Abtak Media Google News

બ્રિટિશ ફિલ્મ ‘હૈરી પૉર્ટર’ સિરીઝના ચાહકો માટે એક મોટી ખૂસ ખબર છે. ‘હૈરી પૉર્ટર’ સીરિઝની રાઇટર જેકે રોલિંગની નવી ફિલ્મ ‘ફૈટાસ્ટિક બિસ્ટ્સ 2’ નું ટ્રેલર રીલીઝ થઇ ગયું છે.આ ફિલ્મ એ લોકોને જ ખુબજ પસંદ આવશે જેમણે હૈરી પોર્ટર સીરિઝ જોય છે.આ ફિલ્મના એક્ટર જુડ લૉ, હોગ્વર્ટ્સ સ્કૂલ ના હેડમાસ્ટર એલ્બસ ડમ્બલ્ડોર નું કિરદાર નિભાવી રહ્યા છે. ત્યાં એડી રેડમૈન આકર્ષણ ન્યુટ સ્કૈમંડર ના રૂપમાં પાછા આવી રહ્યા છે.

આ સીરિઝની પહેલી ફિલ્મ ‘ફૈટાસ્ટિક બિસ્ટ્સ’ પણ લોકોને ખુબજ પસંદ આવી હતી. ફૈટાસ્ટિક બિસ્ટ્સ ની બંને ફિલ્મોની કહાની અને સ્ક્રીપ્ટિંગ જેકે રોલિંગે જ કરી હતી.આ ફિલ્મ બ્રીટનમા 16 નવેમ્બરે રીલીઝ કરવામાં આવશે.હાલમાં આ ફિલ્મ હિન્દીમાં રીલીઝ થવાની વાત સામે આવી નથી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.