (બર્બરીયન નાઇટસ) અંગ્રેજી ઇન્ગ્રીડ ર્બાન્તા

રાજકોટ ઉપરાંત એનએસડી ર૦માં ભારતીય રંગ મહોત્સવનું સમાનાંતર આયોજન ડીબુગઢમાં (૪ થી ૧૦ ફેબ્રુઆરી ૨૦૧૯ વચ્ચે) વારાણસી (૭ ફેબ્રુઆરી થી ૧૩ ફેબ્રુઆર ૨૦૧૯) રાંચીમાં (૯ થી ૧પ ફેબ્રુઆર) અને મૈસુરમાં૦ (૧૧ થી ૧૭ ફેબ્રુઆરી વચ્ચે) આયોજીત કરવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.