Abtak Media Google News

સાદાત જમાત દ્વારા હુસેન મંઝિલમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં રક્તદાતાઓનો જબ્બર પ્રતિસાદ

આંતરરાષ્ટ્રીય સ્તરે સેવાકીય કાર્ય કરતી વિશ્વની ટોચની સંસ્થા “હું ઇસ હુસૈન’ દ્વારા તારીખ 27મી ઓગસ્ટનો દિવસ માનવસેવા માટે એક નવો રાહ ચિંતનારો દિવસ બનાવવા માટે વિશ્વના છ ખંડો એશિયા આફ્રિકા યુરોપ ઉપર અમેરિકા દક્ષિણ અમેરિકા અને ઓસ્ટ્રેલિયાના કુલ 40 થી વધુ દેશોમાં એક જ સાથે એક જ સમયે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે આ કેમ્પ થકી એક જ દિવસમાં 50,000 યુનિટ બ્લડ એકત્રિત કરવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે.

Img 20220827 Wa0047

જે વિશ્વ વિક્રમ બનશે એકત્રિત થનારું બ્લડ સ્થાનિક સરકારી સિવિલ હોસ્પિટલમાં આપવામાં આવશે ધર્મ જ્ઞાતિ જાતિ રંગ કે દેશના સીમાળાની મર્યાદા વગર આ એક વિશ્વ વ્યાપી અભિયાન છે આ અભિયાનમાં જુનાગઢ જોડાયું છે જૂનાગઢના ગિરનાર રોડ પર આવેલી હુસેન મંજિલ અલમ શરીફ ના ડેલામાં બ્લડ ડોનેશન કેમ્પનો પ્રારંભ કરવામાં આવ્યો છે જીએમઇઆરએસ હોસ્પિટલ અને મેડિકલ કોલેજના ડોક્ટર અને સ્ટાફ દ્વારા ટેકનિકલ આસિસ્ટન્ટ અને જરૂરી સહાયતા સાથે શરૂ થયેલા.

Img 20220827 Wa0046

આ બ્લડ બેન્ક બ્લડ ડોનેશન કેમ્પમાં ભારે પ્રતિસાદ મળી રહ્યો છે આ કેમ્પમાં જુનાગઢ સિવિલ હોસ્પિટલના મેડિકલ ઓફિસર ડોક્ટર ફાતેમા બુખારી કાઉન્સિલર મુકેશભાઈ ધાંગિયા સોહિલભાઈ જેઠવા મારિયા પઠાણ મનીષભાઈ મહેતા કમલેશભાઈ જેઠવા એ પોતાની ફરજ બજાવી હતી બ્લડ ડોનેશન કેમ્પ ના આયોજનમાં ઇશનાસરી સાદા ત જમાતના સફદર હુસેન સૈયદ, સીબતે  હુસેન બુખારી ઈરફાન અબ્બાસ બુખારી, જહીર અબ્બાસ ઝાહિદ હુસેન મધુર સોશિયલ ગ્રુપના પ્રમુખ સલીમભાઈ ગુજરાતી અને કાર્યકરોએ જહેમત ઉઠાવી બ્લડ ડોનેશન કેમ્પ ને સફળ બનાવ્યું હતું

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.