જીન કી પ્રતિમા ઈતની સુંદર વો કિતના હોગા સુંદર… મહાવીરને મોતી-હીરાજડીત આંગી દર્શન, જુઓ તસ્વીરો

“મહાવીર રાજ”……

સૌરાષ્ટ્રના પાટનગર રાજકોટમાં મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નો ધર્મમય માહોલ નો હજારો શ્રાવક-શ્રાવિકાઓ લાભ લઇ રહ્યા છે શહેરના વિવિધ દેરાસરોમાં અવનવી આંગીઓથી ભગવાનને જાતજાતના શણગાર કરવામાં આવ્યા છે દરરોજ નિત નવી આંગીઓના દર્શનની પરંપરા વચ્ચે મોટી સંખ્યામાં ભાવિકો ધર્મ લાભ લઇ રહ્યા છે.

આજે 14 સપનાની લાખો મણ ની બોલી બોલવામાં આવી હતી ત્રીસલાનંદ વીરના જય નાદ થી સમગ્ર વાતાવરણ ભક્તિમય બન્યું છે આજેઘોડિયા પાલના નું ચઢાવો બોલનાર પોતાના ઘેર વાજતે ગાજતે પ્રભુનું પારણું લઈ જવાની એક આગવી પરંપરા રહી છે.

રાત્રે ભાવના ભક્તિ સંગીત અને સાંજે પ્રતિક્રમણમાં પ્રભુ મહાવીર સ્વામીનું હાલરડું બોલાય છે સમગ્ર સૌરાષ્ટ્ર ભરના જૈનો માટે આનંદના અવસરે રાજકોટમાં વિશેષ મહાવીર માહોલ ઊભો કર્યો છે આજે કલ્પ સૂત્રના વાંચન દરમિયાન મહાવીર પ્રભુના જન્મ વાંચન અંતર્ગત ત્રીસલા માતા ના આવેલા 14 સપના નું વર્ણન 14સપના તથા વીર પ્રભુ ના પારણા અને અક્ષત ફૂલ માળા વધાવતા  ભાવિકોએ મન મૂકીને ભક્તિ માણી હતી

આવતીકાલે કલ્પ સૂત્રના પાંચમા અને છઠ્ઠા વ્યાખ્યાનમાં વીર પ્રભુ ના જીવન ના પ્રસંગો નું શ્રાવક-શ્રાવિકાઓ સમક્ષ ચિત્ર દ્રશ્ય થશે વહેલી સવારથી જ વિવિધ દેરાસરોમાં ભગવાનની વિવિધ આંગીઓ ના દર્શન નો લાભ તમામ વર્ગના ભક્તો લઇ રહ્યા છે શહેરમાં ધર્મમય માહોલ ઉભો થયો છે.

જૈનોનો મહાપર્વ પર્વાધિરાજ મહાપર્યુષણ પર્વ ચાલી રહ્યો છે. જેને લઈને દરરોજ વિવિધ દેરાસરો અને ઉપાશ્રયોમાં સવારના સમયે જૈન મુનિઓ દ્વારા વ્યાખ્યાન તેમજ જિન પૂજા અને જિનવાણીના શ્રાવણ તેમજ વ્યાખ્યાન થઇ રહ્યા છે.

દેરાસરોમાં સાંજે પ્રતિક્રમણ અને ત્યાર બાદ આદેશ્વર દાદા, વાસુપૂજ્ય સ્વામી અને મહાવીર સ્વામીને વિવિધ અને વિશિષ્ટ આંગીઓ કરવામાં આવી રહી છે. આ સાથે સાંજના સમયે ભક્તિ ભાવનાના પણ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે.

પર્યુષણને જૈન સમાજમાં સૌથી મોટો પર્વ માનવામાં આવે છે, તેથી જ તેને પર્વાધિરાજ પણ કહેવાય છે. ભાદરવા મહિનામાં ઉજવાતા આવા પર્વ દરમિયાન ધર્માંવલંબી જૈન ધર્મના પાંચ સિદ્ધાંતો – અહિંસા, સત્ય, અસ્તેય , બ્રહ્મચર્ય અને અપરિગ્રહ વ્રતોનું પાલન કરવામાં આવે છે.