જેતપુર: દારૂ પ્રકરણમાં ત્રણ પોલીસ કર્મીઓ સસ્પેન્ડ

દેશી દારૂના અડ્ડા પર એસ.એમ.સી ના દરોડા બાદ એસ.પી.એ આકરા પગલા લેતા પોલીસબેડામાં ખળભળાટ

જેતપુર નવગઢ વિસ્તાર માં સ્થિત કારખાના પાછળ આવેલ બાવળની ઝાડીમાં ચાલતા દેશી દારૂ ના અડ્ડા પર થોડા દિવસ પહેલા સ્ટેટ મોનિટરિંગ સેલે દરોડો પાડી રૂ.41 હજારનો મુદ્દામાલ કબજે કર્યો હતો હાલ તે મામલે ઘેરા પડઘા પડ્યા છે. તે મામલે એસપી દ્વારા ત્રણ પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરા હતા પોલીસ બેડામાં ખળભળાટ મચી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી મુજબ જેતપુરના નવાગઢમાં સ્મશાન નજીક દેશી દારૂની ભઠ્ઠી પર સ્ટેટ મોનીટરીંગ સેલે બાતમીના આધારે દરોડો પાડી દેશી દારૂનો જથ્થો, દારૂ બનાવવાના આથા સહિત કુલ રૂા.41,130નો મુદ્દામાલ કબજે કર્યો હતો. તેમજ નવાગઢના સંજય ઉર્ફે સવો મોહનભાઈ સોલંકી અને તેના ભાઈ ખીમજી સામે કાર્યવાહી કરી તેની શોધખોળ શરૂ કરી હતી. જેતપુરમા વિસ્તારમાં દારૂના દરોડા મામલે જવાબદાર ડી સ્ટાફના બે કોન્સ્ટેબલ નિલેશ મકવાણા, ધનુભા જાડેજા તેમજ જગદિશ ઘુઘલને રાજકોટ ગ્રામ્ય પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ દ્વારા સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.