Abtak Media Google News

રાઇ, ધાણા, ડુંગળી, ઇસબગુલ, શેરડીના પાકમાં ગત વર્ષ કરતાં વધુ વાવેતર

અબતક, શબનમ ચૌહાણ

સુરેન્દ્રનગર

સુરેન્દ્રનગર જિલ્લામાં રવી પાકમાં જિલ્લામાં મુખ્યત્વે ઘઉં, જીરુ, વરિયાળીનું વાવેતર વધુ થતું હોય છે. ત્યારે આ વર્ષ જિલ્લામાં તે પાકમાં ઘટાડો નોંધાયો છે. જ્યારે રાઇ, ધાણા, ડુંગળી, શેરડી, ઇસબગુલના પાકમાં વધારો થયો છે. ગત વર્ષ જિલ્લામાં 2,24 લાખ હેક્ટર જ્યારે આ વર્ષ 2,41 લાખ હેક્ટરથી વધુ જમીનમાં શિયાળુ વાવેતર થયું છે.

ગત વર્ષ ચોમાસુ સિઝનમાં ખેડૂતોએ પાકનું વાવેતર કર્યું હતું.પરંતુ શરૂઆતમાં ચોમાસુ નબળું રહેતા પાકને નુકસાન થયું હતું. ત્યારબાદ ચોમાસુ સિઝન જામતા અતિવૃષ્ટિના કારણે રહ્યો સહ્યો પાકને પણ અસર થઇ હતી.આમ ચોમાસુ સિઝન બાદ ખેડૂતો શિયાળુ સિઝનમાં વળતરની આસ રાખીને ફરી વાવેતર કામ પર જોડાયા હતા. ત્યારે જિલ્લામાં આ વર્ષ 2,41,686 હેક્ટરમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું છે. જે ગત વર્ષની સરખામણી કરતા ગત વર્ષ 2,24,653 હેક્ટરમાં વાવેતર સામે આ વર્ષ 9322 હેક્ટરમાં વધારે વાવતેર થવા પામ્યું છે. જેમાં ઘઉં, ચણા, જીરુ, વરિયાળી જેવા પરંપરાગત પાકનું તો વાવેતર થયું છે. પરંતુ ગત વર્ષની સરખામણીએ ઓછું થયું છે. જ્યારે તેની સામે ઓછા પરંપરાગત એવા રાઇ, ડુંગળી, શેરડી, ઇસબગુલ જેવા પાકમાં વધારો થયો છે.

 

વાવેતર હેક્ટરમાં

નામ            2021      2022

ચોટીલા          8556    12252

ચૂડા            10320    10170

દસાડા          18814    17716

ધ્રાંગધ્રા         67135    66132   

લખતર         25745    25810   

લીંબડી         30115    33095   

મૂળી            21290    24055   

સાયલા         8621       9300      

થાનગઢ         3555      4206      

વઢવાણ         38213    38950   

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.