Abtak Media Google News

“ઉઘડી ગઇ છે સ્કુલ અમારી ઝટ હું ભણવા જાવ”

ક્રાંતિકારી વિચારનાં પ્રેરક અને પ્રણેતા ગુજરાતનાં પુર્વ મુખ્યમંત્રી અને હાલનાં લોકલાડીલા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી દ્વારા વર્ષ ૨૦૦૩થી કન્યાકેળવણી રથયાત્રા અને શાળાપ્રવેશોત્સવની શરૂઆત કરી “સૈાનો સાથ સૈાનો વિકાસ” સુત્રને સાર્થક કરતાં સમાજને સાથે જોડીને છેલ્લા ૧૫ વર્ષનાં અવિરત પ્રયાસોથી પ્રથમિક શાળાઓમાં ૧૦૦ ટકા નામાંકનનાં લક્ષ્યને હાંસલ કરવા કાર્યક્રમો અમલી છે. શિક્ષણ એ અવિરત સાધના છે.

પ્રાથમિક શિક્ષણમાં પ્રવેશોત્સવ કાર્યક્રમની સફળતાથી પ્રેરાઇને મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ રૂપાણીના માર્ગદર્શન અને પ્રેરણાથી માધ્યમિક શાળાઓમાં પણ પ્રવેશોત્સવ યોજવાનું નક્કી કરવામાં આવ્યુ છે.

Dfpb 4Lu0Aiczfy

પ્રાથમિક અને માધ્યમિક બન્ને કક્ષાએ શહેરી કક્ષાએ તા. ૨૨ અને ૨૩ જૂનનાં રોજ પ્રવેશોત્સવ યોજનાર છે. રાજ્ય પાઠ્યપુસ્તક મંડળનાં કાર્યકારી અધ્યક્ષ ડો. નિતીનભાઇ પેથાણી તા. ૨૨ જુને કે.જી.ચૈાહાણ કન્યા વિદ્યાલય અને ટીંબાવાડી શાળામાં વિદ્યાર્થીઓને સવારે ૮-૦૦ કલાકે શાળા પ્રવેશ અપાવી ૧૧-૦૦ કલાકે એમ.જી.ભુવા કન્યા વિદ્યામંદિર જોષીપરા અને જોષીપરા પે સેન્ટરનાં વિદ્યાર્થીઓને શાળામાં નામાંકન કરાવી પ્રવેશ અપાવશે.

તા. ૨૩ જૂનનાં રોજ ડો. પેથાણી ગવર્નમેન્ટ ગર્લ્સ હાઈસ્કુલ, વણજારી પ્રાથમીક શાળા અને કન્યાશાળા ચીતાખાના ચોક ખાતે બાળકોને શાળામાં પ્રવેશ અપાવશે. ૧૧-૦૦ કલાકે સ્વામિનારાયણ ગુરૂકુળ વિદ્યાલય માધ્યમિક વિભાગ અને જવાહર પ્રા.શાળામાં શાળા પ્રવેશોત્સવ અને કન્યાકેળવણી કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રોત્સાહિત કરશે.

જૂનાગઢ જિલ્લાનાં નવ તાલુકામાં શહેરી વિસ્તારની સરકારી કુલ ૮૦ શાળા આવેલી છે. જ્યારે ૧૭ માધ્યમિક શાળાઓ છે. જેમાં સર્વે આધારીત પ્રવેશપાત્ર કુમાર ૧૦૦૮ અને કન્યા ૧૦૬૦ મળીને ૨૦૬૮ વિદ્યાર્થીઓ નોંધાયેલ છે. આ કાર્યક્રમ દરમ્યાન આંગણવાડી તથા શાળા છોડી ગયેલા બાળકોના પ્રવેશોનો કાર્યક્રમ હાથ ધરવામાં આવશે.

માનવીના વિકાસ માટેનો સૈાથી મહત્વનો આયામ શિક્ષણ છે. ગુજરાતની ભાવી પેઢી સુરક્ષીત,સંસ્કારી અને રાષ્ટ્રપ્રેમી બને તે માટે આપણા સહુનાં સહિયારા પ્રયત્નો અવશ્ય રંગ લાવશે,તેવા વિશ્વાસ સાથે આવો આપણે પણ શાળા પ્રવેશોત્સવનાં શહેરી વિસ્તારની ઉજવણી કાર્યક્રમમાં સહભાગી બની  સમાજઋણ અદા કરવા મહયજ્ઞમાં જોડાઇએ

વિશ્વ યોગદિવસની ઉજવણીમાં જોડાતા જૂનાગઢની આંગણવાડીના નાના ભુલકા

જૂનાગઢમાં વિશ્વયોગ દિવસની ઉમંગ અને ઉલ્હાસભર્યા માહોલમાં ઉજવણી કરવામાં આવી, નાન-મોટા અબાલ વૃધ્ધોએ યોગને અત્મસાત કરવા વિશ્વયોગ દિવસે આયોજીત યોગશિબિરમાં સહભાગીતા નોંધાવી હોય ત્યારે જૂનાગઢનાં નાના-ભુલા કેમ આ ઉજવણીથી અળગા રહે ? જી હા જૂનાગઢની આંગણવાડીમાં નાના-બાળા ભોળા ભુલકાઓએ તેમને આવડે તેવી રીતે વિશ્વયોગની ઉજવણીમાં સહયોગીતા રજુ કરી હતી જીલ્લા પ્રોગ્રામ ઓફીસર શારદાબેન દેસાઇ અને આંગણવાડીનાં સંચાલીકા બહેનો અને સંકલીત બાળ વીકાસ યોજના અધિકારી સૈાએ ભુલાકા સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણીમાં ભાગ લીધો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.