Abtak Media Google News

ડાઈંગ એસો.ની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણયો: શનિ-રવી કારખાના બંધ રખાશે 

જેતપુર,જેતપુર ડાઈગ એસોસિએશન કોરોના દર્દી ઓની વહારે  આવ્યું છે. જામકંડોરણા તેમજ જેતપુર કોવીડ સેન્ટર ને પાચ પાચ લાખ આપવાની જાહેરાત તેમજ શનીવાર રવીવારના રોજ કારખાના બંધ રાખવાનો નીર્ણય કરવામાં આવ્યો હતો

જેતપુર ડાઈગ એસોસિએશન દ્વારા આજે મીટીંગ બોલાવામા આવેલ હતી જેમા કોરોના ના વધતા કેસને લઈ જેતપુર ના તમામ કારખાના શનીવાર તેમજ રવીવારના રોજ ફરજિયાત બંધ રાખવા તેમજ જામકંડોરણા તેમજ જેતપુરના કોવીડ સેન્ટર મા રૂપિયા પાચ પાચ લાખ આપવાની જાહેરાત કરવામા આવી હતી. તેમજ એન્ટીજન કીટ 10,000 વિના મુલ્ય આપવામાં આવશે.જેતપુર ડાઈગ એન્ડ પ્રીન્ટીગ એસોસિએશન ના ઉપપ્રમુખ જીતુભાઈ હીરપરા , સેક્રેટરી દીપુભાઈ જોગી  યાદીમાં જણાવ્યું છે. જેતપુર શહેરમા પણ સ્વેછીક શનીવાર તેમજ રવીવાર બંધ રાખવામા આવેછે અને સોમવારથી શુક્રવાર બપોરના બે વાગ્યા થી સવારના છ વાગ્યા સુધી દુકાનો બંધ રાખવામા આવે છે.

જેતપુર ડાઈંગ એન્ડ પ્રીન્ટીંગ એસોસીએશન તથા રોટરી કલબ ઓફ જેતપૂર દદ્વારા આવતીકાલે  રાહતદરે મોસંબી તથા  ત્રોફાનું વિતરણ

રોટરી કલબ જૂનાગઢ રોડ ખાતે  કોરોના દર્દીઓ માટે  આવતીકાલે  તેમજ ગુરૂવારે જેતપૂર ડાઈંગ એન્ડ પ્રીન્ટીંગ એસો. તથા રોટરી કલબ ઓફ જેતપૂર દ્વારા રાહત દરે મોસંબી તથા ત્રોફાનું વિતરણ થશે  સવારે 9 થી 1 વાગ્યા સુધી આ વિતરણ  ચાલુ રહેશે તેવું જેતપૂ ડાઈંગ  એન્ડ પ્રીન્ટીંગ એસો.ના ઉપપ્રમુખ  જીતુભાઈ હીરપરા, સેક્રેટરી દીપુભાઈ  જોગીએ જણાવ્યું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.