જેતપુર : ધોરાજી રોડ પર આવેલા કારખાનામાં લાગી ભીષણ આગ

ઇમ્પીરિયલ ફેબ્રીક નામના કારખાનાના બોઇલરમાં આગ લાગતાં લાખો રૂપિયાનો માલ બળીને ખાક

જેતપુર માં ધોરાજી રોડ પર આવેલા ઇમ્પીરિયલ ફેબ્રરિક નામના કારખાના માં આજ વહેલી સવારે આગ આગ લાગ્યાની ઘટના સામે આવતા ફાયર બ્રિગેડનો સ્ટાફ સહિતનો કાફલો ઘટના સ્તરે દોડી ગયો હતો અને સતત પાણીનો મારો ચલાવી આગ ઉપર કાબુ મેળવવાનો કોશિશ કરી હતી. જ્યારે કારખાનાના બોઇલરમાં આગ લાગવાના કારણે લાખો રૂપિયાનું નુકસાની થયું હોવાનું પ્રાથમિક કારણ લગાવવામાં આવ્યું છે.

આ અંગે આગની મળતી માહિતી મુજબ જેતપુર માં ધોરાજી રોડ પર આવેલા ઇમ્પીરિયલ ફેબ્રરિક નામના સાડી ના કારખાના માં આજ વહેલી સવારે અચાનક આગ લાગ્યાનું ઘટના જેતપુર નગરપાલિકામાં થતા તાત્કાલિક ત્રણ ફાયર ફાઇટર ઘટના સ્થળ પર પહોંચી આગ બુઝાવવા તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવી હતી.અને સતત પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લેવામાં આવી હતી.કારખાનાના માલિક બંશીભાઈ રાઠીએ જણાવ્યું હતું કે આગના કારણે લાખો રૂપિયા નુ નુકશાન થયાનું અંદાજ લગ્વ્યું છે હાલ ફાયર ફાઈટર હોય આગ ઉપર કાબૂ મેળવી આગ લાગ્યા નું કારણ જાણવા તજવીજ હાથધરી છે.