ઝિકા વાઈરસ હૃદયને પણ નુકસાન પહોંચાડી શકે છે.

health
health

ભયાનક ઝિકા વાઈરસ જન્મતા બાળકોમાં અવિક્સિત મગજ જેવી વિનાશકારી અસરો પેદા કરે છે. જે પેરેલિસિસ જેવી સ્થિતિ સર્જી શકે છે. એ વાત હવે સર્વસ્વીકૃત બની છે. અમેરિકાની મેયોક્લિનિકના સંશોધકોએ કરેલા અભ્યાસમાં જાણવા મળ્યું છે કે ઝિકા વાઈરસ માણસના હૃદયને પણ ગંભીર નુકસાન પહોંચાડી શકે છે. મચ્છરથી ફેલાતા ઝિકા વાઈરસના ચેપનો ભોગ બનેલા દર્દીઓ પર આ અભ્યાસ કરાયો હતો. તેમાં જાણવા મળ્યું કે ઝિકા વાઈરસની અસરનો ભોગ હૃદય પણ બને છે.