Abtak Media Google News

કામધેનુ વેટનરી કોલેજના વિઘાર્થીઓ દ્વારા સ્ટાઇપેન્ડ વધારવાની માંગ સાથે આંદોલન

જુનાગઢ વેટરનરી કોલેજના વિદ્યાર્થીઓની હડતાલ આજે 13 માં દિવસે પહોંચી છે. જે દરમિયાન છેલ્લા 3 દિવસથી 7 છાત્રો દ્વારા શરૂ કરાયેલ ભૂખ હડતાલ દરમિયાન 3 છાત્રોની તબિયત લથડતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

જૂનાગઢની કામધેનુ વેટનરી કોલેજના વિદ્યાર્થીઓ દ્વારા સ્ટાઈપેન્ડ વધારવાની માંગ સાથે છેલ્લા 13 દિવસથી આંદોલન કરવામાં આવી રહ્યું છે. અને વિવિધ રીતે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. તે દરમિયાન છેલ્લા 3 દિવસથી 2 વિદ્યાર્થીનીઓ સહિત કુલ 7 વિદ્યાર્થીઓ ભૂખ હડતાલ ઉપર ઉતર્યા છે.

દરમિયાન ભૂખ હડતાલના ત્રીજા દિવસે ગઈકાલે મમતા સ્વામી, કિશન દરજી, અને સફી મોહમ્મદ નદીમખાનની તબિયત લથડતા 108 દ્વારા તમામને  સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

આ હડતાલ અંગે આંદોલનકારી છાત્રોના જણાવ્યા અનુસાર છેલ્લા 13 દિવસથી વેટરનરી ઇન્ટરશીપ વધારવા મુદ્દે કાળી પટ્ટી બાંધી, ચા અને મેગી વેચી, બુટ પાલીશ કરી અને બાદમાં નાટક દ્વારા વિરોધ વેદના રજુ કરવામાં આવી છે. તથા લોહીથી વિદ્યાર્થીઓએ પત્ર લખ્યા હતા.

આ સાથે રાજ્યના મુખ્યમંત્રીને પણ અગાઉ રજૂઆત કરવામાં આવી છે, એ ઉપરાંત જુનાગઢ આવેલા ભાજપ અધ્યક્ષ સી.આર. પાટીલ તેમજ કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમભાઈ રૂપાલાને પણ રૂબરૂ મળી રજૂઆત કરી હતી. છતાં પણ સરકાર દ્વારા યોગ્ય નિર્ણય લેવામાં આવ્યો નથી ત્યારે વિદ્યાર્થીઓ દ્વારા ભૂખ હડતાાાલ શરૂ કરવામાં આવી છે. દરમિયાન ત્રણ વિદ્યાર્થીઓની તબિયત લથડી છેે. ત્યારે સરકારે આ બાબતે સત્વરે નિર્ણય લેવો જોઈએ તેવી માંગ ઉચારી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.