મુદત પુરી થઇ જતા ઇ ચલણ ન ભરતા વાહન ચાલકો સામે કોર્ટમાં કાર્યવાહી કરવા જીલ્લા પોલીસ વડાનું સુચન

જૂનાગઢ જિલ્લામાં ખાસ કરીને જૂનાગઢ શહેરમાં જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા આધારે વોચ રાખી, શહેર વિસ્તારમાં વાહન ચાલકો દ્વારા ટ્રાફિક કાયદાનો ભંગ કરવામાં આવે છે, ત્યારે જૂનાગઢ પોલીસ દ્વારા ઇ-ચલણ ઇસ્યુ કરી, વાહન ચાલકો પાસેથી દંડ વસૂલ કરવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા શરૂ કરવામાં આવેલ ઇ ચલણની આ વ્યવસ્થામાં કાયદાનો ભંગ કરતા વાહન ચાલકોના ઘરે ઈ મેમો મોકલવામાં આવે છે અને વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવા માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવેલ હોઈ, મોટા ભાગના વાહન ચાલકો દ્વારા ઇ મેમો ભરવામાં આવે છે. પરંતુ, અમુક વાહન ચાલકો દ્વારા ઈ મેમો ભરવામાં આવતો નથી. ઘણા વાહન ચાલકો ઉપર તો, બે અને ત્રણ ત્રણ ઇ મેમો થયા હોવા છતાં, દંડ ભરવા માટે કોઈ ધ્યાન આપતા નહિ હોવાની બાબત જિલ્લા પોલીસ વડા રવિ તેજા વાસમ શેટ્ટીના ધ્યાને આવતા, ઈ મેમો આધારે દંડ નહિ ભરતા વાહન ચાલકો વિરૂધ્ધ કોર્ટમાં કેસ દાખલ કરવા માટેની કાર્યવાહી કરવા સૂચના આપવામાં આવી હોવાનું જાણવા મળી રહ્યું છે.

જેના ભાગ રૂપે હવે શહેરમાં વાહન ચેકીંગ દરમ્યાન પસાર થતા વાહનોના નંબર પોલીસ પોતાના મોબાઇલ ફોનમાંથી ચેક કરશે, અને જે તે વાહન ચાલકનુ ઇ-ચલણના દંડની રકમ ભરવાની સમય મર્યાદા પૂર્ણ થઇ ગયેલ હોય અને ભરપાઇ કરેલ નહિ હોય તેવા વાહન ચાલકો વિરૂધ્ધ સ્થળ ઉપર જ કાર્યવાહી કરવામાં આવશે.

દરમિયાન  જૂનાગઢ પોલીસની એક યાદીમાં જણાવવામાં આવેલ છે કે, જે વાહન ચાલકોના ઈ મેમો ઇસ્યુ થયા છે, તેઓએ તાત્કાલિક દંડ ભરીી દેવો અન્યથા તેવા વાહન ચાલકો વિરૂધ્ધ કોર્ટ કેસની કાર્યવાહી કરવામાં આવશે. તે સાથે  જૂનાગઢના નાગરિકો પોતાના વાહનનુ ઇ-ચલણ ઇસ્યુ થયેલ છે કે નહિ તે વિિંાંત://યભવફહહફક્ષ ાફુળયક્ષિ.ંલીષફફિિ.ં લજ્ઞદ.શક્ષ/  ઉપર લોગીન કરી, વાહન નંબર નાખીને ચેક કરી શકશે અને ઓનલાઇન પેમેન્ટ પણ કરી શકશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.