ઉછળ-કૂદનો બાદશાહ ‘જંપીગ જેક’એ ફિલ્મોને રંગીન બનાવી દીધી!!

વી.શાંતારામે ફિલ્મ બ્રેક આપ્યા બાદ ‘ફર્જ’ ફિલ્મથી સિતારો ચમકી ગયો. 200 થી વધુ ફિલ્મોમાં કામ કર્યુ જેમાંથી 1પ0 ફિલ્મો હીટ થઇ હતી. હાલ લાઇમ લાઇટથી દૂર રહીને પોતાની ખ્યાતનામ કંપની બાલાજી ટેલીફિલ્મસ, બાલાજી મોશન પિકચર્સના અઘ્યક્ષનો કાર્ય ભાર સંભાળે છે, જીતેન્દ્રની ફિલ્મનો યુવા વર્ગ દિવાનો હતો. તેની શ્રીદેવીસાથેની જોડીની તમામ ફિલ્મો હીટ નીવડી હતી. તેમને ટીશર્ટ અને સફેદ બુટનો શોખ હોવાથી તેની લગભગ ફિલ્મોમાંએ જોવા મળતું

ફિલ્મ અભિનેતા જીતેન્દ્રની ઉછળ કૂદ ડાન્સ સાથે ચોકલેટી હિરોની છાપથી વિતેલા વર્ષો હીટ ફિલ્મોથી યુવા વર્ગમાં ખુબ જ લોકપ્રિય હતા. 7 એપ્રિલ 1942ના રોજ અમૃતસર પંજાબમાં જન્મેલા જીતેન્દ્ર નું મુળ નામ રવિ કપૂર હતું. 1960 થી 1990 સુધીના સતત ત્રણ દશકામાં તેની ઘણી હીટ ફિલ્મો એ બોકસ ઓફીસ પર ઘુમ મચાવી હતી. તે અભિનેતાની સાથે ટીવી અને ફિલ્મ નિર્માતા પણ છે. બાલાજી ટેલીફિલ્મસ, બાલાજી મોશન પિકચર્સ અને એ એલ.ટી. એંટરટેનમેંગ ના અઘ્યક્ષ છે. તેના દ્વારા ધારાવાહિક સીરીયલો બહુ મોટું નામ ધરાવે છે. પુત્રી એકતા કપૂર નિર્માત્રી છે. તો પુત્ર તૃષાર કપૂર અભિનેતા છે આજે 78 વર્ષે પણ પૂર્ણ રીતે કાર્યરત છે.

1980 થી 90 ના દશકામાં દક્ષિણ ભારતની રીમેક ફિલ્મોમાં તેનો જમાનો હતો જેમાં શ્રીદેવી-જયાપ્રદા જેવી હિરોઇનથી ફિલ્મોને ચાર ચાંદ લાગી જતા હતા. જીતેન્દ્ર બોલીવુડના સૌથી સફળ અભિનેતામાંથી એક ગણાય છે. પંજાબમાં તેમણે નકલી આભુષણો એટલે કે ઇમીટેશન જવેલરીનું બહું મોટું કામ હતું. તેના શાળા જીવનમાં રાજેશ ખન્ના તેની સાથે ભણતા હતા. જવેલરી માટે તે ફિલ્મ નિર્માતાને મળવાનું થતું. બોમ્બે આવ્યા બાદ ખ્યાતનામ નિર્માતા વી. શાંતારામ સાથે મુલાકાત થઇ હતી. જેને જીતેન્દ્રને પ્રથમ ફિલ્મ બ્રેક આપ્યો હતો.

વી. શાતારામે ‘ગીત ગાયા પથ્થરોને ’ બ્રેક આપ્યો, બાદમાં બુંદજો બન ગયે મોતે ફિલ્મ આવી, પરંતુ 1967માં આવેલી ‘ફર્જ’ ફિલ્મથી તે હિન્દી ફિલ્મોના જેમ્સ બોંડ બની ગયા હતા. ટીશર્ટ, સફેદ બુટ જેવા યુવા વર્ગને આકર્ષતા વસ્ત્રો  સાથે જંપીંગ જેક, ઉફળ કુદ, ડાન્સ જેવી વિવિધ ક્ષમતા ને કારણે જીતેન્દ્રનું નામ બોલીવુડમાં ટોચ પર પહોંચી ગયું. કારવાં, હમજોલી જેવી ફિલ્મો બાદ તેને જંપિંગ જેક ઓફ બોલીવુડ નું બિરુધ મળ્યું હતું. તેણે 200 થી વધુ ફિલ્મોમાં અભિનય આપ્યો છે.

1982-83માં સંજોગ, ઔલાદ, મવાલી, હિંમતવાલા તોહફા જેવી હિટ ફિલ્મોમાં અભિનયના બળ ઉપર ફિલ્મ જગતમાં નંબર વન બન્યા: 80ના દશકામાં જીતેન્દ્રની જોડી મુમતાઝ, હેમામાલીની, મૌસમી ચેટરજી, રીના રોય, નિતુ સિંહ, રેખા, સુલક્ષણા પંડિત, બિંદીયા ગોસ્વામી જેવી વિવિધ અભિનેત્રી સાથે કામ કર્યું. જીતેન્દ્રની પત્ની શોભા કપૂર બ્રિટીશ એરવેઝમાં એર હોસ્ટેસ તરીકે કાર્યરત હતી . જીતેન્દ્રને ગુલઝાર, સંજીવકુમાર, રાજેશ ખન્ના જેવા વિવિધ કલાકારો સાથે ખુબ જ સારા સંબંધો હતા. જીતેન્દ્રએ છેલ્લે તેની પુત્રી એકતા કપૂરની ફિલ્મ ‘કુછ તો હૈ’માં નાનકડો રોલ કર્યો હતો.

જીતેન્દ્રને 2000માં લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ સાથે 2002માં ન્યુયોર્કમાં જી ગોલ્ડ લાઇફ ટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મળ્યો હતો. તેને પ્રથમ ફિલ્મ 1959માં ‘નવરંગ’ હતી. બાદમાં 1964માં ‘ગીત ગાયા પથ્થરોને’ ને પછી આવી 1967માં ‘ફર્જ’ જે સુપરડુપર ગઇને જીતેન્દ્રનો સિતારો ચમકી ગયો. 1968 માં આવેલી ‘મેરે હુજુર’માં અખ્તર હુશેનનું પાત્ર આજે પણ તેના ચાહકોને યાદ કરો. 1960 થી 1985 સુધીના રપ વર્ષ સુધી યુવા વર્ગ જીતેન્દ્રના જબ્બર ચાહક હતા. તેની ફિલ્મો પ્રથમ શોમાં જોવા વાળાની સંખ્યા પણ ઘણી હતી. ટાઇટ પેંટ, ટીશર્ટ, સફેદ બુટ એ જમાનાના યુવા વર્ગ પહેરીને તેના જેવી હેર સ્ટાઇલ પણ રાખવા જોવા મળતા હતા.

જીતેન્દ્રની 1960 થી 70 વચ્ચે આવેલી ફિલ્મોમાં પરિવાર, સુહાગરાત, ઔલાદ, ધરતી કહે પુકાર કે, દો ભાઇ, જીતેકીરાહ, જીંગરી દોસ્ત, વિશ્ર્વાસ, વારીસ, હિંમત, ખિલૌના જેવી હીટ ફિમો હતી. 1971 થી 75 ના ગાળામાં જીતેન્દ્રની બિખરે મોતી, ચાહત, કઠપૂતલી, કારવા, બનફૂલ, એક બેચાર, બન ફૂલ, પરિચય, ભાઇ હો તો ઐસા, રૂપ તેરા મસ્તાના, ગહેરી ચાલ, બીદાઇ, જૈસે કો તૈસા, દુલ્હન, ખુશ્બુ, આખરી દાવ જેવી ફિલ્મો તો 1976 થી 80 માં નાગીન, નય વિજય, કિનારા, દિલદાર, અપનાપન, કર્મયોગી, સ્વર્ગ તર્ક, બદલતે રીસ્તે, નાયાલક, આતિશ, જાની દુશ્મન, ધ બનીંગ ટ્રેન, જાુદાઇ, જયોતી બને જવાલા જેવી ફિલ્મો આવી હતી. તમીલ ફિલ્મ પરથી 1980માં ‘આશા’ ફિલ્મ ખુબ જ હીટ નીવડી હતી.

છેલ્લા ઘણા વર્ષોથી જીતેન્દ્ર લાઇમ લાઇટથી દૂર છે. કયારેય રીયાલીટી શોમાં જોવા મળે છે. જીતેન્દ્રના પ્રસંસકો દુનિયાભરમાં છે. જે તેની ફિલ્મો જોઇને આનંદ લઇ રહ્યા છે. બોલીવુડના જીતેન્દ્રના સમયમાં તે સુપર સ્ટાર કહેવાતા અને એ જમાનાની મહિલાઓ જીતેન્દ્ર ઉપર આફરીન હતી. તેમની ર00 ફિલ્મોમાંથી 1પ0 જેટલી ફિલ્મો સુપરહીટ રહી હતી. આમ જોઇએ તો તેનો 1960 થી 1990 સુધીનો ફિલ્મી ગાળો રહ્યો પણ તેમણે 70 થી 80 બે દશકા બોલીવુડ પર રાજ કર્યુ.

જીતેન્દ્ર-શ્રીદેવીની જોડીની લગભગ બધી ફિલ્મો હીટ ગઇ હતી. 1983માં આવેલી હિંમતવાલા થી જોડી ચમકી પછી તો ફિલ્મની સફળતા એક શ્રૃંખલા બની ગઇ હતી. બોલીવુડ ડાન્સની કોઇ પણ ચર્ચા જીતેન્દ્ર વગર અધુરી ગણાય, હિંમતવાલામાં નૈનો મે સજના… તા થૈયા…  તા થૈયા…. ફર્જમાં મસ્ત બહારો કા આશિક અને હમજોલી ફિલ્મમાં ઢલ ગયા દિન જે આજ સુધી સદાબહાર ગીતો રહ્યા છે. જીતેન્દ્રને 2004માં યુ.એસ.માં લીજેન્ડ ઓફ ઇન્ડિયા સિનેમા એવોર્ડ મળ્યો હતો.જીતેન્દ્રએ પત્ની શોભા કપૂર સાથે બાલાજી મોશન પિકચર્સ બેનર તળે 2001 થી 2020 સુધીમાં ઘણી ફિલ્મોનું નિર્માણ કર્યુ છે. જેમાં ક્રિષ્ના કોટેજ, શુટ આઉટ એટ લોખંડવાલા, મીશન ઇસ્તુમ્બલ, રાગીણી એમ.એમ.એસ. મે તેરા હિરો, ઉડતા પંજાબ, ડ્રીમગર્લ સાથે વુસ યોર ડેડી  વેલ સિંરીઝનું પણ 2020માઁ નિર્માણ કયુૃ હતું.