જૂનાગઢ: વધુ 237 લોકો કોરોનાની ઝપેટમાં, જાણો ક્યાં તાલુકામાં કેવી છે સ્થિતિ

0
51

180 દર્દીઓ કોરોનાને મહાત આપતા ડિસ્ચાર્જ 

જુનાગઢ શહેર તથા જિલ્લામાં કોરોના વિકરાળ રૂપ ધારણ કરતો જાય છે, બેકાબુ અને બેખોફ બનેલ કોરાના દિન પ્રતિદિન ભયંકર રીતે સંક્રમણ વધારી રહ્યો છે. ત્યારે ગઈકાલે ગુરુવારે પણ જૂનાગઢ શહેરના 3 મળી જિલ્લાના કુલ 7 દર્દીનો કોરોના એ ભોગ લીધો છે અને  છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 110 લોકો સહિત જિલ્લાના અત્યાર સુધીના સૌથી વધુ 237 લોકોને ઝપેટમાં લઇને કોરીનાએ પોઝિટિવ બનાવી દેતા સમગ્ર સોરઠ પંથકમાં કોરોનાએ હાહાકાર મચાવી દિધો છે, સતત વધતા જતા કોરોના કેસના કારણે  જિલ્લા તંત્ર દોડતું થયું છે, આરોગ્ય વિભાગ  વધુ પડતા દર્દીઓ અને ઓછી સુવિધાથી અપંગ જેવી સ્થિતિમાં છે. જ્યારે  શહેર તથા જિલ્લામાં એકપણ કોવીડ હોસ્પિટલમાં કોરોના પોઝિટિવ દર્દીઓ માટે ખાટલા નથી અને એક પણ કેર સેન્ટરમાં જગ્યા નથી ત્યારે દર્દીઓ અસહ્ય તકલીફ ભોગવી રહ્યા છે, પરિવારજનો ચિંતિત થઈ રહ્યા છે.

જૂનાગઢ સહિત જિલ્લામાં છેલ્લા ઘણા દિવસોથી કોરોના કૂદકે ને ભૂસકે લોકોને સંક્રમિત કરી રહ્યો છે, જેને લઇને શહેરમાં અને જિલ્લામાં  પોઝિટિવ દર્દીઓનો ગ્રાફ સતત ઉંચો જઈ રહ્યો છે.  ગઈકાલે જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેર થયેલા આંકડા મુજબ છેલ્લા 24 કલાક દરમિયાન જૂનાગઢ શહેરના 3, જૂનાગઢ તાલુકાના 1, કેશોદ તાલુકાના 1, માણાવદર તાલુકાનાં 1 અને મેંદરડા તાલુકાના 1 દર્દી મળી કોરોના ગ્રસ્ત કુલ 7 દર્દીઓના મૃત્યુ નિપજ્યા છે, જ્યારે જૂનાગઢ શહેરના 110, જૂનાગઢ તાલુકાના 14, કેશોદ તાલુકાના 20, ભેસાણ તાલુકાના 15, માળિયા તાલુકાના 5,  માણાવદર તાલુકાનાં 20,  મેંદરડા તાલુકાનાં 15, માંગરોળ તાલુકાના 17,  વંથલી તાલુકાના 11 અને વિસાવદર તાલુકાના 10 મળી કુલ 237 લોકો કોરોના ગ્રસ્ત જાહેર થતાં તેમને હોસ્પિટલમાં સારવારમાં લેવામાં આવ્યા છે. જો કે તેમની સામે કોરોનાને મહાત આપેલ 180 દર્દીઓને ગઈકાલે હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here