Abtak Media Google News

jioએ તેનું પ્રથમ લેપટોપ અફોર્ડેબલ ભાવની સાથે 4જી લેપટોપ લોન્ચ કર્યું

જીઓએ પોતાનો સસ્તો લેપટોપ ઓફિશિયલી લોન્ચ કરી દીધો છે. હવે ’જીઓ બુક’ તમામ લોકો માટે માર્કેટમાં ઉપલબ્ધ થશે. આ ડિવાઇઝ એ લોકો માટે એક સારો વિકલ્પ છે જેમને વ્યાજબી ભાવે સારો લેપટોપ ખરીદવો છે. જીઓ બુકને તમે હવે રિલાયન્સ ડિજિટલ સ્ટોરથી ઑનલાઇન ખરીદી શકશો.

જીઓનો આ લેપટોપ દમદાર બેટરી ધરાવે છે. જેમાં ડિવાઇઝ 8 કલાકથી વધુ ચાલી શકે છે. આ સિવાય તેમાં સીમ કાર્ડ સપોર્ટ જેવાં અદભૂત ફિચર્સ છે. કોમ્પેક્ટ સાઇઝમાં આવતો આ લેપટોપ 11.5 ઇન્ચની ડિસ્પ્લે ધરાવે છે. થોડાં દિવસ પહેલાં જ આ ડિવાઇઝને જીઇએમ પોર્ટલ પર સ્પોટ કરવામાં આવ્યો હતો. તેનું વજન માત્ર 1.2 ગ્રામ છે. જો કે આ લેપટોપની કિંમત ખુબ ઓછી છે.

જીઓ બુક હાલમાં એક કોન્ફિગ્રેશન એટલે કે રૂપરેખાંકનમાં જ લોન્ચ કરવામાં આવ્યું છે. આ લેપટોપને તમે માત્ર 15,799 રૂપિયામાં રિલાયન્સ ડિજિટલથી ઑનલાઇન ખરીદી શકશો. તેનાં પર બેંક ડિસ્કાઉન્ટ અને બીજી ઑફર્સ પણ મળે છે. આ સિવાય તમે આ ડિવાઇઝને નો-કોસ્ટ ઇએમઆઈ પર પણ ખરીદી શકો છો. આ ડિવાઇઝ માત્ર બ્લૂ કલરમાં જ ઉપલબ્ધ છે.

પ્રિ-ઇન્સ્ટોલ્ડ એપનો મળશે ફાયદો!!

આ ડિવાઇઝમાં ઘણી બધી ઇનબિલ્ટ એપ મળે છે. જેમાં માઇક્રોસોફ્ટ ઑફિસની એપલિકેશનની સાથે જીઓ એપસ્ પણ ઉપલબ્ધ થશે. લેપટોપ પર જીઓ સાવન અને જીઓ સ્ટોરનો પણ એક્સેસ મળશે. યૂઝરે સીમકાર્ડ ફેસિલિટીને એક્ટિવેટ કરવા જીઓ સ્ટોપ પર જવું પડશે.

શું હશે લેપટોપનાં ફિચર્સ ?

આ એક એલટીઇ સપોર્ટેડ ડિવાઇઝ છે. એટલે તમે આ ડિવાઇઝમાં સીમ કાર્ડ પણ વાપરી શકશો. 11.5 ઇન્ચ સ્ક્રીન સાથે 1366 સ 768 પિક્સલ રિઝોલ્યૂશનવાળી ડિસ્પ્લે મળે છે. આ લેપટોપ ઑક્ટાકોર સીપીયુ સાથે મળે છે જે જીઓ ઓએસ પર કામ કરે છે. આ ઑપરેટિંગ સિસ્ટમને ખાસ જીઓ બુક માટે ઓપ્ટેમાઇઝ કરવામાં આવ્યું છે.

જીઓ બુકમાં કેવી હશે સ્ટોરેજ કેપેસિટી ?

ડિવાઇઝમાં વેબકેમથી લઇ ઉત્તમ સ્પીકર ઉપલબ્ધ

જીઓબુક સ્ટીરિયો સ્પીકર અને 2 મેગા પિકસલનાં વેબ કેમેરાં સાથે આવે છે. તેમાં 2 જિબી રેમ, ઑકટા કોર – 2.0 ગીગાહર્ટઝ, 64 બીટ, જીપીયુ- 950 મેગાહર્ટઝ પ્રોસેસર આપવામાં આવ્યું છે. 32 જિબીનાં સ્ટોરેજ વાળા આ લેપટોપમાં માઇક્રો એસડી કાર્ડની મદદથી 128 જિબી સુધી સ્ટોરેજ વધારી શકાય છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.