Abtak Media Google News

ગૌ શાળા-પાંજરાપોળને સ્વાવલંબી બનાવવા જન અભિયાન-સંત સંમેલન અને લોકજાગૃત અભિયાન ચલાવશે

જીવદયાને વરેલી સમસ્ત મહાજન દ્વારા ગૌશાળા-પાંજરાપોળને સ્વાવલંબી બનાવવા એક નવતર અભિયાનમાં ટ્રસ્ટીઓ ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશમાં તા.10 થી 17 ઓગસ્ટ સુધી પ્રવાસ કરી ગૌશાળા-પાંજરાપોળની મુલાકાત સાથે જનચેતના જગાવશે.

સમસ્ત મહાજનના મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ (મો:-9820020976) અને સાથી ટીમના માર્ગદર્શનમાં ગૌશાળા, જીવદયા સંસ્થાઓના ટ્રસ્ટીઓ (એસ.પી.સી.એ)ના પદાધીકારીઓ, જીવદયાના ક્ષેત્રે કામ કરતા કાર્યકરો, સકળ સંઘના ટ્રસ્ટીઓ, જીવદયાના કાર્યમાં દાન આપતા દાનવીર ભામાશાઓ, પર્યાવરણ પ્રેમીઓના આઠ દિવસીય, નિવાસી, પ્રવાસી, સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે.

તા.10, સપ્ટેમ્બરને શનીવારના રોજ શરૂ થનાર આઠ દિવસીય પ્રવાસયાત્રા મહારાષ્ટ્રના નાગપુર જિલ્લાના દેવલાપર ગામે પહોંચી જવાનું રહેશે અને ત્યાંથી યાત્રા-પ્રવાસ શરૂ થશે તા.11, સપ્ટેમ્બરના રોજ દેવલાપર ગામે ગૌશાળાનું નિરીક્ષણ અને સુનીલ માનસીંઘકાજી દ્વારા આખો દિવસ માર્ગદર્શન અપાશે. તા.12, સપ્ટેમ્બરના રોજ મહારાષ્ટ્રના જલગાંવ ખાતે બાફનાજીની ગૌશાળા ખાતે આખો દિવસ કાર્યક્રમ તથા અભ્યાસ વર્ગ યોજાશે. તા. 13, સપ્ટેમ્બરના રોજ ગુજરાતના વાપી ખાતે શ્રી અજીત સેવા ટ્રસ્ટ સંચાલીત પાંજરાપોળનું નિરીક્ષણ તથા દામોદર ગૌશાળા ખાતે અભ્યાસ વર્ગ યોજાશે.

તા.14, સપ્ટેમ્બરે ધર્મજ ગામે ગૌચર વિકાસ દ્વારા ગ્રામ વિકાસ સંગોષ્ઠી તથા ગોકુલગાંવ ખાતે ક્ષારવાળી જમીનનો સુધાર તથા અમદાવાદની બંસી ગૌશાળા ખાતે ગોપાલ સુતારીયાનું માર્ગદર્શન અપાશે. તા. 15, સપ્ટેમ્બરે રાજકોટ સ્થિત શ્રીજી ગૌશાળા ખાતે એક દિવસીય શિબીર અંતર્ગત મિતલ ખેતાણી, ડો. પ્રભુદાસ તન્ના, રમેશભાઈ ઠકકર દ્વારા માર્ગદર્શન અપાશે તથા સદભાવના વૃધ્ધાશ્રમનાં વિજયભાઈ ડોબરીયા દ્વારા વૃક્ષારોપનું માર્ગદર્શન અપાશે. 16, સપ્ટેમ્બરે બનાસકાંઠાના ભાભર ખાતે જલારામ ગૌશાળામાં આખો દિવસ પ્રશિક્ષત વર્ગ યોજાશે તથા તા.17 સપ્ટેમ્બરના રોજ પાવાપુરી તથા પીંડવાડા ખાતે પ્રશિક્ષણ વર્ગ તથા સાંજના આ આઠ દિવસીય મેગા પ્રવાસી સંમેલન કાર્યક્રમની પૂર્ણાહતી થશે.

જીવદયા પ્રેમીઓના આ આઠ દિવસીય, પ્રવાસી-નિવાસી મેગા સંમેલનની વિશેષ જાણકારી તથા રજીસ્ટ્રેશન માટે ગિરીશ શાહ (મો. 9820020976), રાજસ્થાનના રજીસ્ટ્રેશન માટે દેવેન્દ્ર જૈન (મો.9825129111), ગુજરાતનાં રજીસ્ટ્રેશન મિતલ ખેતાણી (મો: 9824221999), ઉતર પ્રદેશના રજીસ્ટ્રેશન માટે અનીમેષજી ગુપ્તા, મહારાષ્ટ્રના રજીસ્ટ્રેશન માટે સુનીલજી સુર્યવંશી તથા મધ્યપ્રદેશના રજીસ્ટ્રેશન માટે સંજય સીસોદીયાનો સંપર્ક કરવા સમસ્ત મહાજનનાં મેનેજીંગ ટ્રસ્ટી, એનીમલ વેલ્ફેર બોર્ડ ઓફ ઈન્ડિયાના મેમ્બર ગિરીશભાઈ શાહ (મો: 9820020976)ની યાદીમાં જણાવાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.