Abtak Media Google News

કારખાનાની બારીઓ તોડી ચોર ધુસતા સીસીટીવીમાં કેદ

જુનાગઢમાં ખોડીયાર એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગત તા.૧પમી માર્ચે રાત્રીના સમયે તસ્કરોએ ચાર કારખાનાઓને નિશાન બનાવી બારીઓ તોડી રૂ ૨૭ હજારની ચોરી કર્યાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે. પોલીસે ઘટના સ્થળે પહોચી સીસીટીવી કુટેજના આધારે વધુ તપાસ હાથ ધરી છે.

આ અંગે પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જુનાગઢ ગીરીરાજ સોસાયટીમાં રહેતા અને ખોડીયાર એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં કારખાનું ધરાવતા હસમુખભાઇ ચંદુભાઇ મોણસરી નામના કારખાનેદારે નોંધાયેલી ફરીયાદ મુજબ જુનાગઢના ખોડીયાર એસ્ટેટ ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં ગત રાત્રીને આનંદ બાયોકોલ, રાધેશ્યામ પ્રોટેસ, પાવનપુર ઇન્ડ્રસ્ટ્રી અને અવસર ઇન્ડસ્ટ્રી સહીત ચાર કારખાનોઓને તસ્કરોએ નિશાન બનાવી બારીઓ તોડી કારખાનામાં ધુસી ચારેય કારખાનાઓમાંથી કુલ રૂ ૨૭ હજારની ચોરી કરી ગયાનું પોલીસ ચોપડે નોંધાયું હતું.

ઘટનાની જાણ થતાં જુનાગઢ તાલુકાના પીએસઆઇ એ.બી. સરવૈયા સહીતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી સીસી ટીવી કુટેજના આધારે તપાસ હાથ ધરી અજાણ્યા શખ્સોની શોધખોળ હાથ ધરીછે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.