જેતપુર: અમરાપર નાના ભાઇને રાખડી બાંધી ફરજ પર જતા મહિલા કોન્સ્ટેબલનું મોત

જેતપુરના વાણા ગાલોલ ગામ પાસે એકિટવા અને બાઇક અથડાતા સર્જાયો અકસ્માત

જેતપુર તાલુકાના અમરાપર  ગામનાં વતની અને જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરિકે ફરક બજાવતા હર્ષિતાબેન અજાણા આજે  રક્ષાબંધન  હોય સવારે હોંશભેર  નાના લડલાભાઈ પરેશની રક્ષા માટે રાખડી બાંધતા હતાં ત્યારે તેને ક્યા ખબર હતી કે બેન ભાઈની આ છેલ્લી મુલાકાત હશે.

અમરાપરથી જેતપુર  પોતાનાં એક્ટિવા પર ફરજ પર જઈ રહેલ હર્ષિતાબેનને સામેથી પૂરપાટ આવતા બાઇક ચાલકે અડફેટે લેતાં દૂર ફંગોળાઇ પડ્યા હતાં.  લોહી નીંગળતી હાલતમાં તેમને જેતપુર સિવિલ હોસ્પીટલ માં તાત્કાલીક સારવાર માટે લાવવામાં આવેલું પણ ત્યાં તેઓએ દમ તોડી દેતાં તાલુકા પોલીસ બેડામાં અને નાનકડા એવા અમરાપર ગામમાં શોકનું મોજું ફરી વળ્યુ હતુ.  બાળપણથીજ ટેલેંટેડ હર્ષિતાબેન ક્ધડક્ટર અને તલાટીની પરીક્ષામાં પણ ખૂબ સારા રેન્ક સાથે પાસ થયેલા. ત્યારબાદ પોલીસ ભર્તી માં પણ સારા રેન્ક સાથે ઉતીર્ણ થતા જેતપુર  તાલુકામાં કોન્સ્ટેબલ તરીકે પોસ્ટિંગ મળ્યુ હતું.