Abtak Media Google News

‘જોની’ મેરા નામ હૈ…. આ ડાયલોગ ઓ પણ તેનાં ચાહકો બોલે છે તેવા દેવાઆનંદનું મુળ નામ ધરમદેવ પિશરીમલ આનંદ હતું. તેમનો જન્મ ર6 સપ્ટેમ્બર 1923ના રોજ થયો હતો.  ફિલ્મો પ્રત્યે બચપનથી જ લગાવ હોવાથી તેઓ મુંબઇઆવીને ચર્ચગેટ પાસે આવેલ સેન્સર વિભાગની કેન્સર ઓફીસમાં મહીને 160 રૂ. ની નોકરીઅ લાગી ગયા. ફિલ્મી શોખ ચાલુ જ રાખીને 1948માં આવેલી ‘ઝીદ્દી’ ફિલ્મ કરી જો કે આ પહેલા 1946માં આવેલી ‘હમ એક હે’ ફિલ્મ કરી પણ બહુ જ નબળી સાબિત થઇ, જો કે ‘ઝિદ્દી’ ફિલ્મથી દેવાઆનંદની કિસ્મત ચમકી હતી. બાદમાં તો ઘણી ફિલ્મોમાં કામ કરીને પોતાની ‘નવકેતન’ ફિલ્મ નિર્માણ કંપની શરુ જેના બેનર તળે ઘણી સફળ ફિલ્મોનું નિર્માણ કર્યુ હતું. તેમનુ અવસાન 3 ડિસેમ્બર 2011માં થયું હતું.

Devanand 7 બોલીવુડમાં અત્યાર સુધીમાં સદાબહાર – સદાયુવાન અભિનેતા એક જ થયા એ દેવઆનંદ  જીવનની અંત્મિ પળ સુધી તે ફિલ્મો સાથે જોડાયેલા રહ્યા હતા. તેણે પોતાની લાંબી સાડા છ દાયકાની ફિલ્મ કેરીયરમાં 114 ફિલ્મો કરી જેમાં 9પ થી વધુ ફિલ્મોમાં હિરો તરીકે કાર્ય કરીને દર્શકોના દિલ જીત્યા હતા. ભારત સરકાર દ્વારા 2001માં પદમભુષણ અને 2002 માં તેમને દાદા સાહેબ ફાળકે એવોર્ડ એનાયત થયો હતો. કાલા પાની અને ગાઇડ ફિલ્મ માટે તેમને શ્રેષ્ઠ અભિનેતાનો એવોર્ડ મળ્યો હતો.  તેઓ હમેંશા  યુવાન દેખાતા હતા. હોલીવુડના ગેગરી પેકની ઘણી સ્ટાઇલ દેવાઆનંદમાં જોવા મળતી હતી. તેમની આગવી સ્ટાઇલ, બોલવાની છટા સાથે વિવિધ ‘કેપ’ પહેરવાનો શોખ એ જમાનામાં ફેશન બની હતી. ગળે મફલર માથે કેપ અને ગરમ સ્વેટર આગળ ગાંઠ વાળીને પહેરવાની ફેશન દેવઆનંદે જ આપી હતી. તેમણે બે અંગ્રેજી ફિલ્મોનું નિર્માણ કર્યુ હતું.

Devanand 8

1954માં તેમણે જાણીતી અભિનેત્રી કલ્પના કાર્તિક સાથે લગ્ન કર્યા હતા. બાદમાં ઘણી ફિલ્મોમો તે દેવ આનંદની હિરોઇન પણ બની હતી. દેવઆનંદ ભારતીય ફિલ્મ જગતનાં સૌથી સફળ અભિનેતા પૈકી એક હતા. અભિનેતા લેખક, નિર્માતા અને નિર્દેશક પણ હતા. 88 વર્ષે લંડનમાં ર011 માં તેમનું અવસાન થતાં  બોલીવુડમાં ગમગીની છવાઇ ગઇ હતી. ઘણી બધી અભિનેત્રીઓને દેવઆનંદે જ બ્રેક આપીને સફળ બનાવી હતી. જીન્નત અમાન, ટીના મુનિમ, જેવી અનેક અભિનેત્રીઓ છે. દેવ આનંદ ચાર ભાઇમાં ત્રીજો નંબર હતા. તેમના બહેન શીલ કાંતા કપૂર કે જેઓ જાણીતા ફિલ્મ નિર્દેશક શેખર કપૂરની માતા છે. અંગ્રેજી સાહિત્ય સાથે દેવઆનંદે બીએની ડિગ્રી મેળવી હતી.

તેમના મોટાભાઇ ચેતન આનંદ ખુબજ જાણીતા નિર્માતા અને કલાકાર હતા. આનંદ પરિવાર ભાગરુપે 1949માં મોટાભાઇ સાથે નવકેતન ફિલ્મસની સ્થાપના કરી હતી. નોકરી કરતાં કરતાં અશોક કુમારની કિસ્મત અને અછુત ક્ધયા ફિલ્મ જોઇને ફિલ્મમમાં કામ કરવાનું નકકી કર્યુ હતું. પ્રભાત ફિલ્મ સ્ટુડીયોના બાબુ રાવે દેવા આનંદનો આત્મ વિશ્ર્વાસ જોઇને 1946માં ‘હમ એક હૈ’ ફિલ્મમાં બે્રક આપ્યો હતો. તેમની પ્રથમ હિરોઇન કમલા કોટનીશ હતી. ફિલ્મના શુટીંગમાં જ ગુરૂદત્ત સાથે મુલાકાત થઇ જે બાદમાં ગાઢ મિત્રતામાં પરિણમી હતી.

Devanand 4

1940ના દશકામાં અંતમાં ગાયિકા અભિનેત્રી સુરૈયા સાથે તેમના રોમાંસની ખુબ ચર્ચાઓ ચાલી હતી. દેવ આનંદ  સાથે સુરૈયાની જોડી જામી હતી. તેઓ બન્નેએ એક સાથે 7 ફિલ્મો કરી જે બધી જ સફળ રહી હતી. વિદ્યા (1948), જીત (1949), શાયર (1949), અફસર (1950), દો સિતારે (1951), સનમ (1951) અને નીલી (1950) આ ફિલ્મો સાથે ફિલ્મ ગીત ‘કિનારે કિનારે ચાલે જા રહે’ ના શુટીંગ વખતે દેવ આનંદ સુરૈયા સાથે પ્રેમ પાંગરીયો હતો. દુર્ગા ખોટે અને કામિની કૌશલે તો બન્નેના લગ્નની જાહેરાત પણ એ જમાનામાં કરી દીધી હતી. જો કે પારિવારિક વાંધો પડતા આ શકયું બન્યું નહીં. સુરૈયાએ પણ બાદમાં ફિલ્મો કરવાનું બંધ કરી દીધુ હતું.

Devanand 5

અશોક કુમારે દેવ આનંદને બોમ્બે ટોકિઝની ફિલ્મ ‘ઝિદ્ી’ માં બ્રેક આપ્યો હતો. ર011 સુધીમાં નવકેતન ફિલ્મના બેનર તળે 3પ ફિલ્મો બનાવી હતી. 1950માં આવેલી ‘નિરાલા’ ફિલ્મથી તેમની અને મધુબાલાની જોડી જામી હતી. તેમના મિત્ર ગુરૂદત્તે દેવ આનંદને લઇને 1951માં ‘બાઝી’ ફિલ્મ બનાવી હતી. આફિલ્મમાં મોના સિંધયાને કલ્પના કાર્તિક હિરોઇન હતી જે બાદમાં દેવા આનંદ સાથે જ લગ્ન કરે છે. આ જોડી એ ઘણી સફળ ફિલ્મો આપી જેમાં આંધિયા (1952), ટેકસી ડ્રાયવર (1954), હાઉસ નં. 44 (1955) અને નૌ દો ગ્યારહ (1957) ફિલ્મો મુખ્ય હતી. આ બધી ફિલ્મો દરમ્યાન તેઓ કલ્પના કાર્તિક સાથે પ્રેમમાં પડયાને તેઓ બન્નેએ લગ્ન કરી લીધા હતા. 1956માં પુત્ર સુનિલ આનંદ અને બાદમાં પુત્રી દેવ ને જન્મ આપ્યા બાદ કલ્પના કાર્તિક અભિનય બંધ કર્યો હતો.

દેવ આનંદે સુરૈયા, મધુબાલા, કલ્પના કાર્તિક, વહિદા રહેમાન, નુતન જેવી ખ્યાતનામ અભિનેત્રી સાથે કામ કરીને ફિલ્મોને સફળ બનાવી હતી. 1950 અને 1960 ના દશકામાં દિલીપકુમાર, રાજકપુર અને દેવ આનંદે ઘણી સફળ ફિલ્મો બોલીવુડને આપી હતી. 1960 ના દશકામાં ભાવ પ્રધાન ફિલ્મોમાં દેવ સાહેબની રોમેન્ટિક છબી ઉભરી હતી. જેમાં મીનાકુમારી, માલા સિંહા, સાધના, આશા પારેખ, નંદા, સિમી ગરેવાલ જેવી વિવિધ અભિનેત્રી સાથે કલર ફિલ્મોમા યુગમાં કામ કર્યુ.

Devanand 3

1961 માં દેવ આનંદે ‘હમ દોનો’ ફિલ્મ નિર્માણ કરીને અભિનવ પણ કર્યો, બાદમાં ‘ગાઇડ’ ફિલ્મ બનાવી અનેક રેકોર્ડ સર્જવા તેને અઁગ્રેજીમાં પણ ડબ કરવામાં આવી હતી. ભાઇ વિજય આનંદની સાથે ‘જવેલ થી ફ’ ‘જોની મેરા નામ’ જેવી ફિલ્મો બનાવી હતી. પ્રેમ પુજારી ફિલ્મની નિષ્ફળતા બાદ ‘હરે રામા હરે કૃષ્ણ’ બનાવી, પછી તો દર બે વર્ષે એકાદ ફિલ્મોમાં તેર મેરે સપને, ગેમ્બલર સાથે દેવ-હેમાની જોડીની શરીફ બદમાશ, જોશીલા, જાને મન, ઇશ્ક ઇશ્ક ઇશ્ક, પ્રેમ શાસ્ત્ર, બનારસી બાબુ, યે ગુલિસ્તાં હમારા, છુપા રૂસ્તમ, અમિર-ગરીબ, હિરાપન્ના, વોરન્ટ, બુલેટ, ડાલિંગ-ડાલિંગ, દેશ પરદેશ જેવીઘણી ફિલ્મો બનાવીને ઘણી નવી અભિનેત્રીને તક આપી હતી. 1970ના દશકામાં ઘણી ફિલ્મો નિર્માણ કરી જેમાં ઘણી ફલોપ સાથે સુપરહિટ રહી હતી.

Devanand 6

‘જોની મેરા નામ’ ખુબ જ સફળ ફિલ્મ હતી. 1984માં  હિરોની દેવ આનંદની માંગ ઘટવાને કારણે પુત્ર સુનિલ આનંદને લઇને ‘આનંદ ઔર આનંદ’ ફિલ્મ બનાવી જો કે બોકસ ઓફીસ પર ફિલ્મ પીટાઇ જવાની સુનિલ આનંદ પછી ફિલ્મમાં આવ્યા જ નહી. 1990માં ‘અવ્વલ નંબર’ ફિલ્મ બનાવી હતી. દેવ આનંદની છેલ્લી ફિલ્મ 1991ની ‘સો કરોડ’ ને બાદમાં 2011માં ‘ચાર્જશીટ’ ફિલ્મ ખુબ જ વખાણાય હતી. જો કે ચાર્જશીટ ફિલ્મ બાદ તેમનું અવસાન થયું હતું. એટલે કે મૃત્યુ સુધી આ કલાકાર ફિલ્મ સાથે જોડાયેલો રહ્યો હતો.

દેવ આનંદને મળેલા એવોર્ડ

  • 1959 – ફિલ્મ ‘કાલાપાની’ માટે શ્રેષ્ઠ અભિનેતા
  • 1967 – ફિલ્મ ‘ગાઇડ’ માટે શ્રેષ્ઠ અભિનેતા
  • 1967 – શ્રેષ્ઠ ફિલ્મ ‘ગાઇડ’ નો એવોર્ડ
  • આ ઉપરાંત રાષ્ટ્રીય સન્માનો 1995 થી 2011 સુધી લગભગ દર વર્ષે મળેલા છે.Devanand 2

દેવ આનંદની સફળ ફિલ્મો ગ્રાફી

  • સઝા – ફન્ટુશ
  • બાઝી – નૌ દો ગ્યારહ
  • સી.આઇ.ડી. – કાલાપાની
  • ઝાલ – કાલા બાઝાર
  • ટેકસી ડ્રાઇવર – લવ મેરેજ
  • જાલી નોટ – બંમ્બઇ કા બાબુ
  • માયા – જબ્બ પ્યાર કિસી સે હોતા હે
  • હમ દોનો – અસલી નકલી
  • જોની મેરા નામ – જયેલ થીફ
  • ગાઇડ – પ્રેમ પુજારી
  • હરે રામા હરે કૃષ્ણ – દેશ પરદેશ

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.