Abtak Media Google News

કલેકટર અનીલકુમાર રાણાવાસીયાએ ચાર્જ સંભાળતા તંત્રમાં આવ્યો સંચાર

જુનાગઢ કલેકટર એ ચાર્જ સંભાળતાની સાથે જ વહીવટી અને જાહેર સેવાના હિતાર્થ જિલ્લાના 12 જેટલા નાયબ મામલતદારોની આંતરિક બદલીના હુકમ કર્યા છે.

જુનાગઢ જિલ્લામાં વહીવટી તંત્રના અધિકારીઓની અવાર નવાર બદલીઓ અંગે તત્કાલીન કલેકટરના વખતમાં અનેક નારાજગી, રોષ અને આક્ષેપો ઉઠ્યા હતા, ત્યારે વહીવટી અને જાહેર સેવાના હિતને ધ્યાને લઈને જૂનાગઢના નવનિયુક્ત કલેકટર અનિલકુમાર રાણાવાસીયાએ ગઈકાલે જિલ્લાના 12 નાયબ મામલતદારોની આંતરિક બદલી કરતો હુકમ કરી,અન્ય જવાબદારીઓ પણ સોંપવામાં આવેલ છે.જુનાગઢ જિલ્લા કલેકટર દ્વારા કરવામાં આવેલા હુકમ મુજબ જૂનાગઢ મામલતદાર કચેરી એટીવીટી શાખાના એમ.એસ ભલસાણીયાની મુખ્ય પુરવઠા નિરીક્ષક તરીકે, મુખ્ય પુરવઠા નિરીક્ષક પી.એ. કહોરની માળીયા હાટીના એટીવીટી નાયબ મામલતદાર તરીકે, કલેકટર કચેરી જમીન- 2 નાં પી.આર. રાયજાદાની કેશોદ નાયબ મામલતદાર સુપર તરીકે, વંથલીના નાયબ મામલતદાર એડિશનલ એ.એલ. જંબુકીયાની કલેકટર કચેરીમાં નાયબ મામલતદાર જમીન- 2 માં, કેશોદના મામલતદાર સુપર વી.એન. પરમારની જુનાગઢ કટલેટર કચેરીના નાયબ મામલતદાર વહીવટ – 1 તરીકે, કે.એચ. દાફડાની નાયબ મામલતદાર ગૃહ શાખામાં, ગૃહ શાખાના નાયબ મામલતદાર ડી.એન. રાઠોડની નાયબ મામલતદાર કેસ શાખામાં, ભેસાણના સર્કલ ઓફિસર જી.એલ. ફીચળીયાની જુનાગઢ કલેક્ટર કચેરીમાં નાયબ મામલતદાર મહેકમ- 2 તરીકે, માંગરોળના મામલતદાર કચેરીના નાયબ મામલતદાર આર.વી. પરસાણીયાની ભેસાણ સર્કલ ઓફિસર તરીકે, મેંદરડાના નાયબ મામલતદાર દબાણની જૂનાગઢ પુરવઠા કચેરીના હેડ કલાર્ક તરીકે, જુનાગઢ કલેક્ટર કચેરીના નાયબ મામલતદાર મહેકમ -2 જે.બી. ડઢાણીયાની જિલ્લા આયોજન કચેરીના નાયબ મામલતદાર અને પુલ કરી પી.એ. ટુ કલેકટર, તેમજ જૂનાગઢ ગ્રામ્યના નાયબ મામલતદાર દબાણ એમ.એસ. ચોટલીયાની જુનાગઢ શહેર નાયબ મામલતદાર એટીવીટી તરીકે બદલી કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.