Abtak Media Google News

કેશોદ, જય વિરાણી

સરકાર દ્વારા સોનાના દાગીના પર હોલમાર્ક ફરજીયાત કરવાનાં નિયમ વિરુદ્ધ સોની વેપારીઓએ વિરોધ પ્રદર્શન કરી આંદોલન કરવામાં આવી રહ્યા છે. તા ૩૧મી ઓગષ્ટ સુધી મુદત વધારવાની માંગ ધ્યાનમાં લઈને નિયમભંગ બદલ કોઈ દંડ કે કાર્યવાહી હાથ નહીં ધરવાની છુટ આપી હતી. સોની વેપારીઓ દ્વારા સરકાર સમક્ષ જટીલ પ્રક્રિયા રદ્ કરવા મીટીંગ યોજાઈ હતી.તે મિટિંગ નિષ્ફળ જતાં આજરોજ દેશવ્યાપી હડતાળનું એલાન આપવામાં આવ્યું છે.

આ આંદોલન કેશોદ, રાજકોટ, જામનગર,જામજોધપુર સહિતના સ્થળોએ સોની વેપારીઓ દ્વારા કરવામાં આવ્યું હતું . આ આંદોલનમાં સવારથી જ શહેરમાં ધંધા રોજગાર બંધ રાખી વિરોધ કરવામાં આવી રહ્યો છે. હોલમાર્ક કાયદા અંતર્ગત જ તમામ દાગીનામાં યુનીક આઈડી નંબર ફરજીયાત છે તેનો પણ વિરોધ સોની વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યો છે. જામજોધપુરમાં વેપારીઓ અમને હોલમાર્કમાંથી મુક્તિ આપો તેવા આવેદનપત્ર સરકારને પાઠવી રહ્યા છે.

Screenshot 14

કેશોદ સોની વેપારી અગ્રણીઓ દુલાભાઈ સોની,કાનભાઈ સોની,યશ જગદીશભાઈ નાઢા, નીલેશભાઈ લોઢીયા સહિતના વેપારીઓ આંદોલનમાં જોડાયાં હતાં અને આવનારાં દિવસોમાં રાષ્ટ્રીય કક્ષાએથી જે કાર્યક્રમ જાહેર કરવામાં આવશે એ તમામ કાર્યક્રમો યોજવામાં આવશે. કેશોદ શહેરમાં સોની વેપારીઓ દ્વારા સજ્જડ બંધ પાળવામાં આવતાં તહેવારો દરમિયાન ગ્રાહકો હેરાનપરેશાન થયાં છે અને બજારો સુમસામ થઈ ગઈ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.