દરેક રોગોને જળમુળથી નાશ કરતું કાંટાળા થોરનું ફળ ‘જીંડવા’

  • વિટામીન b6 વિટામીન એ કે સી કેલ્શિયમ પોટેશિયમ અને મેગ્નેશિયમ વગેરેથી છે ભરપૂર
  • હિમોગ્લોબીનની અછત, ડાયાબિટીસ, કેન્સરથી લઈ નાના-મોટા રોગોમાં છે સહારો હાથલા થોરનો રસ

હાથલા થોરનું લાલ ફળ જેને ફીંડલા કહેવવામાં આવે છે.હાથલા થોર કાંટાદાર છે. આ છોડને વધુ પાણીની જરૂર હોતી નથી. તે દેખાવમાં ખૂબ જ સુંદર અને કાંટાદાર છે. આ છોડનો ઉપયોગ મોટાભાગે ઘરની સજાવટ માટે થાય છે. પરંતુ તમે ભાગ્યે જ જાણતા હશો કે તેનો ઉપયોગ દવા તરીકે પણ થાય છે. તે અનેક રોગોને મટાડવાનું કામ કરે છે.તેમાં કેટલાક વિશેષ પોષક તત્વો હોય છે હાથલા થોરનું લાલ ફળ ફીંડલામાં વિટામિન બી 6, વિટામિન એ, કે, સી, કેલ્શિયમ, પોટેશિયમ અને મેગ્નેશિયમ અને મેંગેનીઝ હોય છે.તેમાં ફાયટોકેમિકલ્સ અને કેટલાક પોલિસેકરાઇડ્સ જેવા સંયોજનો છે. તો ચાલો જાણીએ કે તમે તમારા આહારમાં હાથલાને કેવી રીતે સમાવી શકો છો.વજન ઘટાડવામાંથાય છે મદદરૂપ હાથલા થોરનું લાલ ફળ ફીંડલા ફાઇબરથી ભરપૂર છે.

આ તમને વજન ઘટાડવામાં મદદ કરી શકે છે. એક સંશોધન મુજબ તેમાં કેન્સર વિરોધી ગુણધર્મો છે. તેઓ કેન્સરના કોષોને વધવા દેતા નથી.આ સિવાય તેમાં વિટામિન સી હોય છે. તે પ્રતિરક્ષા વધારવામાં તમને મદદ કરે છે. તે ચેપ અને રોગોથી બચાવવામાં મદદ કરે છે. તે ડાયાબિટીઝની સમસ્યાને રોકવા માટે પણ ફાયદાકારક હોઈ છે. તેમાં હાજર ફાઇબર બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેનો ઉપયોગ ડાયાબિટીઝની સમસ્યાને રોકવા માટે કરી શકયા તે કેલ્શિયમથી ભરપુર છે. તે હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.હાથલા ના ડોડા જે થોર માંથી મળે છે.હાથલા ડોડા નો ઘાટો લાલ કલર જોતા જ ગમી જાય તેવા હોય છે. ઘણીવાર વધારે પાકેલા હાથલા જાંબલી જેવા રંગ ઉપર પણ દેખાય છે. રેતાળ તેમજ ડુંગરાળ વિસ્તારો આસાનીથી મળી જાય છે.

ગુજરાતમાં લગભગ બધે જ જોવા મળે છે. આ સુંદર હાથલા ના ડોડા ને થોર માંથી કાઢતી વખતે બહુ સાવચેતી રાખવી જરૂરી છે કારણ કે થોર માં તેમજ હાથલા ના ડોડા ઉપર પણ વિપુલ પ્રમાણમાં કાંટા જોવા મળે છેહાથમાં કાંટા લાગતાં તીવ્ર ખંજવાળ આવે છે. તેમજ બળતરા થાય છે. તેથી હાથલા ના ડોડા થોર માંથી લેતી વખતે ખૂબ જ સાવચેતી રાખવી જરૂરી છે. થોર માંથી હાથલા ના ડોડા લેતી વખતે જાડા કાપડ અથવા તો જાડા હથમોજા નો ઉપયોગ કરવો. જેથી હાથમાં કાંટા લાગવાની સંભાવના નહિવત્ થઇ જાય હાથલા ના ડોડા ઉપયોગ માં લેતી વખતે ખૂબ સાવચેતીથી ઉપરની કાંટાવાળી છાલને કાઢી ને ડાયરેક્ટ ખાઈ શકાય છે. તેમજ તેનું જ્યૂસ બનાવી ને પણ પી શકાય હાડકાના દર્દ, સાંધાનો દુખાવો વગેરે દૂર કરે છે. અને હાડકા મજબુત બનાવે છે, ડાયાબીટીસ માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. સ્કીન ના રોગ દૂર કરે છે શરીરની નબળાઈ દુર કરે છે અને શરીરને મજબૂત બનાવે છે.હાથલા ના ડોડા નો વધારે ઉપયોગ લોહીના સુધીકરણ માટે કરવામાં આવે છે. આપણે જાણીએ છીએ કે, લોહી શુદ્ધ હશે તો શરીરમાં ની ઘણી બીમારીઓ આપમેળે જ દૂર થઈ જશે તેથી હાથલા ના ડોડા એ ખૂબ જ ઉપયોગી ઔષધિ છે.

બજારમાં હાથલાનાં જીંડવા અઢીસો રૂપિયા કિલો મળે છે: વી.ડી.બાલા

અબતક સાથેની વાતચીતમાં વિ. ડી. બાલાએ જણાવ્યું હતું કે હાથલા ના ડોડા થોર માંથી મળે છે આ હાથલા રેતાળ તેમજ ડુંગરાળ વિસ્તારો આસાનીથી મળી જાય છે હાથલા ના ડોડા લેતી વખતે ખૂબ સાવચેતી રાખવી પડે છે કારણ કે તેમાં મોટા પ્રમાણમાં ઘટાડો ભાગ હોય છે આટલામાં હિમોગ્લોબીન ભરપૂર રહેલું છે અત્યારે તો હવે બજારમાં ઠેર ઠેર વેચાણ થાય છે હાથલાના રસ બનાવવા માટે તેમાં સાકર ભેળવી ધીમા તાપે ઉકાળો તૈયાર કરવામાં આવે છે અને ઠંડુ કરી તેમને બોટલમાં ભરવામાં આવે છે જ્યારે પણ પીવું હોય ત્યારે એક ગ્લાસ પાણીમાં ચાર પાંચ ચમચી હાથલા નો રસ ભેળવીને પીવામાં આવે છે અત્યારે બજારમાં હાથલા 250 રૂપિયા કિલો વેચાણ થાય છે પરંતુ હાથલામાં ખૂબ જ કાંટા વાળા હોવાથી લોકો આ ઝંઝટમાં પડતા નથી તેમના બદલે તૈયાર મળતા જ્યુસ લેવાના વધુ આગ્રહ રાખે છે હવે તો લગ્ન માં પણ સ્વાગત પીણું તરીકે ઉપયોગમાં લેવાનો ચલણ વધ્યું છે.