Abtak Media Google News

હાલ જેતપુરની ભાદર નદી ૫૦ વર્ષમાં ક્યારેય આટલી બધી પ્રદૂષિત થઈ નહતી તેટલી હાલ પ્રદૂષિત છે. આ પ્રદૂષિત પાણી જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.દ્વારા પાઈપ લાઈન તેમજ ભૂગર્ભ ગટર યોજનામાં ડાયરેક્ટ પ્રદૂષિત પાણીનું જોડાણ આપી સીધું ભાદર નદીમાં છોડવામાં આવે છે.

કાલે જેતપુરના ભાદરના સામાંકાઠા વિસ્તારમાં ભૂગર્ભ ગટરની પાઈપ લાઈનમાં પ્રદૂષિત પાણી છોડવામાં આવેલું તે છલકાઈ અને રસ્તા ઉપર આવી ગયું હતું હાલ ત્યાંના રહેવાસી ઓ અને ભાદર આજુ બાજુ વિસ્તારમાં રહેતા લોકો આ પ્રદૂષિત પાણીથી ત્રાહિમામ પોકારી ગયા છે પરંતુ જી.પી.સી.બી. અને સિ.પી.સી.બી.ના અધિકારીઓને જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ની મિલી ભગતથી હાલ ભાદર નદી બેફામ પ્રદૂષિત થઈ રહી છે.

એન. જી. ટી. તેમજ સુપ્રીમ કોર્ટના આદેશ થી જેતપુરના  તમામ કારખાનેદારો દ્વારા કારખાનાઓનું પ્રદૂષિત પાણી જેતપુરમાં ટેન્કરો દ્વારા ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. દ્વારા બનાવવામાં આવેલા સંપમાં ઠાલવવામાં આવે છે અને જેતપુર ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. દ્વારા તે પાણી ફિલ્ટર કરી અને તેને એગ્રિકલ્ચરમાં ઉપિયોગ કરવાનો હોય છે પરંતુ ડાઇંગ એન્ડ પ્રિન્ટિંગ એસો. દ્વારા કોઈ જાતનું પ્રોસેસ કર્યા વગર સીધું પાઈપ લાઈન અને ભૂગર્ભ ગટર દ્વારા સીધું ભાદર નદીમાં છોડવામાં આવે છે.

જેતપુરના કારખાને દારો ટેન્કરથી પાણી પોહચડતા હોય અને પાણી ટ્રીટમેન્ટ માટે મેઈન્ટેન્સ આપતા હોય છતાં હાલ ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના હોદેદારો બેફામ ભ્રષ્ટાચાર કરી સીધું પાણી ટ્રીટમેન્ટ કર્યા વગર સીધું ભાદર નદીમાં છોડે છે તો કારખાને દારો પાસેથી જે મૈઇન્ટનેન્સ ચાર્જ જે કરોડો રૂપિયા ચાર્જ લેવામાં આવે છે તે પૈસા ક્યાં જાય છે જેથી જેતપુરની પ્રજાનું આરોગ્ય જોખમાઈ રહ્યું છે. વર્તમાન કોરોના જેવી મહામારી ચાલી રહી હોય જેનો ડાઈંગ એન્ડ પ્રિન્ટિંગ એસો.ના હોદેદારો પ્રદૂષણ ફેલાવી ભરપૂર ફાયદો ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.