જેતપુર-જામકંડોરણા તાલુકો મારો પરિવાર: પરિવારના સભ્યોએ ખરા અર્થમાં સંબંધ નિભાવ્યો: જયેશ રાદડિયા

આજરોજ સ્થાનિક સ્વરાજની ચૂંટણીના જાહેર થયેલા પરિણામમાં ભાજપનો ભવ્ય જીત થઇ છે. ત્યારે જેતપુર અને જામકંડોરણા તાલુકામાં પણ મોટાભાગની બેઠકો ભારતીય જનતા પાર્ટીએ કબ્જે કરી છે. ભાજપની ભવ્ય જીત થતા મતદારોનો આભાર માનતા કેબીનેટ મંત્રી જયેશભઇ રાદડિયાએ કાર્યકરોને અભિનંદન આપતા જણાવ્યુ હતુ કે જિલ્લા પંચાયતની તમામ બેઠકો પર ભાજપનો ભગવો લહેરાયો છે તો તાલુકા પંચાયતની પણ બે ત્રણ બેઠક બાદ કરતા તમામ સીટ પર બીજેપીએ કબ્જો કર્યો છે. પરિણામ જોતા ગુજરાતની જનતાએ કોંગ્રેસનો સફાયો કર્યો છે. અને ખાસ કરીને તો જેતપુર-જામકંડોરણા તાલુકાની પ્રજાએ તો ખાસ કોંગ્રેસ જડબાતોડ જવાબ આપ્યો છે.

વધુમાં જણાવ્યુ હતુ કે જેતપુર-જામકંડોરણ તાલુકો મારો પરિવાર છે આજે પરિવારના દરેક સભ્યે ભાજપને મત આપી પક્ષને વિજપી બનાવ્યો છે. અને ખરા અર્થમાં પરિવારનો સંબંધ નિભાવ્યો છે મારો તાલુકો હમેંશા ભાજપ સાથે અડિખમ મકકમ છે અને હમેંશા રહેશે હું જિંદગી તાલુકાનુ ત્રણ ચુકવુ તો પણ ઓછુ પડે તેમ અંતમાં જણાવ્યુ હતુ.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જેતપુર તાલુકા પંચાયતની વીસ અને જીલા પંચાયતની ચાર બેઠકો માટે 62.50 ટકા અને નગરપાલિકાના એક વોર્ડની પેટા ચૂંટણીમાં 32 મતદાન થયું હતું.

મતદાન બાદ ભાજપે મહાનગર પાલિકા જેવા અને કોંગ્રેસે ગત ચૂંટણી જેવા પરિણામ આવવાની આશાવાદ વ્યક્ત કર્યો હતો. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપે મહાનગરપાલિકા  જીતના પરચમ લહેરાવ્યાં બાદ જિલ્લા અને તાલુકા પંચાયતોમાં પણ આવી રીતના જ પરિણામો મળવાના આશાવાદ વ્યક્ત કર્યો હતો.

જીલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણીનું પરિણામ નવાગઢ સેન્ટ્રફ્રાન્સિસ સ્કૂલ  ખાતે જિલ્લા પંચાયતની 4 બેઠક અને તાલુકા પંચાયતની 20 બેઠકો માટેની મતગણતરીનો સબંધિત ચૂંટણી અધિકારીઓના માર્ગદર્શન હેઠળ શાંતિપૂર્ણ વાતાવરણમાં પ્રારંભ થયો હતો.

આજે સવારે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ પરિણામ મથકો પર ઉમેદવારો અને કાર્યકર્તાઓનો મેળાવડો જામ્યો હતો. જાહેર થયેલા પરિણામોમાં જીલ્લા પંચાયતના ભાજપના ઉમેદવારો ભુપતભાઇ સોલંકી, પી.જી.ક્યાડા, ભવનાબેન બાંભરોલીયા, અસ્વીનાબેન ડોબરીયા  વિજેતા થયા હતાં.જ્યારે જેતપુર તાલુકા પંચાયત ની 20 બેઠકમાં ભાજપને 16 અને કોંગ્રેસ અને અપક્ષ 2-2 બેઠકો પર વિજય પ્રાપ્ત થયો.