જિયો પ્લસ – નવા પોસ્ટપેઇડ ફેમિલી પ્લાન્સનું એક મહિનાની ટ્રાયલ સાથે લોન્ચીંગ

તમારી પસંદગીનો મોબાઇલ નંબર નેટફ્લિક્સ, એમેઝોન, જિયોટીવી અને જિયોસિનેમા જેવી પ્રીમિયમ એપ્લિકેશન્સ વિદેશ પ્રવાસ દરમિયાન પહેલીવાર ઇન-ફ્લાઇટ કનેક્ટિવિટીની સુવિધા આંતરરાષ્ટ્રીય રોમિંગ પર વાઇફાઇ કોલિંગ સાથે ₹1 પ્રતિ મિનિટના દરે ઇન્ડિયા કોલિંગ 129 દેશો માટે એક જ ઇન્ટરનેશનલ રોમિંગ પ્લાન

મોબાઈલ પોસ્ટપેઇડ સેગમેન્ટમાં પરિવર્તન લાવવાના માટે જિયોએ પોસ્ટપેઇડ ફેમિલી પ્લાન્સનો નવો પ્રકાર રજૂ કર્યો છે – જિયો પ્લસ, જે ચાર લોકોના આખા પરિવારને એક મહિના માટે બિલકુલ મફતમાં સેવાઓ અજમાવવાની સુગમતા કરી આપે છે. જિયો વેલકમ ઑફર દ્વારા અનલિમિટેડ ટ્રુ 5જી ડેટા, સમગ્ર પરિવાર માટે સિંગલ બિલ, ડેટા શેરિંગ, પ્રીમિયમ ક્ધટેન્ટ એપ્સ અને એ સિવાય ઘણા બધા પરિવર્તનકારી લાભો પૂરા પાડવા માટે જિયો પ્રતિબદ્ધ છે. જો પોસ્ટપેઇડ વપરાશકર્તા આ પ્લાનથી સંતુષ્ટ ન હોય તો તેઓ કનેક્શન રદ કરી શકે છે અને તે માટે કોઈ પ્રશ્નો પૂછવામાં આવશે નહીં.

આ પ્લાનના લોન્ચ અંગે ટિપ્પણી કરતા, રિલાયન્સ જિયો ઇન્ફોકોમ લિમિટેડના ચેરમેન   આકાશ એમ અંબાણીએ જણાવ્યું કે, જિયો પ્લસ લોન્ચ કરવા પાછળનો વિચાર સમજદાર પોસ્ટપેઇડ વપરાશકર્તાઓને આકર્ષક નવા લાભો અને અનુભવો આપવાનો છે. જિયોએ ટ્રુ 5જીનું 331 શહેરોમાં વિસ્તરણ કરીને તેના નેટવર્કના અનુભવને વધુ મજબૂત બનાવ્યો છે. જેમાં લાખો સંતુષ્ટ પોસ્ટપેઇડ વપરાશકર્તાઓનો સમાવેશ થાય છે એવા 430 મિલિયનથી વધુ ગ્રાહકોની સેવા કર્યા પછી લાખો નવા પોસ્ટપેઇડ ગ્રાહકોને આવકારવા માટે આનાથી વધુ યોગ્ય સમય હોઈ શકે નહીં.

ઘણા પોસ્ટપેઇડ વપરાશકર્તાઓ સેવાઓના અનુભવ અને નવા સર્વિસ પ્રોવાઇડર પાસે જવાની સરળતા વિશે ખાતરી કરવા માંગે છે. જિયો પ્લસ પ્લાન્સની મફત અજમાયશ આ મુદ્દાઓને ખાસ ધ્યાનમાં રાખે છે.

જિયો પ્લસ ટ્રૂ 5જી દ્વારા સંચાલિત ઉચ્ચ-ગુણવત્તાવાળી, ખરેખર અમર્યાદિત કનેક્ટિવિટી, રસપ્રદ પ્રીમિયમ એન્ટરટેઇનમેન્ટ, શેર-બેનિફિટ્સ સાથે ફેમિલી-પ્લાન સસ્તું ઇન્ટરનેશનલ રોમિંગ, અદ્યતન સુવિધાઓ અને સૌથી અગત્યનું આ ઉદ્યોગમાં પ્રથમ કહી શકાય તેવો ગ્રાહક અનુભવ પૂરો પાડે છે.

અમે ગોલ્ડ સ્ટાન્ડર્ડના સર્વિસનો અનુભવ તૈયાર કરવાનો પ્રયાસ કર્યો છે અને અમને આશા છે કે ભારતમાં દરેક પોસ્ટપેઇડ યુઝર તેનો પૂરેપૂરો લાભ ઉઠાવશે.  નવા પોસ્ટપેઇડ ફેમિલી પ્લાન્સ કેવી રીતે મેળવી શકાશે 70000 70000 પર મિસ્ડ કોલ આપો અને વોટ્સએપ પર તમારી જિયો પ્લસની સફર શરૂ કરો સિક્યોરિટી ડિપોઝિટ ન ભરવી પડે તે માટે યોગ્ય વિકલ્પ પસંદ કરો તમારા પોસ્ટપેઇડ સીમની ફ્રી હોમ ડિલિવરી બુક કરો હોમ ડિલિવરી દરમિયાન તમારા પરિવારના સભ્યો માટે વધુ ત્રણ ફેમિલી સિમ મેળવવાનું ભૂલશો નહીં એક્ટિવેશન દરમિયાન લાગુ પ્રોસેસિંગ ફી રૂ.99 પ્રતિ સીમ ચૂકવો એકવાર માસ્ટર ફેમિલી સીમ એક્ટિવેટ થઈ જાય પછી સંપૂર્ણપણે મફતમાં તેના ફાયદા શેર કરવાનું શરૂ કરવા માટે માયજિયો એપનો ઉપયોગ કરીને કુટુંબના ત્રણ સભ્યોને તમારા એકાઉન્ટ સાથે લિંક કરો. જિયોના વર્તમાન પ્રિપેઇડ યુઝર્સ માટે  જિયો પ્રિપેઇડ યુઝર્સ સીમ બદલ્યા વિના પોસ્ટપેઇડ ફ્રી ટ્રાયલ પર અપગ્રેડ થઈ શકે છે

ફક્ત સરળ 3-સ્ટેપ્સની પ્રક્રિયાને અનુસરો: માયજિયો એપ ખોલો અને ‘પ્રિપેડ ટુ પોસ્ટપેઇડ’ વિકલ્પ પસંદ કરો ઓટીપી વેરિફિકેશન પૂર્ણ કરો અને ફ્રી-ટ્રાયલ પ્લાન પસંદ કરો પૂછવામાં આવે તો સિક્યોરિટી ડિપોઝિટ માટે ચૂકવણી કરો પ્રિપેઇડ ગ્રાહક વધારાનું નવું પોસ્ટપેઇડ સીમ પણ ખરીદી શકે છે વધુ માહિતી: જિયો પ્લસ 22 માર્ચ 2023થી તમામ જિયો સ્ટોર્સમાં અને હોમ ડિલિવરી વિકલ્પ દ્વારા ઉપલબ્ધ થશે જિયો પોસ્ટપેઇડ ફેમિલી પ્લાન્સ અંગે વધુ વિગતો મેળવવા કૃપા કરીને www.jio.com/jioplusની મુલાકાત લો.