Abtak Media Google News

છેલ્લા ઘણા સમયથી ૪ માદા પક્ષીઓ નિયમિતપણે કચ્છ આવી રહ્યા છે: વન સંરક્ષક અધિકારી

અબતક, અમદાવાદ:અમુક નિષ્ણાંતોનું માનવું છે કે, લુપ્ત થયેલા ગ્રેટ ઇન્ડિયન બસ્ટર્ડ એટલે ધોરડો પક્ષી ફરી પરત આવ્યા છે. તેમાંથી કેટલાકનું માનવું છે કે, કેન્દ્રીય મંત્રીનું નિવેદનનું અર્થઘટન હાલના સમયે ચર્ચાનો વિષય છે. હાલ સુપ્રીમ કોર્ટના આદેશ મુજબ અંડર ગ્રાઉન્ડ કેબલથી ધોરડો પક્ષીને સલામત કરવા તૈયારીઓ શરૂ લરી દેવામાં આવી છે.

કચ્છ વર્તુળના મુખ્ય વન સંરક્ષક અધિકારી અનિતા કર્ણએ જણાવ્યું હતું કે, ચાર માદા ધોરડો પક્ષી છેલ્લા ઘણા સમયથી અહીં નિયમિતપણે આવતા જોવા મળી રહ્યા છે. આ વિસ્તારમાં લગભગ ૨૦ જેટલા ફ્લોરિકન પણ રહે છે. મધ્ય એશિયાના ફ્લાઈ વેના રૂટનો એક ભાગ હોવાથી શિયાળા દરમિયાન મોટી સંખ્યામાં અહીં સ્થાનાંતરિત પ્રજાતિઓ જોવા મળે છે.

કચ્છ અભયારણ્યમાં ધોરડો અભયારણ્ય ૨ ચોમીટરમાં ફેલાયેલું છે જ્યારે ધોરડોનું નિવાસસ્થાન કચ્છમાં આશરે ૨ હજાર ચોમીટરમાં ફેલાયેલું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ચાર માદા ધોરડો ઘણીવાર અભયારણ્યથી આશરે ૨૦-૭૦ કિલોમીટરની રેન્જમાં જોવા મળે છે.

ધોરડો હાલ લુપ્તપ્રાય પક્ષી બની ગયું છે. સમગ્ર વિશ્વમાં હવે આ પ્રજાતિની વસ્તી ખૂબ ઝુઝ છે. છેલ્લા બે દાયકામાં વન વિસ્તાર ઘટતા તેમના નિવાસસ્થાનની રેન્જમાં પણ ઘટાડો થયો છે જ્યારે ઓવરહેડ પાવર લાઇન થતા ઘણીવાર આ પક્ષીઓ કવાબલ સાથે અથડાતાં વીજ કરન્ટ લાગતા તેમના મોત થતા હોય છે. તેમની વસ્તી ઘટવા પાછળ આ એક સૌથી મોટું કારણ સાબિત થયું છે.

ફેબ્રુઆરી ૨૦૧૯માં રાજ્ય વન્યપ્રાણી મંડળની ૧૪મી બેઠકમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ જીવદયા પ્રેમ બતાવતા કહ્યું હતું કે, આ પ્રકારના પક્ષીઓના જીવની ચિંતા કરતાં ખર્ચની પરવાહ કર્યા વિના વીજ લાઈનએ અંડરગ્રાઉન્ડ કરવા કામ શરૂ કરી દેવા આદેશ કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.