Abtak Media Google News

શહેરની વિવિધ બજારોની દુકાનમાં મ્યુનિસિપલ કમિશનરનું ચેકીંગ

જુનાગઢ મહાનગરમાં કોરોના સંક્રમણ ને કારણે વધી રહેલા કોરોના પોઝિટિવ કેસની ગંભીરતા ધ્યાને લઈને આજે મહાનગરપાલિકાના કમિશનર સહિતના અધિકારીઓ શહેરમાં લોકો માસ્ક પહેરી ફરે છે કે કેમ તથા વેપારીઓ દ્વારા યોગ્ય અંતર અને સેની ટાઇઝ સહિતની તંત્રની માર્ગદર્શિકા મુજબ દુકાન ખુલ્લી રાખી વ્યવસાય ચલાવે છે કે કેમ ? તે અંગે ચેકિંગ હાથ ધર્યુ હતું અને સરકારી ગાઈડ લાઈનમાં ભંગ કરતા વેપારીઓને કડક શબ્દોમાં તાકીદ પણ કરવામાં આવી હતી.

જૂનાગઢ મનપાના કમિશનર તુષાર સુમેરા આસિસ્ટન્ટ કમિશનર પ્રફુલ્લ કનેરિયા, દબાણ શાખાના ડોડીયા અને સોપ ઇન્સ્પેક્ટર વિરલ જોષી સહિતના અધિકારીઓ શહેરના નવા નગરવાડા, કાળવા ચોક, વણઝારી ચોક, આઝાદ ચોક સહિતના વિસ્તારોમાં પગપાળા નીકળ્યા હતા અને ૩૦૦ જેટલી દુકાનો ચેક કરી સોશિયલ ડિસ્ટન્સ, સહિતની તંત્રની માર્ગદર્શિકાનું ઉલ્લંઘન કરતા વેપારીઓને કડક શબ્દોમાં “હવે આવું ચલાવી લેવામાં આવશે નહીં” તેવી તાકિદ કરવામાં આવતા આવી હતી. અને માસ્ક પહેર્યા વગરનાં નીકળેલા લોકોને માસ્ક પહેરાવી આરોગ્યની ચિંતા પણ કરી હતી.

જો કે, આ બાબતે વેપારીઓમાં થતી ચર્ચા મુજબ આજે જૂનાગઢના સદ નસીબે આબા ખાડા ખબડવાળા અને કિચ કાણ વાળા રસ્તાઓ ઉપર મનપાના કમિશનર સહિતના અધિકારીઓ પોતાની કચેરી અને ગાડી છોડી પગપાળા ચાલી લોકોની ખેવના કરવા નીકળ્યા હતા ત્યારે આ જૂનાગઢના આ સદભાગ્ય ગણાશે અને જો અધિકારીઓ ખરેખર ગાડી અને કચેરીમાંથી બહાર નીકળી, જૂનાગઢવાસીઓની ખેવના ચાલુ રાખશે તો ભવિષ્યમાં જૂનાગઢના કોરોના સહિતના અનેક પ્રશ્નો અને મુશ્કેલીઓમાંથી પ્રજાજનો જરૂર બહાર આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.