Abtak Media Google News
મોબાઈલમાં મેસેજ કરી ગેરમાર્ગે દોરતા યુવકે પરિવાર સાથે પોલીસને જાણ કરતા ભાંડો ફૂટયો

અબતક, દર્શન જોશી, જૂનાગઢ

સોશિયલ મીડિયાની સગીરો ઉપર થતી ભયંકર અસર અને પડતી તકલીફો અંગેનો એક કિસ્સો જૂનાગઢમાં બહાર આવ્યો છે, જે ભદ્ર સમાજ અને ખાસ કરીને આજના બોલ્ડ બનેલ યવકો, યુવતીઓ માટે લાલબત્તી સમાન કિસ્સો છે

રાજકોટ જિલ્લાના ધોરાજી ઉપલેટા વિસ્તારમાં રહેતા એક યુવાને  જૂનાગઢ શહેરના પોતાના એક સગા સદગ્રહસ્થ સાથે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજાને મળી વિગતો જણાવી હતી કે, પોતાની સગાઈ જૂનાગઢ તાલુકાના એક ગામમાં પોતાના સમાજની એક છોકરી સાથે થયેલ હોઈ, કુટુંબ અને છોકરી બહુ સારી હોઈ, કુટુંબ સાથે મળીને સગાઈ નક્કી કરવામાં આવેલ હતી. દરમિયાન પોતાને એક મોબાઈલ ફોન ઉપરથી અમે જે સગાઈ કરી છે, એ છોકરી તમારા લાયક નથી અને સગાઈ તોડી નાખવા માટે મેસેજથી જાણ કરવામાં આવેલ હતી. ત્યારે આ નંબર વાળાને ફોન કરતાં ઉપડતા ના હોઈ અને અજાણ્યો માણસ હોઈ, પોતાના કુટુંબ દ્વારા તપાસ કરતા, આ જ મોબાઈલ નંબર ઉપરથી પોતાની મંગેતરને પણ આ પ્રકારનો મેસેજ આવેલાનું જાણવા મળતા, આ વ્યક્તિને શોધી, સગાઈમાં શા કારણે વિક્ષેપ પાડી, તોડવા માંગે છે…? તે બાબત તપાસ કરવા રજૂઆત કરવામાં આવેલ હતી.

જે બાબતે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પીએસઆઇ પી.વી. ધોકડીયાં  સહિતની ટીમ દ્વારા અરજદારની રજુઆત આધારે મોબાઈલ ફોન નંબર ધારકની તપાસ કરતા, જામનગરનો વતની હોઈ, તે યુવાન સાથે વાત કરી, પોતાના વડીલો સાથે પોલીસ સ્ટેશન બોલાવતા, ફોન કરનાર સગીર હોઈ, પોતે કાઈ જાણતો નહિ હોવાનું રટણ કરતા, પોલીસની ભાષામાં સમજાવતા અને કાર્યવાહી કરવા જણાવતા,  જામનગર ખાતેથી પોતાના કુટુંબ સાથે આવેલ સગીર પોપટ બની ગયેલ હતો અને સોશિયલ મીડિયામાં છોકરીને રિક્વેસ્ટ મોકલેલ અને ફ્રેન્ડ હોય, એક તરફી પ્રેમ કરતો હોય, છોકરીની સગાઈ તોડાવવા મેસેજ કારેલાની કબૂલાત આપેલ હતી.

બાદમાં તો સગીર તથા જામનગરથી આવેલ તેના કુટુંબીજનો દ્વારા ભવિષ્યમાં કોઈ મેસેજ કે સંપર્ક નહિ કરે અને પોતાની ભૂલ સ્વીકારતા, મેસેજ કરનારની ઉંમર અને કુટુંબીજનોની વિનંતીને માન આપી, યુવક તથા યુવતીના સગા સંબંધીઓ દ્વારા ફરિયાદ કરવાનું ટાળેલ હતું. અને બંને પક્ષે  જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત કર્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.