Abtak Media Google News

સમગ્ર ભારતમાંથી કુલ 30 ટીમે લીધો ભાગ

જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી, કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલયના બી.ટેક.ના સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓની ટીમે SAEINDIA (સોસાઇટી ઓફ ઓટોમોટિવ એંજિનિયર્સ, ઈન્ડિયા) દ્વારા આયોજિત TIFAN-2022 (એગ્રિકલ્ચરલ મશીન ડેવલોપમેન્ટ સ્ટૂડન્ટ કોમ્પિટિશન) માં બેસ્ટ ડેબ્યુટન્ટ ટીમ નો ઍવોર્ડ પ્રાપ્ત કરેલ છે, એ સાથે આ ટીમને રૂ. 25000 ની રોકડ રકમથી  પુરસ્કારીત કરવામાં આવી હતી.

રાષ્ટ્રીય કક્ષાએ આયોજિત એગ્રિકલ્ચરલ મશીન ડેવલોપમેન્ટ સ્ટૂડન્ટ કોમ્પિટિશન TIFAN-2022નું આયોજન બે તબક્કામાં કરવામાં આવ્યું હતું. જેમાં સમગ્ર ભારતમાથી કુલ 30 ટીમે ભાગ લીધો હતો. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં સમગ્ર ભારતમાથી વિવિધ મિકેનિકલ તેમજ એગ્રિકલ્ચરલ એન્જીનિયરીંગ કોલેજોની કુલ 28 ટીમની પસંદગી કરવામાં આવી. જૂનાગઢની કૃષિ ઈજનેરી અને ટેકનોલોજી મહાવિદ્યાલય તેમાંની એકમાત્ર ગુજરાતની કોલેજ હતી. બીજા તબક્કામાં દરેક ટીમે તેમણે બનાવેલી ડિઝાઈન મુજબ પોતાની કોલેજમાં મશીન બનાવીને તેને ¡ SAE INDIA ના નિર્ણાયકો સામે ડુંગળીના ખેતરમાં પ્રત્યક્ષ પ્રદર્શિત કરવાનું હતું.

હરિફાઈની થીમ મુજબ દરેક ટીમે Self-Propelled Onion Harvester બનાવવાનું હતું. જેમાં જૂનાગઢ કૃષિ યુનિ.ની ટેકનિકલ કોલેજની UNAGADHSAVAJ એ ફાઇનલ રાઉન્ડમાં તેમણે બનાવેલ મશીન પ્રદર્શિત કરી હતી. જેમાં JUNAGADH SAVAJ ટીમે રાષ્ટ્રીય સ્તરે બેસ્ટ ડેબ્યુટન્ટ ટીમનો ઍવોર્ડ મેળવેલ છે. આ હરીફાઈમાં જુનાગઢ કૃષિ યુનિવર્સિટિના બી.ટેક.ના 25 વિધ્યાર્થીઓની UNAGADH SAVAJ ટીમે ફાર્મ મશીનરી અને પાવર એંજિનીયરિંગ વિભાગના ડો. પુનિલ ગજ્જર તથા પ્રો. એ. એલ. વાઢેરના માર્ગદર્શન અને નેતૃત્વ હેઠળ આ મશીન બનાવવાની સફળ કામગીરી પૂર્ણ કરી હતી. સમગ્ર હરીફાઈ દરમિયાન જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીના કુલપતિ અને કૃષિ ઈજનેરી વિદ્યાશાખાના પ્રિન્સીપાલ અને ડીન પ્રો. (ડો.) નરેન્દ્ર કુમાર ગોંટિયા  તેમજ ફાર્મ મશીનરી અને પાવર એંજિનીયરિંગ વિભાગના વડા ડો. કે. બી. ઝાલા અને સહપ્રાધ્યાપકડો. ટી.ડી. મહેતાનું પ્રોત્સાહન અને માર્ગદર્શન રહ્યું હતું. તદુપરાંત, ફાર્મ મશીનરી વિભાગના એગ્રી. આસી. કિરણ નારોલા, જે.પી. મોઢવાડિયા, પ્રવીણભાઈ દેવમુરારી તેમજ અનુસ્નાતક વિદ્યાર્થી વિમલ વાળાએ પણ વિદ્યાર્થીઓને મદદ કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.