Abtak Media Google News

લાલજી મેર, સોમા પટેલ, પરસોતમ સાબરીયા બાદ શામજી ચૌહાણના પક્ષ પલ્ટાથી રાજકારણ ગરમાયુ

સુરેન્દ્રનગર જીલ્લામાં ૪૦ ટકા કરતા વધુ મતદાન કોળી સમાજનું છે. તેમાં પણ લીંૅબડી, સાયલા અને ચૂડા પંથકમાં કોંગ્રેસનું પલ્લુ ભારે રહેતું હોવાથી ચુંવાળીયા કોળી સમાજના સાયલા તાલુકાના ફુલગ્રામના વતની એવા ડો. મહેન્દ્ર મુંજપરાને ટિકીટ આપી ભાજપે સોગઠી મારી છે. સુ.નગર લોકસભાના વર્તમાન સાંસદ દેવજીભાઇ ફતેપરાએ વિરોધનો સુર વ્યકત કર્યો છે.

દેવજીભાઇએ જણાવ્યું કે જયંતિભાઇ કવાડીયાએ મારી સાથે તકલીફ છે. તેઓના દેખાડવા અને ચાવવાના દાંત જુદા જુદા છે. જયારે વઢવાણના ધારાસભ્ય ધનજીભાઇ પટેલે ટીકીટ માટે રૂપિયા આપ્યાનો આક્ષેપ કર્યો છે. આગામી સમયમાં મારા સમજ અને આગેવાનો સાથે બેઠક કરી નિર્ણય કરાશે. આ બેઠકમાં સમાજ કહેશે તો ભાજપ છોડી ભાજપના ઉમેદવારને હરાવશું આ અઁગેનો નિર્ણય આગામી બે દિવસમાં લઇ લેવામાં આવશફ. બીજી તરફ

ચોટીલાના પૂર્વ ધારાસભ્ય શામજીભાઇ ચૌહાણે કોંગ્રેસમાં રાજીનામુ આપવાની તૈયારી શરુ કરી છે. આ અંગે શામજીાઇના ટેકેદારોએ જણાવ્યું કે શામજીભાઇ કાલે કોંગ્રેસમાંથી રાજીનામુ આપશે અને ત્યારબાદ ચર્ચા વિચારણા કરીને ભાજપ સાથે સંપર્ક શરુ કર્યો છે. સુ.નગર લોકસભા બેઠકમાં લાલજીભાઇ મેર, સોમાભાઇ પટેલ, પરસોતમભાઇ સાબરીયા વગેરે પણ પક્ષ પલ્ટો કરી પોતાનો રાજકારણ મજબુત બનાવ્યું છે. આથી ભાજપ કોંગ્રેસમાં અદલા બદલીનો રાજકીય ખેલ શરુ થતાં ચુંટણીનો જંગ જામશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.