Abtak Media Google News

ગીર સોમનાથના એસપી  મનોહરસિંહ જાડેજાની માનવતાની રાજ્યભરમાં સરાહના

અબતક, ઋષિ દવે, રાજકોટ.

રાજ્યભરમાં થયેલા અનેક કિસ્સાઓમાં પોલીસની શાખ ખરડાઈ છે.ભાજપના જ ધારાસભ્ય, સાંસદ તેમજ મંત્રીએ પોલીસ પર કરેલા આક્ષેપો બાદ રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે આકરા પગલાં લેવામાં આવ્યા હતા.પોલીસ પોતાની ખરડાયેલી છાપ સુધારવા અથાગ પ્રયત્ન કરી રહી છે ત્યારે ગીર સોમનાથમાં માનવતા મહેકી ઉઠે તેવો કિસ્સો સામે આવ્યો છે.

હાલમાં જ ગીર સોમનાથના નવનિયુક્ત આઇપીએસ અધિકારી એસપી મનોહરસિંહ જાડેજાની માનવતાનો કિસ્સો રાજ્યભરમાં ચર્ચિત બન્યો છે અને સૌ કોઈ તેમની માનવતા અને ઉદારતાની સરાહના કરી રહ્યા છે. શિસ્તના આગ્રહી મનોહરસિંહ જાડેજા નારિયેળની જેમ ઉપરથી સખ્ત પરંતુ અંદરની નરમ છે. એસપી ને જાણ થઈ કે એલસીબીના ઈન્ચાર્જ પીઆઇ વીરેન્દ્રસિંહ સોલંકીને બ્રેઈન સ્ટ્રોક આવ્યો અને ઇમરજન્સીમાં તેમને આઇસીયુમાં એડમિટ કર્યા છે. જાણ થતાંની સાથે જ એસપી મનોહરસિંહ જાડેજા સીધા જ આઇસીયુમાં પોહચી ગયા. ડોકટરને બ્રેઈન સ્ટ્રોકના ઇલાજનો તમામ ખર્ચ આપીને પીઆઇને કહ્યું કે ચિંતા ન કરતા હું તમારી બાજુમાં જ ઉભો છું.

મનોહરસિંહ જાડેજાના આ શબ્દો સાંભળી ત્યાં ઉભેલા સ્ટાફને રીતસર એવો અહેસાસ થયો કે પરિવારના કોઈ વડીલ મુશ્કેલીના સમયમાં બાજુમાં આવીને ઊભા છે અને મદદ કરી રહ્યા છે. મનોહરસિંહ જાડેજા એસપી તરીકે ચાર્જ સંભાળતાની સાથે જ 48 કલાકમા આ ઘટના બની હતી જે ઘટના બાદ એસપી રેગ્યુલર ડોક્ટર્સના કોન્ટેકમાં છે તેમજ પરિવારજનોને સાંત્વના પાઠવવા તેમજ તમામ ખર્ચ પોતે ઉઠાવશે તેવી વાત કહેતા પરિવારજનો પણ ગદગદિત થયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.