Abtak Media Google News

ગત ટર્મમાં ભાજપના સત્તા મેળવવાના પુરજોશમાં થયેલા પ્રયાસો વચ્ચે પણ કોંગ્રેસે પોતાની ડૂબી રહેલી નાવને હાલક ડોલકની સ્થિતિમાં પણ બચાવી રાખી હતી, હવે ૯.૬૦ લાખ મતદારો શું જનાદેશ આપશે તેના ઉપર સૌની નજર

રાજકોટ જિલ્લા પંચાયતમાં કોંગ્રેસ સતા જાળવી રાખશે કે ભાજપ સતા મેળવવામાં સફળ રહેશે તેના ઉપર સૌની નજર છે. આવતીકાલે ૯.૬૦ લાખ મતદારોનો જનાદેશ છૂટવાનો છે. કયા ઉમેદવાર સભ્ય બની તેના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે તેના ઉપર પ્રર્શ્ના છે. હાલ તો મોટી સંખ્યામાં મતદાન થાય અને આ મતદાન પોતાની તરફેણમાં થાય તેવા રાજકીય પક્ષો પ્રયાસો કરી રહ્યા છે.

Screenshot 2 20

રાજકોટ જિલ્લા પંચાયતની ૩૬ બેઠકો માટે આવતીકાલે સવારે ૭થી સાંજે ૬ વાગ્યા સુધી મતદાન યોજાનાર છે. આ ચૂંટણી ખૂબ મહત્વની બની રહી છે. કારણકે એક સમયે માત્ર બે જ સભ્યબળ ધરાવતું ભાજપ ટર્મના છેલ્લા દિવસોમાં કોંગ્રેસ પાસેથી સતા આંચકી લેવા સક્ષમ બનવા તરફ જઈ રહ્યું હતું. અનેક સભ્યોએ કોંગ્રેસને અલવિદા કહીને ભાજપનો કેસરિયો ધારણ કરી લેતા કોંગ્રેસનું સભ્યબળ સડસડાટ નીચે આવ્યું હતું. તે અરસામાં કોંગ્રેસની નાવ ડૂબે તેવા પુરા સંજોગો હતા. પણ અર્જુનભાઈ ખાટરીયાએ ખરા અર્થમાં અર્જુન બનીને કોંગ્રેસની ડૂબતી નાવને બચાવી હતી. આ અરસામા સતા માટે મોટા કાવા દાવાઓ થયા હતા. પણ જિલ્લા પંચાયતમાં સાશન મેળવવા માટે ભાજપ નિષ્ફળ રહ્યું હતું. પણ હવેની ચૂંટણીમાં ભાજપ જિલ્લા પંચાયતમાં કેસરિયો લહેરાવવા માટેના પ્રયાસોમાં કોઈ કસર ન છોડતું હોય તેવું લાગી રહ્યું છે.સામે કોંગ્રેસ પણ સતા બચાવવા માટે પુરજોશમાં પ્રયાસો કરી રહ્યું છે.  હાલ ભાજપ અને કોંગ્રેસ બન્ને પક્ષો પોતપોતાની રીતે જીતવાના પ્રયાસો કરી રહ્યા છે.સામે ત્રીજા પક્ષ તરીકે આમ આદમી પાર્ટીએ પણ ૨૧ બેઠકો ઉપર ઉમેદવાર નોંધાવ્યા છે. આ બેઠકો ઉપર આમ આદમી પાર્ટીના મત નિર્ણાયક બને તેવી પુરી સંભાવનાઓ છે. ઉપરાંત એનસીપીએ પણ ૪ બેઠકોમાં ઉમેદવારો ઉભા રાખ્યા છે. જ્યારે બસપાએ ૮ બેઠકો ઉભા રાખ્યા છે. ૩૬ બેઠકો ઉપર અપક્ષ ઉમેદવારોની સંખ્યા માત્રને માત્ર ૬ જ નોંધાઇ છે.  જિલ્લા પંચાયતની ૩૬ બેઠકોમાં કુલ ૧૧૧ ઉમેદવારો નોંધાયા છે. આ ઉમેદવારોમાંથી કોણ સભ્ય બનશે તેના માટે આવતીકાલે જનાદેશ છૂટવાનો છે. હાલ બન્ને મુખ્ય પક્ષો દ્વારા વધુમાં વધુ બેઠક મેળવવા માટે બનતા પ્રયાસો ઈ રહ્યા છે. આવતીકાલે મતદાન થયા બાદ મંગળવારે પરિણામ જાહેર થનાર છે. ત્યારે જાહેર શે કે ૧૧૧ ઉમેદવાર પૈકી ક્યાં ઉમેદવાર સભ્ય બની પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરશે.

Screenshot 1 41

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.