Abtak Media Google News

બીજી ઓક્ટોબરનાં મંગળપ્રભાતે શાળાનાં વિદ્યાર્થીઓ સંગાથે પોલીસ, એન.સી.સીનાં જવાનો જોડાયા પ્રભાતફેરીમાં- સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં સંદેશાનાં સૂત્રોથી જૂનાગઢના માર્ગો ગુંજી ઉઠ્યા

Img 0057

આપણાં રાષ્ટ્રપિતા પરમપુજ્ય ગાંધીજી પ્રતિભા સંપન્ન નેતા, ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાનાયક, વિશ્વ માનવ હતા, તેઓ મહાત્મા ગાંધી નામે વિશ્વભરમાં જાણીતા બન્યા હતા. પુજ્ય ગાંધીજી ભારતના રાષ્ટ્રપિતા તરિકેનું માન પામ્યા છે, બ્રિટીશ રાજ પાસેથી આઝાદી મેળવવાની ભારતની ચળવળને દુનિયાના નક્શા પર મૂકી. તેમના આદર્શો ભારતમાં અને અન્ય દેશોમાં પણ શાંતિમય પરિવર્તનની ચળવળ માટે પ્રેરણાદાયક રહ્યા છે. અહિંસક ચળવળની ફિલસૂફીએ રાષ્ટ્રીય અને આંતર-રાષ્ટ્રીય સ્તરે શાંતિપૂર્ણ તબદીલી ઉપર ખૂબ ઊંડો પ્રભાવ પાડ્યો.

Img 0121ગાંધીજીની સત્યાગ્રહી ચળવળ એ એક આઝાદી લડતનો સત્યાગ્રહ હતો, ગાંધીજીના જીવનમાં અને કાર્યમાં સ્વચ્છતા એવી તો વણાઈ ગઈ હતી કે બાપુને યાદ કરતાં સહજપણે જ સ્વછતા વિષેના તેમનાં કાર્યો, સ્વચ્છા વિષેનો બાપુનો પ્રેમ તો યાદ આવી જ જાય… તેમને મન સ્વછતા એ માત્ર કચરો સાફ કરવાના સ્થૂળ અર્થમાં નહીં પરંતુ કોઈ પણ વસ્તુના યોગ્ય અને કરકસરયુક્ત ઉપયોગ વડે ઓછામાં ઓછો બગાડ થાય અને બધું જ એ રીતે વપરાયા પછી પણ જે કચરો નીકળે તે યોગ્ય જગ્યાએ પહોંચે એવા સૂક્ષ્મ અર્થમાં છે… ટૂંકમાં સ્વચ્છતા એ કોઈ પ્રક્રિયા નથી પણ રોજબરોજની જીવનશૈલીનો એક ભાગ છે.

Img 0063સમાજ જીવનને લગતા અનેક વિચારોની પ્રયોગશાળા સમા ફિનિક્સ આશ્રમમાં સ્વછતા માટે જે પદ્ધતિ વિકસાવી હતી તેને સમજવી કદાચ આજના સંદર્ભે ઘણી ઉપયોગી છે તે વિચારોને આત્મસાત કરવા અને જૂનાગઢ નગરવાસીઓ મહાત્માને જન્મદિને સાચા અર્થમાં શ્રધ્ધા સ્મરણ અર્પણ થાય તેવો કાર્યક્રમ યોજાયો હતો. બીજી ઓક્ટોબરનાં મંગળ પ્રભાતે શામળદાસ ગાંધી ટાઉનહોલ સમીપેથી અને શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાની સાક્ષીએ જૂનાગઢની વિવિધ શાળાનાં વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, અને જૂનાગઢનાં નગરજનોની પ્રભાતફેરીને જિલ્લા શિક્ષણાધિકારી બી.એસ.કૈલાએ પ્રસ્થાન કરાવ્યુ હતુ. રેલી જૂનાગઢનાં રાજમાર્ગો પર સ્વચ્છતા ત્યાં પ્રભુતાનાં નાદભર્યા સુત્રો ગૂજતા કરતી આરઝી હકુમતની સાક્ષીપુરતી બહાઉદ્દિન કોલેજ પટાંગણે પહોંચતા ત્યાં સભાસ્વરૂપે ફેરવાઇ હતી.

Img 0132જ્યાં મહાનુભાવોએ ગાંધીજીની છબીને સુતરની આંટી પહેરાવી ભાવાંજલી વ્યક્ત કરી હતી. બહાઉદ્દીન કોલેજ પરિસરમાં નરસિંહ મહેતાનાં રચીત પદો વૈશ્ણવજન તો તેને રે કહીએ જે પીડ પરાઇ જાણે રે…… તથા રઘુપતિ રાઘવ રાજા રામ……નું ગાન કરાયુ હતુ. આ પ્રસંગે જૂનાગઢનાં મેયર સુશ્રી આદ્યાશક્તિબેન મજમુદાર, કલેકટરશ્રી ડો. સૈારભ પારધી, મ્યુ. કમિશ્નર શ્રી પ્રકાશ સોલંકી, નિવાસી અધિક કલેકટર ડી.કે.બારીઆ, સિનીયર સિટીઝન મંડળનાં જે.બી.માકડ અને સભ્યો,પ્રાથમિક શિક્ષણધિકારી કે.એ.પટેલ, અગ્રણી વજુભાઇ હીરપરા, નગરસેવક મોહનભાઇ પરમાર, સુરેશભાઇ પાનસુરીયા, જ્યોતિબેન વાછાણી, નિલેષભાઇ ધુલેશીયા તેમજ વિવિધ વિભાગનાં અધિકારીઓ, કર્મચારીઓ અને નગરજનો સર્વધર્મ પ્રાર્થનાસભામાં ઉપસ્થિત રહ્યા હતા. બાદમાં ગાંધીચોક ખાતે સાથી મહાનભાવો સાથે ગાંધી પ્રતિમા સ્થળે નાયબ મેયર ગીરીશભાઇ કોટેચા, અગ્રણી પ્રદિપભાઇ ખિમાણી, શૈલેષભાઇ દવે, સંજયભાઇ કોરડીયા, શશીભાઇ ભીમાણી, નગરસેવકો, રાજકીય આગેવનો, પ્રબુધ્ધ શહેરજનો પણ જોડાયા હતા. અને નગરને સ્વચ્છ રાખવા સંકલ્પનાં વ્યક્ત કરી હતી. મહાત્મા ગાંધીની પ્રતિમાને સુતરની આંટી અર્પણ કરી શ્રધ્ધાભાવ વ્યક્ત કર્યો હતો.

Img 0048જૂનાગઢનાં ચુનારવાડા વિસ્તારનાં રહીશોને સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો સંદેશો આપવા, મહાત્માનાં વિચારોનો પ્રચાર-પ્રસાર થાય, તે હેતુ કલકેટરશ્રી ડો. પારઘી, મેયરશ્રી, કમિશ્નરશ્રી સોલંકી,તથા આગેવાનોએ ચુનારવડા વિસ્તારમાં શેરીએ શેરીએ ભ્રમણ કરી વિસ્તારનાં રહીશોને સ્વચ્છતાની સમજણ આપી હતી.

Img 0054આ તકે કલેકટરશ્રી અને મેયરશ્રીએ વિસ્તાર મુલાકાત દરમ્યાન વિસ્તાર રહીશો સાથે વાત કરતા જણાવ્યુ હતુ કે ગાંધીજીએ ભારતના ‘સ્વરાજ’ માટે જીવન સમર્પીત કરી દીઘું. એ સાચું છે, પણ વધારે સાચું એ છે કે ગાંધીજીએ ભારત કરતાં પણ વધારે ભારતીયોના ‘સ્વરાજ’ માટે – સ્વરાજના રાજકીય નહીં, પણ સામાજિક ખ્યાલ માટે- જીવન ખર્ચી નાખ્યું. એવું ‘સ્વ-રાજ’ જેમાં ભેદભાવનું કે અસ્પૃશ્યતાનું કે ભપકાબાજીનું નહીં, પણ વ્યક્તિનું પોતે સ્વાશ્રયથી ટકી શકે અને સ્વમાનથી જીવી શકે, એ ગાંધીજીનો સ્વરાજનો ખ્યાલ હતો. એ ખ્યાલ તેમણે જીવનભર સેવ્યો અને ભેદભાવ વગર સ્વચ્છ નિરામયી ‘સ્વરાજ’ના ખ્યાલ માટે તો તેમણે સમાજને શીખ આપી છે ત્યારે સૈાએ અઠવાડિયે બે કલાક સ્વચ્છતા માટે ફાળવવા અપીલ કરી હતી.

Img 0034સ્વામિ વિવેકાનંદ શાળાનાં પુર્વ વિદ્યાર્થી મનિષ જાનીએ શિક્ષણ વિભાગને ગાંધીજીની પેન્સીલ આર્ટ તસ્વીર ભેટ ધરી

Untitled 1 3જૂનાગઢ શહેરની પૈારાણિક શિક્ષણ સંસ્થા સ્વામિવિવેકાનંદ શાળામાં એક સમયે અભ્યાસ પુર્ણ કરનાર મનીષભાઇ જાનીએ પોતાએ તૈયાર કરેલ મહાત્મા ગાંધીની પેન્સીલ આર્ટથી તૈયાર કરેલ તસ્વીર કલેકટરશ્રી સૈારભ પારધી અને મેયરશ્રી આદ્યાશક્તિબેનની ઉપસ્થિતીમાં પોતાનાં પુત્ર અને હાલમાં સ્વામિવિવેકાનંદ શાળામાં ધો-૧૧ કોમર્સમાં અભ્યાસ કરતા ચિ. હર્ષ જાનીનાં હસ્તે જિલ્લા શિક્ષણ અધિકારીને શિક્ષણવિભાગ વિભાગની કચેરી માટે અર્પણ કરી હતી.

આ તકે મનીષભાઇ જાનીએ જણાવ્યુ હતુ કે મહાત્મા ગાંધી આપણા સૈાનાં મુક્તિદાતા છે, મહાત્મા થકી આપણે સૈા આજે આઝાદ ભારતમાં વીકાસના ફલકે આપણી પ્રતીભાને અંકીત કરી રહ્યા છીએ ત્યારે આજે ગાંધીજીના જન્મદિન નિમિત્તે મારી શાળામાં મારા હસ્તે તૈયાર કરાયેલ ગાંધીજીની તસ્વીર મારાપુત્રના હસ્તે અર્પીત થાય તે મારા જીવનનું અહોભાગ્ય છે. આજનો દિવસ મારા માટે યાદગાર બની રહ્યો છે. આ તકે શાળાનાં આચાર્યા સુશ્રી સ્મીતાબેન નાગ્રેચા અને શિક્ષણ વીભાગનાં અધિકારીઓ તથા શહેરનાં નગરજનો પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.