Abtak Media Google News

મુસાફરોએ ઓનલાઇન બુકિંગ સેવાનો લાભ લેવા અનુરોધ

 

દિવાળીના તહેવારો નિમિત્તે મુસાફરોની વધુ અવરજવરને ધ્યાને રાખીને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા મુસાફરોને વધુ  સવલત મળી રહે તે માટે  તા. 18/10  થી તા. 30/10 સુધી એક્સ્ટ્રા બસ  દોડાવવામાં આવશે.

તહેવારોને ધ્યાનમાં રાખીને જૂનાગઢ એસટી વિભાગ દ્વારા સોમનાથથી જૂનાગઢ, રાજકોટ, અમરેલી, પોરબંદર તેમજ જૂનાગઢથી રાજકોટ,  સોમનાથ, ભાવનગર, જામનગર, પોરબંદર, દ્વારકા, જૂનાગઢ ગોધરા, દાહોદ, ઝાલોદ, વડોદરા, ભૂજ, મોરબી, સારંગપુર માટે એક્સ્ટ્રા સર્વિસો મુસાફરની અવરજવરને લઈને દોડાવવામાં આવશે. આ એક્સ્ટ્રા સંચાલનમાં 1.25 ટકા  ભાડું લેવામાં આવશે

આ સાથે જૂનાગઢ બસ સ્ટેશન ખાતે 24 કલાક રાઉન્ડ ક્લોક 3 શિફ્ટમાં તેમજ પોરબંદર, વેરાવળ, ઉપલેટા, કેશોદ, ધોરાજી, બાંટવા, માંગરોળ, જેતપુર બસ સ્ટેશન ખાતે સવારે 6 થી 22 કલાક સુધી બે શિફ્ટમાં તેમજ વિસાવદર, મેંદરડા, બિલખા, રાણાવાવ, કુતિયાણા, ભાયાવદર, માળીયા હાટીના માટે  ઓનલાઈન બુકિંગની સેવા શરૂ કરવામાં આવેલ છે.

જેનો મુસાફરો એ વધુમાં વધુ લાભ લેવા જૂનાગઢ એસ.ટી વિભાગીય નિયામક  જી.ઓ. શાહની એક અખબારી યાદીમાં અનુરોધ કરવામાં આવ્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.