- તામિલનાડુના તિરુચિરા પલ્લીમાં યોજાયેલ સ્કાઉટ જામબૂરી સ્પર્ધામાં પ્રથમ
- 50 જેટલા અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરાયા
સુરત: જોયસ ઈંગ્લીશ સ્કુલના વિદ્યાર્થીઓએ સુરત અને ગુજરાતનું નામ રોશન કર્યું છે. વરાછા વિસ્તારમાં છેલ્લા 47 વર્ષથી કાર્યરત જોયસ ઇંગલિશ સ્કૂલ દ્વારા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું . તામિલનાડુના તિરુચિરા પલ્લીમાં યોજાયેલ સ્કાઉટ જામબૂરી સ્પર્ધામાં જોયશ ઇંગલિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું બેન્ડ પ્રદર્શિત કર્યું હતું. જેમાં 50 જેટલા અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા ત્યારે સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગુજરાતનું, સુરતનું અને પરિવારનું નામ રોશન કર્યું છે. ત્યારે વિદ્યાર્થીઓને સન્માનવા અને આવકારવા રેલ્વે સ્ટેશન ઉપર ઢોલ અને તાષા સાથે રેલી યોજવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવમાં આવ્યા હતા.
સુરતના વરાછા વિસ્તારમાં છેલ્લા ૪૭ વર્ષથી કાર્યરત જોયસ ઇંગલિશ સ્કૂલ દ્વારા સુરતનું અને ગુજરાતનું નામ રોશન કરવામાં આવ્યું . તામિલનાડુના તિરુચિરા પલ્લીમાં યોજાયેલ સ્કાઉટ જામબૂરી સ્પર્ધામાં જોયશ ઇંગલિશ સ્કૂલના વિદ્યાર્થીઓએ ગુજરાતનું બેન્ડ પ્રદર્શિત કર્યું હતું જેમાં 50 જેટલા અલગ અલગ રાજ્યના બેન્ડ પ્રદર્શિત કરવામાં આવ્યા હતા ત્યારે સુરતની સ્કૂલના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કરી ગુજરાતનું સુરતનું અને પરિવારનું નામ રોશન કર્યું છે.ત્યારે વિદ્યાર્થીઓને સન્માનવા અને આવકારવા સુરતના રેલ્વે સ્ટેશન ઉપર ઢોલ અને તાષા સાથે રેલી કાઢવામાં આવી હતી અને વિદ્યાર્થીઓને આવકારવમાં આવ્યા હતા.
આ અંગે શાળાના શિક્ષક યોગીતા બેને જણાવ્યું હતું કે , તામિલનાડુમાં યોજાયેલ સ્કાઉટ જામબૂરી સ્પર્ધામાં અમારી શાળાના બાળકોએ ગુજરાતના બેન્ડને રી પ્રેઝન્ટ કર્યું હતું. નેશનલ લેવલ પર ગુજરાતના બેન્ડને પ્રદર્શિત કરવા માટે વિદ્યાર્થીઓએ બે મહિના સખત મહેનત કરી હતી. આ સાથે તેમના માતા-પિતા દ્વારા પણ તેમને તૈયારીઓ કરાવાઇ હતી. તો શાળા દ્વારા પણ તમામ સમજણ આપવામાં આવી હતી. બેન્ડ કોમ્પિટિશનમાં અલગ અલગ રાજ્યના 50 જેટલા બેન્ડ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. જેમાંથી અમારી શાળાના વિદ્યાર્થીઓએ પ્રથમ ક્રમાંક હાંસલ કર્યો છે. ગુજરાતનું બેન્ડ જોવા માટે લોકોમાં ભારે ઉત્સાહ દેખાયો હતો. આ અગાઉ કર્ણાટક અને રાજસ્થાનમાં યોજાયેલી સ્પર્ધામાં અમારી શાળા દ્વારા બીજો અને ત્રીજો નંબર મેળવવામાં આવ્યો હતો અને હવે પહેલો ક્રમાંક હાંસલ કરી વિદ્યાર્થીઓએ શાળાનું પરિવારનું સુરતનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું છે.
વર્લ્ડ સ્કાઉટ ડે રોબર્ટ બેડન પોવેલની જન્મજયંતીને દિવસે એટલે 22 ફેબ્રુઆરી મનાવાય છે. સ્કાઉન્ટિંગ વ્યક્તિના સર્વાંગીય વિકાસને સક્ષમ બનાવે છે. તેમજ તેને બધી જ પરિસ્થિતિ સામે લડવા માટે પરિક્ષિત કરવામાં આવે છે. સ્કાઉન્ટિંગ સેલ્ફ કોન્ફિડન્સ, સેલ્ફ રિસ્પેક્ટનું નિર્માણ, તેમજ જવાબદારીનું યોગ્ય રીતે પાલન કરવાનું સીખવે છે. . સમગ્ર સ્કાઉટ જૂથ સ્કાઉટ કાયદા પ્રત્યેની નિષ્ઠા અને ચળવળના આદર્શોને અનુરૂપ રહેવાનું સ્કાઉટ વચન લે છે. સ્કાઉટ્સ એક સારું કાર્ય કરી રહ્યા છે, જીવન ટકાવી રાખવાની કૌશલ્યો શીખી રહ્યા છે અને સમાજને નૈતિકતાના પાઠ ભણાવે છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય