જીરાવાલા પાર્શ્વનાથ જીનાલય દ્વારા ગૌ માતાઓને લમ્પીમાંથી મુક્તિ અપાવવા જાપ જપાશે

સેવાકાર્ય તથા જીવદયાકાર્ય સાથે પ્રભુભક્તિનું કાર્ય જેની નેમ છે એવુ જીરાવાલા પાર્શ્વનાથજીનાલય હાલમાં રાજકોટ શ્ર્વે.મૂ.પૂ. તપગચ્છ સંઘ દ્વારા રથયાત્રાનું આયોજન કરવામાં આવેલ, જેમાં જોડાયેલ હતું. પૂજય સત્વબોધી મ.સા.ની પાવન નિશ્રામાં જીરાવાલા જૈન સંઘને રાજકોટ તપગચ્છ જૈન સંઘના પ્રમુખ જીતુભાઈ દેસાઈ, ઉપપ્રમુખ પંકજભાઈ કોઠારી દ્વારા ચાંદીની આરતી મંગળદીવો તેમજ થાળી અર્પણ કરાતા અનુમોદના પાઠવવામાં આવેલ.

ગૌમાતાઓને લમ્પી વાયરસમાંથી મુકિત મળે તે માટે જીરાવાલા જીનાલય દ્વારા તાજેતરમાં જાપનું આયોજન પણ કરવામાં આવનાર છે. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે દિલીપભાઈ દેસાઈ (7990570811)નાં માર્ગદર્શન હેઠળ વિરેન્દ્રભાઈ મહેતા, હિંમાશુભાઈ કોઠારી, જયેશભાઈ, નરેન્દ્રભાઈ, ગીરીશભાઈ શાહ, જનકભાઈ, જયેન્દ્રભાઈ, પ્રકાશભાઈ શાહ, પ્રકાશભાઈ કોઠારી લલિતભાઈ વોરા, સમીરભાઈ કાપડીયા, સમીરભાઈ શાહ, સ્નેહલભાઈ, અનીલભાઈ મહેતા, ડો. તેજસભાઈ શાહ યુવક મંડળના દરેક સભ્યો, મહીલા મંડળનાં દરેક સભ્યો અને સેવાભાવીઓ જહેમત ઉઠાવી રહ્યા છે.