Abtak Media Google News

પ્રથમ ચરણમાં કુલ ૧૮૯ ઉમેદવારો મેદાનમાં: બપોરે ૩ વાગ્યા સુધી ચાલશે મતદાન: ગુમલામાં નકસલીઓએ પુલ ઉડાવી દીધો

ઝારખંડમાં વિધાનસભા ચુંટણીમાં પ્રથમ ચરણમાં ૧૩ બેઠકો પર આજે મતદાન થઈ રહ્યું છે. પ્રથમ ચરણમાં કુલ ૧૮૯ ઉમેદવારો મેદાનમાં છે. સવારે ૭ થી ૧૧ વાગ્યા દરમિયાન પ્રથમ ૪ કલાકમાં ૨૫.૨૩ ટકા મતદાન નોંધાયું છે. જોકે આ દરમિયાન નકસલીઓએ ગુમલા જિલ્લામાં વિષ્ણુપુર પર આવેલા બ્રિજને વિસ્ફોટથી ઉડાવ્યો હોવાના પણ અહેવાલો મળી રહ્યા છે. જોકે આ બનાવમાં કોઈ જાનહાની થયાની માહિતી મળી નથી. ડેપ્યુટી કમિશનર શશિ રંજને બનાવને લઈને મતદાન પર કોઈ અસર ન થઈ હોવાનું જણાવ્યું છે. ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પહેલા તબક્કાની ૧૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં આશરે ૩૭,૮૩,૦૫૫ મતદારો ૧૮૯ ઉમેદવારોનું ભાવિ નક્કી કરી રહ્યા છે. આ ચૂંટણી ભાજપ અને વિપક્ષ માટે ખૂબ મહત્વની છે. એક તરફ, ભાજપ સત્તા ટકાવી રાખવા માટે તમામ પ્રયાસો કરી રહી છે, જ્યારે વિપક્ષ રઘુબર સરકાર સામે ભારે પડકાર ઉભો કરી રહ્યાં છે. મુખ્યમંત્રી રઘુબર દાસે મતદારોને અપીલ કરી છે કે મોટા પ્રમાણમાં મતદાનમાં ભાગ લે તમારો દરેક મત રાજ્યના વિકાસ માટે ખૂબ મૂલ્યવાન છે. હું તમામ લોકોને અપીલ કરું છું કે, મતદાન કરવા માટે મોટી સંખ્યામાં મતદાન મથક પર ઉમટી પડે.

આ તબક્કામાં ૧૩ બેઠકો પર કુલ ૧૮૯ ઉમેદવાર મેદાનમાં છે, જેમાં ૧૭૪ પુરુષ અને ૧૫ મહિલા ઉમેદવાર છે. સવારે ૭ થી બપોરે ૩ વાગ્યા સુધી ૩,૯૦૬ મતદાન મકો પર મતદાન ઈ રહ્યું છે. પહેલા તબક્કામાં જે બેઠકો પર મતદાન યોજાઈ રહ્યું છે તે છે- ચત્રા, બિશુનપુર, લાતેહર, ગુમલા, લોહરદાગા, પંકી, મણિકા, વિશ્રમપુર, હુસેનાબાદ, દલટોનગંજ, છતરપુર, ભવનાથપુર અને ગરવા બેઠકોનો સમાવેશ થાય છે.  આ તબક્કામાં ભવનાથપુર બેઠક પરથી વધુમાં વધુ ૨૮ ઉમેદવારો ચૂંટણી લડી રહ્યા છે જ્યારે છત્ર બેઠક પરથી સૌથી ઓછા નવ ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે.  મુખ્ય ચૂંટણી અધિકારી વિનયકુમાર ચાબેએ જણાવ્યું હતું કે આ સિવાય ગુમલા (એસસી) બેઠકમાંથી ૧૨, બિશુનપુર (એસટી) બેઠક પરથી ૧૨, લોહરદગા (એસટી) બેઠક પરથી ૧૧, માણિકા (એસટી) બેઠક માટે ૧૦, લાતેહર (એસસી) બેઠક માટે. પંકી બેઠક માટે ૧૧, દાલ્ટનગંજ બેઠક માટે ૧૫, વિશ્રામપુર બેઠક માટે ૧૯, છત્રપુર (એસસી) બેઠક માટે ૧૨, હુસેનાબાદ બેઠક માટે ૧૯ અને ગૂફવા બેઠક માટે ૧૬ ઉમેદવાર મેદાનમાં છે.

7537D2F3 5

ઝારખંડ વિધાનસભાની ચૂંટણીમાં પાંચ તબક્કાના મતદાન થવાનું છે, જે ૩૦ નવેમ્બરથી ૨૦ ડિસેમ્બર સુધી ચાલશે. પરિણામ ૨૩ ડિસેમ્બરે જાહેર કરવામાં આવનારૂ છે. બીજા તબક્કામાં ૨૦ બેઠકો પર ૭ ડિસેમ્બરે, ત્રીજા તબક્કામાં ૧૭ બેઠકો પર ૧૨ ડિસેમ્બરે, ચોથા તબક્કામાં ૧૫ બેઠકો પર ૧૬ ડિસેમ્બરે જ્યારે પાંચમાં તબક્કામાં ૧૬ બેઠકો પર ૨૦ ડિસેમ્બરે  આખરી મતદાન થશે. ચૂંટણી પહેલા જાહેર યેલા પ્રી-પોલ સર્વેમાં રાજ્યમાં મિશ્ર સરકાર આવવાની સંભાવના વ્યકત થઈ રહી છે. જેથી દરેક પક્ષો સ્પષ્ટ બહુમતિ મેળવવા માટે પોતાની તમામ તાકાત અજમાવી રહ્યાં છે.પ્રથમ તબકકામાં જે મહત્વપૂર્ણ ઉમેદવારોમાં આજે ભાવિ ઈવીએમમાં સીલ થનારા છે તેમાં રઘુબર સરકારમા આરોગ્ય રાજયમંત્રી રામચંદ્ર ચંદ્રવંશી વિશ્રામપૂર બેઠક પરથી, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ રાજેશ્ર્વર ઓરોન લોહરણા બેઠક પરથી, તાજેતરમાં ભાજપમાં જોડાયેલા પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ સુખદેવ ભગત, ભાજપના પૂર્વ ચીફ વ્હીપકાર રાધાકૃષ્ણ કિશોર છત્રપૂર બેઠખ પરથી ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન પાર્ટીની ટીકીટ પર લડીને ભાગ્ય અજમાવી રહ્યા છે. આ પ્રથમ તબકકાની તમામ ૧૩ બેઠકો પર ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયને પોતાના ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે. ત્યારે કોંગ્રેસ ઝારખંડ મૂકિત મોરચા અને રાષ્ટ્રીય જનતાદળ ગઠ્ઠબંધન બનાવીને ચૂંટણી મેદાનમાં છે.

આજે જે ૧૩ બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તેમા કોંગ્રેસ છ બેઠકો પર, ઝારખંડ મુકિત મોરચો ચાર બેઠકો પર અને રાષ્ટ્રીય જનતાદળ ત્રણ બેઠકો પર લડી રહ્યું છે. ભાજપ અને ઓલ ઝારખંડ સ્ટુડન્ટ યુનિયન તમામ ૧૩ બેઠકો પર જયારે પૂર્વ મુખ્યમંત્રી બાબુલાલ મંરોડીની પાર્ટી ઝારખંડ વિકાસ મોરચો (પ્રજાતાંત્રિક) જનતાદળ (યુ) અને ડાબેરીઓએ પોતાની રીતે આ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.