Abtak Media Google News

જુનાગઢ રેન્જ આઇ.જી.પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ સિંઘ સાહેબે પેરોલ-ફર્લો હેડના તથા નાસતા ફરતા આરોપીઓને પકડવાની કામગીરી બાબતે પેરોલ ફર્લો સ્ક્વોડને સૂચના અને માર્ગદર્શન આપેલ જે અન્વયે પો.સબ ઇન્સ.શ્રી આર.જે.રામ તથા પેરોલ ફર્લો સ્ટાફ પેરોલ-ફર્લો હેડના આરોપીઓની તપાસ અંગે પેટ્રોલિંગમાં હતા એ દરમિયાન PC સંજયભાઈ તથા PSI આર.જે.રામને મળેલ બાતમી આધારે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન ગુ.ર.નં ૧૮૩/૨૦૧૧ પ્રોહી કલમ ૬૬B, ૬૫AE, ૮૧ વિગેરેના કામનો આશરે સાતેક વર્ષથી નાસતો ફરતો આરોપી ભરતભાઈ છગનભાઇ પાથર ઉ.વ.૨૭, રહે. કાલીંભડા તા.માળીયા હાટીના જી.જુનાગઢ. વાળાને માળીયાહાટીના બસ-સ્ટેશન પાસેથી પકડી પાડેલ છે. અને આગળની કાયદેસરની કાર્યવાહી માટે કલોલ તાલુકા પોલીસ સ્ટેશન જાણ કરેલ છે.

આ કામગીરી પેરોલ ફર્લો સ્ક્વોડ પો.સબ.ઇન્સ. શ્રીઆર.જે.રામ તથા ASI નરેન્દ્રભાઈ ડાંગર,HC પ્રદીપભાઈ ગોહિલ, HC જયપાલસિંહ ગોહિલ, PC રમેશભાઈ માલમ તથા સંજયભાઈ વઘેરાનાઓએ કરેલ હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.