જૂનાગઢ: ગિરનાર પર્યટકોને ટીકીટના દરમાં ઘટાડો થતા લાભ !!

જીએસટીમાં 13%નો ઘટાડો થતા યાત્રિકોમાં ઉત્સાહ વધ્યો

જૂનાગઢના ગરવા ગિરનારના ઉડન ખટોલા રોપવેમાં 13 ટકા જીએસટી ઘટાડવામાં આવતા હવે જૂનાગઢના પ્રવાસીઓને રૂ.525 તથા બહાર ગામના પ્રવાસીઓને 623 રૂપિયા ટિકિટ ચૂકવવી પડશે.

તાજેતરમાં જીએસટી કાઉન્સિલિંગ દ્વારા રોપવે સેવામાં જીએસટી દરમાં 13 ટકાનો ઘટાડો કરતો એક મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે ત્યારે જીએસટી કાઉન્સિલિંગના આ નિર્ણયથી ગિરનાર ઉપરની ઉડન ખટોલા રોપવેની સફર માણવા આવતા પ્રવાસીઓને ટિકિટમાં નવા દરનો લાભ આપવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે.

આ અંગે જુનાગઢ ઉષા બ્રેકો કંપનીના કપિલેસના જણાવ્યા અનુસાર જીએસટી કાઉન્સિલિંગ દ્વારા રોપવે સેવામાં 18 ટકા ને બદલે પ ટકા જીએસટી કરી નાખવામાં આવતા હવે જૂનાગઢના ગિરનાર રોપવેની સફર માણવા માટે જૂનાગઢના નાગરિકોએ રૂ. 590 ને બદલે રૂ. 525 અને બાળકોની ટિકિટના રૂ. 295 ને બદલે 263 લેવામાં આવશે.

આ સાથે બહારગામથી આવતા પ્રવાસીઓને જે રૂ. 700 ની ટિકિટ ચૂકવવી પડતી હતી તેના બદલે રૂ. 623 તેમજ બાળકોની ટિકિટના રૂ. 350 ને બદલે રૂ. 312 લેવામાં આવશે. ત્યારે રોપ વેની ટિકિટના નવા દરનો લાભ લેવા માટે સૌ યાત્રાળુઓને ઉષા બેંકો કંપની હૃદય પૂર્વક આવકારે છે.