જટિલ ઓપરેશન હોવાથી ટેકનોલોજીનું મહત્વ રાખવું જરૂરી હતું
આજના સમયમાં એવું જાણવા મળે છે અને જોવા મળે છે કે લોકો પણ એવી વાત કરતા આપણે સાંભળીએ છીએ કે વિદેશમાં આપણા કરતાં ખૂબ સારી ટેકનોલોજી છે ખૂબ સારા સંશોધનો થયા છે અને ત્યાંની મેડિકલ ફેસીલીટી પણ ખૂબ સારી ત્યારે આ પ્રકારની વાતને સણસણતો જવાબ આપતી એક ઘટના જૂનાગઢમાં બની.. જેમાં લંડનથી એક મહિલાએ જુનાગઢ આવી અને પોતાના ગર્ભાશયની ગાંઠનું ઓપરેશન કરાવ્યું. કારણકે ત્યાં મહિલાને ઓપરેશનમાં શરીરના કાપકુપ સાથે જીવનું પણ જોખમ હોવાનું જણાવવામાં આવ્યું હતું જ્યારે અહીં તરત જ સારવાર કરી આપવામાં આવી હતી
શું હતી મહિલા ને તકલીફ
મહિલાને થયેલા રોગ વિશે જણાવતા લાઇફ કેર હોસ્પિટલના ડોક્ટર કે.પી. ગઢવીએ માહિતી આપી હતી કે , ઝહીરાબેન દેનીશભાઈ નામના વ્યક્તિ જે લંડનની અંદર હાલ સ્થાયી છે. તેમને આગળ ત્રણ સિઝેરિયન થયેલા હતા અને ગર્ભાશયમાં ગાંઠ તેમજ ચોકલેટ સિષ્ટ હતું. મહિલાના ગર્ભાશયની અંદર અને ગર્ભાશયની આસપાસ પેશાબની થેલી , આતરડા તે બધું ખૂબ ચોટેલું હોય. આ બાબતની જાણકારી એક વર્ષ પહેલા તેમને કરી હતી. ત્યારે જણાવવામાં આવ્યું હતું કે તમારે ઓપરેશન ની જરૂર છે પરંતુ દંપતી લંડનના નિવાસી છે એટલે એ લોકો ત્યાં જતા રહ્યા ત્યાંના ડોક્ટરને દંપતીએ ત્રણથી ચાર ડોક્ટરને બતાવ્યું અને તમામ લોકોએ જણાવ્યું કે ઓપરેશનની જરૂર છે. બ્લડ રિપોર્ટ એમઆરઆઇ બધું કરાવ્યું પણ અંદરનું બધું ચોટેલું હોવાથી ત્યાં ડોક્ટરોએ તેને લેપ્રોસ્કોપીક ઓપરેશન એટલે કે દૂરબીન વડે ઓપરેશન કરીને ગર્ભાશય જે કાઢવાનું થાય અને તેની અંદર ઓછામાં ઓછી ચીરફાડ થાય, પેટ ઉપરથી ત્રણ હોલ કરી અને આખું ગર્ભાશયનું ઓપરેશન થઈ જાય. આ પ્રકારના ઓપરેશનમાં દર્દીની રિકવરી ખૂબ ઝડપથી આવે છે. આ પ્રકારનું ઓપરેશન કરવાની તે દેશના ડોક્ટરોએ ના પાડી કારણ કે આ પ્રકારે અંગો ચોંટી ગયા હોવાથી ડોક્ટરોને પણ અપજસ લેવા જેવી બાબત થઈ શકે તેમ હતી.
લંડનની અંદર જેટલા પણ ડોક્ટરને બતાવવામાં આવ્યું તે તમામ ડોક્ટરોએ જે રીતે સિઝેરિયન કરવાનું થાય તેવી રીતે ની પદ્ધતિથી જ ઓપરેશન કરવાનું જણાવ્યું જેથી તે ખૂબ રિકવરી માટે પણ અઘરું હતું. કારણ કે મહિલાને પહેલા ત્રણ સિઝેરિયન થયેલા છે અને એક વખત ટાંકા પણ પાકેલા છે. અને ફરીથી એ જ જગ્યાએ આ પ્રકારનું ઓપરેશન કરવામાં આવે તો અમુક પ્રોબ્લેમ પણ ઊભા થઈ શકે તેમ દંપતીને લાગ્યું….
આ કિસ્સા બાદ ફરીથી દંપતી જૂનાગઢના તબીબ ડો. કે પી ગઢવીનો સંપર્ક કર્યો.. ત્યારે તબીબે જણાવ્યું કે 99.99 ટકા લેપ્રોસ્કોપીથી આ ઓપરેશન થઈ શકશે પરંતુ જો ઓપરેશન કરતા સમયે ખ્યાલ પડે કે વધુ પડતા અંગો ચોટેલા છે તો પછી અંગો ખોલીને ઓપરેશન કરવું પડે. જે માટે 1 ટકા રિસ્ક રહેલું છે. એક મહિના સુધીના વિઝાથી દંપતી જુનાગઢ આવ્યું અને ડૉ. ગઢવી પાસે ઓપરેશન શરૂ કરાવ્યું. સફળ ટીમ દ્વારા દોઢ કલાકની અંદર આ ઓપરેશન પૂરું કર્યું અને મહિલાને ત્રણ દિવસની અંદર તો પોતે જાતે ચાલીને જઈ શકે તે પ્રકારે સ્વસ્થ થઈ ગયા હતા.
ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના કર્યા વખાણ
આટલી સરસ ટેકનોલોજીથી અને ખૂબ ઓછા સમયમાં મહિલા ને સ્વસ્થતા થઈ જતા ઝહિરાબેન અને ડેનિશભાઈ દ્વારા ઇન્ડિયન મેડિકલ સિસ્ટમના વખાણ કરવામાં આવ્યા હતા કારણ કે લંડનમાં તેમને જે ઓપરેશનની ના પાડી દેવામાં આવી હતી તે ઓપરેશન ભારતના જૂનાગઢમાં તેમને કરી આપવામાં આવ્યું હતું.
આ પ્રકારના કિસ્સા કેટલા
સામાન્ય રીતે ગર્ભાશયનું ઓપરેશન તે ખૂબ સામાન્ય માનવામાં આવે છે. પરંતુ આ ઓપરેશનમાં પહેલેથી ત્રણ સિઝેરિયન થયેલા હતા, ગર્ભાશયમાં ગાંઠ હતી , ચોકલેટ સિસ્ટ એટલે ગર્ભાશય અને અંડાશય બંને બાજુ ગાંઠ , માસિક નો બગાડ અંદરના ભાગે , આ તમામ અંગો સાથે બધું ચોટેલું હતું. ત્રણ ઓપરેશન થયેલા હતા એટલે પેશાબની થેલી પણ ચોટેલી હતી. આ એટલું બધું જટિલ ઓર્ગન ખૂબ નાજુકાઈથી ઓપરેશન કરવાની જરૂર પડી હતી.
જૂનાગઢનો સંપર્ક કેવી રીતે થયો
શહીરાબેનના પતિ જુનાગઢ ના વતની છે. છેલ્લા 20 વર્ષથી તે યુકે સ્થાયી થયા છે. તેથી તેમને જૂનાગઢના સંપર્કથી ખ્યાલ પડ્યો કે આ જગ્યાએ તેમનું ઓપરેશન સફળ રીતે થઈ શકશે….
અહેવાલ : ચિરાગ રાજ્યગુરુ