જામનગરની જીવાદોરી સમાન સસોઇ ડેમ ઓવરફલો…. આહ્લાદક નજરો માણતા શહેરીજનોનો જુઓ વિડીયો

જામનગર સહિત સૌરાષ્ટ્રભરમાં આ વર્ષે સારા પ્રમાણમાં વરસાદ થયો છે. સારા વરસાદને પરિણામે અનેક જળાશયો તથા ડેમો ઓવરફલો થયા હતા. ડેમ ઓવરફલો થતા જ શહેરીજનો વાતાવરણ અને ડેમનો નજરો માણવા ઉમટી પડતા હોય છે. ત્યારે જામનગરમાં પણ મેઘરાજાની મહેર થતા જીવાદોરી સમાન સસોઇ ડેમ પણ ઓવરફલો થયો હતો

જામનગર શહેર તથા જિલ્લામાં થયેલ મેઘમહેરથી જામનગરને પાણી પુરૂ પાડતા અને જામનગરની જીવાદોરી સમાન સસોઇ ડેમ પણ ઓવરફલો થયો હતો. ડેમ ઓવરફલો થતા હિલ સ્ટેશન જેવું વાતાવરણ સર્જાયું હતું, કુદરત જાણે સોળે કળાએ ખીલી ઉઠી હોય તેવો આહ્લાદક નજરો જોવા મળ્યો હતો.

આ ડેમ ઓવરફલો થયા બાદ આજે પ્રથમ રવિવારે શહેરીજનો મોટીસંખ્યામાં સસોઈ ડેમ ખાતે ઉમટી પડ્યા હતા. હજુ પણ સસોઈ ડેમ ઓવરફલો થઇ રહ્યો હોય શહેરીજનો ઓવરફલો થતા સસોઈ ડેમમાં ન્હાવાની મજા માણતા જોવા મળ્યા હતા.