Abtak Media Google News

અનેક રજૂઆતો કરવા છતાં પગલા નહીં ભરાતા લોકોમાં ઉગ્ર રોષ

જેતપુરમાં ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો. દ્વારા હાલ બેફામ કોમકલયુકત પ્રદુષીત પાણી ભાદર નદીમાં છોડાઇ રહ્યું છે. ગુજરાતમાં ભાદર નદીને પુદુષીત નં.૧ જાહેર કરેલ હોય જેથી એક જાગ્રુત નાગરિકે હાઇકોર્ટમાં રીટ કરી હતી. તેમજ હાઇકોર્ટએ આ કેસ એનજીટીને સોયેલ છે. એનજીટી સુચનાથી રાજકોટ કલેકટરે તેમના પ્રાત અધિકારી દ્વારા એક ટીમ બનાવી હતી. તેઓએ થોડા સમય ચેકીંગ કરી હાલ નિષ્કીય થઇ ગયેલ છે. પરંતુ આ ચેંકીંગ ટીમ પણ ભાદર નહીં પુદુષીત થતા અટકાવી રાખેલ નથી. હાલ ગુજરાતમા સારો વરસાદ થયેલો હોવાથી ભાદર નદીમાં વારવાર પુર આવ્યુ હતું. ત્યારે તમામ પ્રદુષિત પાણી ભાદર આઇઆઇસી (ધોરાજી) ડેમમાં તેમજ પોરબંદર (ધેડ) વિસ્તારમાં રહ્યુ હતુ. પરંતુ હાલ જેતપુરમા દરરોજનું આશરે એક ડોઢ કરોડ લિટર અતી પ્રદુષિત પાણી ભાદર નદીમા બે ફામ છોડાઇ રહ્યુ છે. જેથી ભાદર  નદી ફરી પ્રદુષીત થવાને આરે છે. અધિકારીઓને અસંપથ ફરીયાદો કરવા છતા કોઇ પણ પગલા લેવાયા નથી. જેથી ખેડૂતો અને ધોરાજી જેતપુરની પુજામા રોષ ફાટી નીકળ્યો છે. જેતપુરની જીપીસીબીની ઓફિસમાંથી આરટીઆઇ એકટ દ્વારા માહીતી માગવામાં આવી હતી. તેમાં આઇટીઆઇ એકટ દ્વારા જાણવા મેળલ કે જેતપુરની જીપીસીબી કચેરી દ્વારા ભાદર અને ઉલેણ નદીની વિઝીજ્ઞો કરેલી હોય તેમના તમામ રીપોર્ટમા સ્પષ્ટ દર્શાવવામા આવે છે કે ભાદર નદી ચેકજ ઉલેણ નદીમા કોમીકલયુકત પ્રદુષિત પાણી ધોગઇ રહ્યું છે. તેવા રીપોર્ટ હોવા છતા કોઇ પણ મતના પગલા લેવામા આવતા નથી જીપીસીબીના આદેશ અનુસાર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસો દ્વારા જે પ્રદુષિત પાણી ગટરોથી ભાદરમા તે બંધ કરી ટેન્કરથી સંયમા પાણી પહોંચાડવાનો આદેશ થયેલો હતો પરંતુ હાલ જેતપુરમા ખુલ્લી ગટરોથી ભાદર નદીમાં બે ફામ પ્રદુષિત પાણી છોડવામા આવી રહ્યું છે. જેથી લોકોમાં ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.