Abtak Media Google News

એ ડિવિઝન પોલીસે રૂ. ૫૪, ૬૦૦ની રોકડ જપ્ત કરી

મોરબીના વાઘપરા વિસ્તારના રહેણાંક વિસ્તારમાં ચાલતા જુગરધામ પર પોલીસે દરોડો પાડીને મકાનમાલિક સહિતના ૮ શખ્સોને પકડી પાડ્યા છે. એ ડિવિઝન પોલીસે રૂ. ૫૪, ૬૦૦ની રોકડ જપ્ત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પ્રાપ્ત થતી વિગત મુજબ મોરબીના વાઘપરા શેરી નંબર-૬માં આવેલ અનવર ચાનિયાના મકાનમાં ચાલતા જુગરધામ પર એ ડિવિઝન પોલીસે દરોડો પાડ્યો હતો. પોલીસે જુગાર રમતા અનવર ઇસ્માઇલભાઈ ચાનીયા, મહમદ ઇસ્માઇલભાઈ માડકીયા, શબીર સુભાનભાઈ શેખ, મનહર નાનજીભાઈ પઢીયાર, દર્શીત ઉર્ફે દશો મહેશભાઈ દક્ષિણી, જુસબ સુલેમાનભાઈ સુમરા, અસગર ઉર્ફે ટકો અબ્દુલભાઇ ચાનીયા અને સીદીક ઇસ્માઇલભાઈ ચાનીયાને રૂ. ૫૪,૬૦૦ની રોકડ સાથે ઝડપી પાડ્યા છે.
એ ડિવિઝન પોલીસે આઠેય શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.