Abtak Media Google News

શહેરના બગીચા અને વિવિધ વિસ્તારમાં પોલીસે હાથધરી કાર્યવાહી 

અબતક, દર્શન જોશી જુનાગઢ

જૂનાગઢમાં રોમિયા, આવારા અને લુખ્ખા તત્વો સામે પોલીસે લાલ આંખ કરી, શહેરના બગીચા અને વિવિધ વિસ્તારમાં કાર્યવાહી હાથ ધરતાં, રોમિયાઓ, આવારા અને લુખ્ખા તત્વો મુથીયું વાળીને ભાગ્યા હતા, બીજી બાજુ ભદ્ર સમાજમાં પોલીસની આ કાર્યવાહીની ભારે પ્રશંસા થઈ રહી છે. નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

Img 20220220 Wa0028

જૂનાગઢ શહેરના તળાવ દરવાજા વિસ્તારમાં આવેલ ટ્યુશન કલાસ તથા બગીચામાં આખો દિવસ આવારા તત્વોનો જમાવડો થાય છે, અને ટ્યુશનમાંથી છૂટતી વિધ્યાર્થીઓની પજવણી કરવામાં આવતી હોવાની તેમજ આબરૂની બીકે કોઈ ફરિયાદ નહીં કરતા હોવાની રજુઆત  જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળતા ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ શહેર બી ડિવિઝન  પીઆઇ. આર.એસ.પટેલ તથા મહિલાઓના મદદ માટે શરૂ કરવામાં આવેલ જવય ઝયફળ ના હે.કો. ધાનીબેન, રસિલાબેન, મિતલબેન, ખુશ્બુબેન, મુકેશભાઈ, વનરાજસિંહ,  સહિતની પોલીસ ટીમ દ્વારા ગઈકાલે તળાવ દરવાજા વિસ્તાર અને ગાંધી ચોક વિસ્તાર તેમજ તળાવ દરવાજા ખાતે બગીચામાં ફૂટ પેટ્રોલિંગ અને ઓચીંતું ચેકીંગ હાથ ધરવામાં આવેલ હતું.

ફૂટ પેટ્રોલિંગ તથા વાહન ચેકિંગ દરમિયાન આડેધડ પાર્ક કરીને બેસેલા તેમજ રોડ ઉપર અડચણ રૂપ વાહન પાર્ક કરનાર ઉપર કાર્યવાહી કરવામાં આવેલ તેમજ વગર કારણે બેસેલા યુવાનોને બિન જરૂરી આ વિસતારમાં નહીં ફરકવા પોલોસ દ્વારા ચીમકી આપવામાં આવેલ હતી. ત્યારે ઓચિંતી પોલીસની સઘન કાર્યવાહીના કારણે આવારા લુખ્ખા તત્વોમાં નાસભાગના દ્રશ્યો સર્જાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.