ગુરુ અને રાહુના યોગથી જાહેર કાર્ય કરતી સંસ્થા અને ટ્રસ્ટને આવી શકે છે મુશ્કેલી

૨૨ એપ્રિલથી ગુરુ અને રાહુનો ચાંડાલયોગ શરુ થાય છે નાડીશાસ્ત્રોમાં ગુરુને જીવ કહ્યો છે. ગુરુ સાત્વિક ગ્રહ છે જ્યારે છાયાગ્રહ રાહુ તામસિક ગુણ ધરાવે છે એટલે બંને સાથે મળવાથી ગુણો વચ્ચે ટકરાવ થાય છે વળી ગુરુ મંદિર, ધર્મ, આધ્યાત્મિકતા, ટ્રસ્ટ, શાળાઓ કોલેજો, યુનિવર્સીટી પણ દર્શાવે છે માટે આ સમયમાં અભ્યાસને લગતી બાબતોમાં વિશેષ સમાચાર પ્રાપ્ત થાય.

ગુરુ એ અભ્યાસ છે રાહુ વિદેશ છે માટે વિદેશ અભ્યાસ માટે વધુને વધુ લોકો જતા જોવા મળે અને રાહુ ઓનલાઇન બાબતોથી જોવાય છે માટે આ સમયમાં ઓનલાઇન કોર્સ પણ વધતા જોવા મળે વળી તેનો પ્રભાવ ટ્રસ્ટ પર આવતો હોય અનેક જાહેરકાર્ય કરતા ટ્રસ્ટ સંકટમાં આવતા જોવા મળે ખાસ કરીને શાળા કોલેજ મંદિર અને આશ્રમ ચલાવતા ટ્રસ્ટ ચર્ચામાં આવે અને તકલીફમાં મુકતા જોવા મળે.

આ સમયમાં મંદિરોની સુરક્ષા વધારવી પડે અને અત્રે લખ્યા મુજબ ધાર્મિક કટ્ટરતા પણ આ સમયમાં વધતી જોવા મળે જેના લીધે માથાકૂટ અને પ્રશ્નો ખડા થતા જોવા મળે એ આ પ્રકારની ઘટનાઓ પાકિસ્તાન અને બાંગ્લાદેશ તથા અન્ય દેશમાં પણ બનતી જોવા મળે.

–જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨