Abtak Media Google News

આગની લપેટના કારણે હોસ્પિટલના દર્દીઓને ગુંગણામણ થતા અન્કય હોસ્પિટલમાં ખસેડાયા

 

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

જુનાગઢ સરદાર બાગ નજીક આવેલી એક લેબોરેટરીમાં આજે વહેલી સવારે આગ લાગતા અફડાતફડીનો માહોલ સર્જાઈ ગયો હતો અને લેબોરેટરીની બાજુમાં આવેલ હોસ્પિટલમાં દાખલ 11 જેટલા દર્દીઓને ધુમાડાને કારણે સફોકેશન થતાં તમામને સારવાર માટે અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જો કે જુનાગઢ ફાયર બ્રિગેડ એ આ આગ પર કાબુ મેળવી લીધી હતી. પરંતુ જે લેબોરેટરીમાં આગ લાગી છે તેમણે ફાયર સેફટીના સર્ટી મેળવેલ છે કે કેમ ? તથા કયા કારણોસર આગ લાગી તે તપાસનો વિષય બન્યો છે.

શોર્ટ સર્કિટના કારણે આગ લાગ્યાનું પ્રાથમિક તારણ: ફાયર  ફાઈટરો ઘટના સ્થળે દોડી ગયા

જૂનાગઢ શહેરના સરદાર બાગ નજીકના એક કોમ્પલેક્ષના બીજા માળે આવેલા કનેરીયા હોસ્પિટલની પાસેની એસ.આર. એલ. લેબોરેટરીમાં આજે વહેલી સવારે ચાર વાગ્યાના અરસામાં એકાએક આગ ભભૂકી ઉઠી હતી અને આગની જવાળાઓ એ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું હતું. અને ધુમાડાના ગોટેગોટા ફેલાતા પાસેની હોસ્પિટલમાં દાખલ દર્દીઓ, સગાઓ અને લોકોમાં ચિંતા સાથે અફડા તફડી મચી જવા પામી હતી, જે અંગેની જુનાગઢ ફાયર બ્રિગેડ તથા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસ અને ફાયરબ્રિગેડનો સ્ટાફ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો અને લગભગ અડધી કલાકની જહેમત બાદ ફાયર ફાઇટરોએ આગને કાબુમાં લીધી હતી શહેરના સરદાર બાગ નજીક લેબોરેટરીમાં ફાટી નીકળેલ આગથી ધુમાડાના ગોટેગોટા  કોમ્પ્લેકસના તમામ માળ ઉપર ફેલાયા હતા ત્યારે  લેબોરેટરી ની બાજુમાં આવેલા ક્ધયા કનેરીયા હોસ્પિટલ માં લગભગ 11 જેટલા દર્દીઓ સારવાર લઇ રહ્યા હતા તેમને સફોકેશનની તકલીફ થતા તેમને 108 સહિત બે એમ્બ્યુલન્સ દ્વારા અન્ય હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. સરદાર બાગ વિસ્તારમાં કોમ્પલેક્ષના બીજા માળે આવેલ એસસારએલ હોસ્પિટલમાં લાગેલા આગ અંગે લેબોરેટરીના સંચાલકોના જણાવ્યા અનુસાર આ આગ ઈલેક્ટ્રીક શોર્ટ સર્કિટ અથવા તો ઇન્વેટર કે બેટરી ફાટવાને કારણે આ આગ લાગે છે. જો કે, જે લેબોરેટરીમાં આગ લાગી છે તેની પાસે ફાયર સેફટી સર્ટી છે કે નહીં તે અંગેની કોઈ પુષ્ટિ થઈ નથી, ત્યારે આ કેમ લાગી ? અને જે લેબોરેટરીમાં આગ લાગી છે તે લેબોરેટરી ફાયરસેફ્ટીના સર્ટીફિકેટ ધરાવે છે કે કેમ ? તે પણ તપાસનો વિષય બન્યો છે.

 

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.