Abtak Media Google News

ગુજરાતનો વારસો ખુબ અદભુત અને અનેરો છે. રજવાડા વખતના કિલ્લાઓ, રાજમહેલો જોતા આજે પણ આપણે અચંબિત થઈ જાયે છીએ. તેની કલાઓ, કોતરણીઓ સમજવામાં માટે આપણે એક દમ બારીક નજરે નીરખવું પડે. જૂનાગઢનો ઐતિહાસિક વારસો પણ ખુબ મનમોહક છે. જૂનાગઢ નામ મુજબ તેની વિરાસત અને જાહો જલાલીની દાસ્તાન પણ ખૂબ જ જૂની, રોચક અને સાહસથી ભરેલી છે. જૂનાગઢની કિસ્મતમાં વારંવાર દરેક યુગમાં પરિવર્તન અને ભવિષ્યના નિર્ણય લેવાના અવસરો આવતા જ રહે છે.

15 ઓગસ્ટ 1947ના દિવસે દેશ આઝાદ થયો હતો. તે દિવસે જૂનાગઢના નસીબમાં આઝાદી ન હતી. ફરીથી 9 નવેમ્બર 1947નો દિવસ જૂનાગઢની કિસ્મત બદલ નારો બન્યો. ત્યાર બાદ ઘણી એવી તારીખો આવી કે જેમાં જૂનાગઢની આન, બાન, શાન અને કિસ્મત બદલવાના નિર્ણય એક પછી એક લેવાતા ગયા.

Junagadh 2આવા નિર્ણયમાં મોટાભાગે છેલ્લા નવાબ મહાબત ખાનજી બીજાથી લઇને વર્તમાન શાસકો દ્વારા લેવાયેલા નિર્ણયો હતા. પહેલો નિર્ણય અયોગ્ય અને ફેર વિચારણા લાયક જ હોય, તેમ લોકતંત્રમાં પણ જુનાગઢ વિશેના નિર્ણયો વારંવાર ફેરવવાની ફરજ પડી છે. તાજેતરની જ વાત કરીએ તો, કરોડોના ખર્ચે દામોદર કુંડનું નવીનીકરણ થયું. મૂળભૂત કુંડમાંથી સ્વિમિંગ પૂલ જેવા કુન્ડો બનાવવાના નિર્ણયને ફરીથી કરોડના ખર્ચે ફેરવીને દામોદર કુંડની મૂળભૂત સ્થિતિ પાછી લાવવામાં આવી.

મુંબઈ જનારા લોકોને ખબર હશે કે, ત્યાંનું બ્રિટિશ વખતનું જૂનું કોરોનો હાઉસ એટલે કે નગરપાલિકા કચેરીનું આખું લાકડાનું ભવન આજે પણ આબેહુબ સાચવીને મુંબઈની શાન ગણીને સચવાયું છે. આવું જ એક આખું લાકડાનું ભવન જૂનાગઢમાં પણ હતું. જ્યાં અત્યારે મહાનગર સેવા સદન ઊભું કરવામાં આવ્યું છે, ત્યાં બ્રિટિશ વખતના જમાનામાં જ્યારે મુંબઈનું કોરોના હાઉસ બનાવાયું હતું. તેવું જ આબેહૂબ લાકડાનું ભવન જૂનાગઢમાં પણ બન્યું હતું. પણ કમનસીબી એ કે, જૂનાગઢના કહેવાતા વિકાસલક્ષી શાસકોએ આખું લાકડાનું ભવન સાચવવાના બદલે માત્ર તેના લાકડા વેચવાના મોહમાં એન્ટિક ગણાય એવું અને અબજો રૂપિયા દેતા પણ ન બને તેવું જુનુ નગરપાલિકાનું ભવન તોડી પાડયુ.

Junagadh 3જૂનાગઢના ઇતિહાસમાં રંગ મહેલની આગ પણ આવી જ કાલી ટીલી છે. આખું નકશીદાર મકાન અને આઝાદી પહેલાનું અને વર્તમાન સમયનું આખે આખું રેકોર્ડ જ્યાં સૂચવાયું હતું. તે મકાન સળગીને નેસ્ત નાબૂદ થઈ ગયું અને જૂનાગઢનું જનજીવન જોતું રહ્યું.

આ જ રીતે જૂનાગઢના દિવાન ચોકમાં આવેલા દરબાર હોલની રાજધાની કચેરી, જુનાગઢ, ગુજરાત અને ભારત નહીં. સમગ્ર વિશ્વમાં એક એવી પ્રાચીન જગ્યા હતી કે, જે જૂના જમાનામાં જ્યાં રાજવીનો દરબાર અને કચેરી ભરાતી હતી. તે જગ્યાએ આબેહૂબ રીતે તમામ વસ્તુઓ સાથે આબાદ બચી હતી. આ જગ્યાને બચાવવાના બદલે માત્ર સાડા છ કરોડ રૂપિયાની વિકાસ લક્ષી ગ્રાન્ટ આવતાની સાથે જુનાગઢનો દરબાર હોલ મ્યુઝિયમ ફેરવવાનો નિર્ણય લીધો. અને તેનાથી અડધી જગ્યા પણ ન હોય તેવા સરદારબાગના પેલેસમાં મ્યુઝિયમ ફેરવી નાખવામાં આવ્યું.

દરબાર હોલ મ્યુઝિયમમાં મોટાા મોટા ગાલીચા અનેે સોના-ચાંદીના વાસણ, અલભ્ય કોતરણી વાળા, ફર્નિચર, બેલ્જિયમ, ફ્રાન્સ, જર્મનીમાં ખાસ ઓર્ડર દઈને તૈયાર કરવામાં આવેલા. અરીસા, રાચ રસીલા, ઘોડા, ઊંટ ઉપર બેઠા બેઠા શિકાર કરી શકાય તેવી ક્યાંય ન સચવાય હોય તેવી જામગરી બંદુકો અને જુનવાણી હથિયારો, નકશી કામ કરેલા પહેરવેશ, બકર હાથીની અંબાડી, બેગમો માટેની બગી, નાનાા બાળકો માટેના પાલના, જ્યાં જેવી રીતેે હતા તેવી રીતે સચવાયેલા હતા.

Makbaroદિવાન ચોકના દરબાર હોલ મ્યુઝિયમની સીડી ચડીને કોઈ મુલાકાતી દરબાર હોલમાં પગ મૂકે એટલે તેનેે એવું થાય કે, જાણે તે નવાબના જમાનામાં જ પહોંચી ગયા છે. આ આખી વિરાસતને બીજે ઠેકાણે ફેરવીને જૂનાગઢની વિરાસતનું નખ્ખોદ વાળીી નાખ્યું. દરબાર હોલ મ્યુઝિયમ સરદાર બાગમાંં ફેરવી નાખવામાં આવતા પ્રવાસીઓની સંખ્યા તો ઘણી ઘટી જ ગઈ છેે. સાથોસાથ દિવાન ચોકમાં પણ પ્રવાસીઓની રોનક ઉડી ગઈ છે.

બીજી બાજુ હજુ આ મ્યુઝિયમની છત ઉપર લગાવવામાં આવેલા જુનવાણી પંખા અને ઝુમ્મર ઉતારી શકાયા નથી. નિર્માણ કરનારાઓનેએ ખબર નહીં હોય કે, એક દિવસ એવો આવશે કે, રાજાની આ કચેરી માત્ર બે-ત્રણ સરકારી અધિકારીઓના નિર્ણયથી રફેદફે થઈ જશે. ત્યારે હવે જ્યારે ઉપરકોટ, મહાબત મકબરા, મજેવડી ગેટ, બાઉદીન બિલ્ડીંગનું રીનોવેશન જૂનાગઢના પનોતા પુત્ર એવા જવાહરભાઈ ચાવડાના મંત્રી પદ હેઠળ સરકાર થઈ રહ્યું છે. ત્યારે જવાહરભાઈનું બાળપણ જ્યાં દરબાર હોલ પાસેના આહિર ભવનની સાક્ષીએ વિત્યુ છે. તેવા જૂનાગઢની વિરાસત એવા દરબાર હોલ મ્યુઝિયમમા ફરીથી મ્યુઝિયમ પરત થાય તેવીી લોકોમાંથી માંગ ઉઠી છે. ત્યારે મંત્રી જવાહરભાઇ ચાવડાએ આ વિરાસતનું મહત્વ સમજીને દરબાર હોલ મ્યુઝિયમ ફરીથી દિવાન ચોકમાં લઇ આવવું જોઇએ તેવી લોકોમાંથી માંગ ઉઠી છે.

સોરઠવાસીઓને મળશે યાદગાર સંભારણું

Makbaro 11આગ્રામાં આવેલ તાજમહેલની ગરજ સારે એવા ઐતિહાસિક નગરી જૂનાગઢ સ્થિત કલાત્મક બાંધકામની અજોડ કલાકૃતિનું નજરાણું એવા મહોબત મકબરો અને બહાઉદ્દીન મકબરાની રીનોવેશનની કામગીરી મહદ અંશે પૂર્ણતાના આરે છે. ત્યારે જુનાગઢના બંને મકબરા હવે ટૂંક સમયમાં જ નવું નજરાણું બની જશે. અને જૂનાગઢના ભવ્ય ઇતિહાસનું યાદગાર સંભારણું એક નવા વૈભવ સાથે લોકોની નજરે આવશે તે દિવસો હવે દૂર નથી.

ઐતિહાસિક નગરી ગણાતા એવા જુનાગઢ શહેરમાં આવેલ મહાબત મકબરો અને બહાઉદ્દીન મકબરો જે આગ્રામાં આવેલ તાજમહેલની ગરજ સારી રહ્યા છે. પરંતુ આ મકબરા વર્ષો પૂર્વે બાંધવામાં આવેલ હોય જેના કારણે વાતાવરણ, આબોહવા તથા વીતી ગયેલા અનેક વર્ષોને કારણે જર્જરિત થઈ રહ્યા હતા. અમુક આવારા તત્વો અને ચોર ઈસમો દ્વારા આ મકબરામાં નુકશાન પહોંચાડવામાં આવ્યું હતું.

આ દરમિયાન જૂનાગઢના પનોતા પુત્ર અને માણાવદર મત વિસ્તારના ધારાસભ્ય જવાહરભાઈ ચાવડા ઉપર ભાજપ સરકારે વિશ્વાસ મૂકી પ્રવાસન મંત્રીનો હવાલો સોંપતા જવાહર ભાઈ ચાવડાએ સૌ પ્રથમ જૂનાગઢની ઐતિહાસિક ધરોહરને ફરી એક વખત જૂનાગઢનું આભૂષણ બનાવી દેશે. દેશ વિદેશના પ્રવાસીઓનું આકર્ષણનું કેન્દ્ર બને અને મોટી સંખ્યામાં પ્રવાસીઓ જૂનાગઢના પ્રવાસે આવે એ માટે શુભ ચિંતન કરી, સરકાર લેવલે કરોડો રૂપિયાની ગ્રાન્ટ પણ ફાળવી દેવામાં આવી હતી. આ દરમિયાન આ બંને મકબરાના રીનોવેશનની કામગીરી રાજ્યના પ્રવાસન મંત્રી જવહરભાઈ ચાવડાની નજર તળે કરોડોના ખર્ચે શરૂ કરવામાં આવી હતી.

જેને લઇને છેલ્લા ઘણા મહિનાઓથી પ્રવાસીઓની મુલાકાત માટે આ બંને મકબરા બંધ કરવામાં આવ્યા હતા. રીનોવેશનનું કામ દિવસ રાત યુદ્ધના ધોરણે પરંતુ પૂરતી સાવચેતી સાથે શરૂ કરવામાં આવ્યું હતું, જો કે, પ્રાપ્ત માહિતી મુજબ મહાબત મકબરા અને બહાઉદ્દીન મકબરાની રીનોવેશનની કામગીરી અંતિમ સીમાએ પહોંચી ગઈ છે. બહાઉદ્દીન મકબરાની કામગીરી મહદ અંશે પૂર્ણ થઇ ચૂકી છે.

જુનાગઢના બંને ઐતિહાસિક મકબરાના રીનોવેશનની કામગીરીનો લેબલ કોન્ટ્રાક્ટ હેરિટેજ કન્ટ્રકસન અને રિસ્ટોરેસન કંપનીના કિશોરભાઈ હડીયલને આપવામાં આવ્યો હતો. આ બાબતે કિશોરભાઈ હડીયલના જણાવ્યા અનુસાર, ‘તેઓ દ્વારા સરકારની ગાઈડલાઈન મુજબ કોઈપણ જાતના સિમેન્ટ, રેતી, કાકરીના વપરાશ વગર કરોડોના ખર્ચે હેરિટેજ બિલ્ડીંગ જે રીતના હતી તેજ રીતે રિસ્ટોરેશન કામ શરૂ કર્યું હતું, હાલમાં મહમદ મકબરાનું કામ અંતિમ સીમાએ પહોંચી ગયું છે. બહાઉદ્દીન મકબરાની કામગીરી મહદ અંશે પૂર્ણ થઈ ચૂકી છે.’

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.