આજથી ગુરૂ ગ્રહનો કુંભ રાશીમાં પ્રવેશ: જાણો કઇ રાશીને થશે કેટલી અસર

અબતક, રાજકોટ

ગુરૂ ગ્રહનો કુંભ રાશીમાં પ્રવેશ તા. 20-11 ને શનિવારે રાત્રે 11.15 કલાકે ગુરુ ગ્રહ કુંભ રાશીમાં પ્રવેશ કરશે જે તા. 13-4-22 ના દિવસ સુધી કુંભ રાશીમાં રહેશે ત્યારબાદ મીન રાશીમાં પ્રવેશ કરશે.

કુંભ રાશીના ગુરુનું ફળ કથન

મેષ (અ.લ.ઇ): મેષ રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ લાભ સ્થાનમાંથી પસાર થશે મહેનતનું ફળ સારુ અપાવે વિદ્યા અભ્યાસમાં પ્રગતિ કરાવે વિવાહના યોગ બને

વૃષભ રાશી (બ.વ.ઉ.): વૃષભ રાશીના જાતકોને કુંભનો ગુરુ કર્મ ભુવનમાંથી પસાર થાય વ્યાપાર ધંધા નોકરીમાં ઘ્યાન રાખવું જરુરી બનશે. કુટુંબ સાથે મેળ કરાવે જમીન મકાન લેવાના યોગ ખરા શત્રુઓ દુર થાય

મિથુન રાશી (ક,છ,ધ): મિથુન રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ ભાગ્ય ભુવનમાંથી પસાર થાય આથી ધર્મપુજા પાઠ વધારે કરવા આરોગ્ય  સારુ કરે નાના ભાઇ-બહેન સાથે મેળ સારો કરાવે વિદ્યા-અભ્યાસમાં પુરતુ ઘ્યાન આપવાથી લાભ મળે

કર્ક રાશી (ડ,હ): કર્ક રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ આઠમા સ્થાનેથી પસાર થરે વારસા કિય પ્રશ્ર્નોથી ઘ્યાન રાખવું વારસા ગત વ્યાપાર કરતાં હોય તો તેમાં પણ પુરતુ ઘ્યાન આપવું જરુરી બને ખર્ચા પર કાબુ રાખવો જરુરી છે.

સિંહ રાશી (મ,ટ,): સિંહ રાશીના જાતકોને કુંભ રાશીમા ગુરુ સાતમા સ્થાનેથી પસાર થશે દામ્તત્ય જીવનમાં મીઠાસ રાખવી ઝગડાથી દુર રહેવું લાભ સારા આપે મહેનતનું પુરતુ ફળ મળે

ક્ધયા રાશી (પ,ઠ,ણ): ક્ધયા રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ છઠ્ઠા સ્થાનેથી પસાર થાય નોકરીયાત વર્ગે ઘ્યાન રાખવું છુપા શત્રુથી સાવધ રહેવું જરુરી  વ્યાપારમાં સારુ રહે બેંક બેલેન્સ વધવાની શકયતા ખરી

તુલા રાશી (ર,ત,): તુલા રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ પાચમા સ્થાનેથી પસાર જશે વિઘા અભ્યાસમાં ઘ્યાન આપવું જરુરી નાના સંતાનો ઉપર ઘ્યાન રાખવું જરુરી બને

મકર રાશી (ખ,જ,): મકર રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ ધન ભુવનમાંથી પસાર થશે વાણી વ્યવહારમા ખ્યાલ રાખવો બચતો સાચવી બીમારીમાંથી રાહત મળી શકે છે. વારસાગત વ્યાપારમાં વધારો થાય

કુંભ રાશી (ગ,શ, સ) : કુંભ રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ આવતા પનોતી તથા રાહુ પીડામાં થોડી રાહત આપશે. યશ માન પ્રતિષ્ઠા મા વધારો થાય વિદ્યાર્થી લોકોને સારુ વિવાહના પૂર્ણ યોગ બને ભાગ્યબળ વધે ધર્મ યાત્રા પ્રવાસના યોગ ખરાં

મીન રાશી (દ,ચ,ઝ,થ):  મીન રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ બારમા સ્થાને પસાર થાય ખર્ચા તથા ખોટી શોબતથી સાવધ રહેવું શાંતિ રાખવી યોગ્ય જગ્યાએ યોગ્ય કામ કરવું ભાગ્યબળ વધે આવકમાં વધારો નોંધાય શકે માનસીક શાંતિ મળે

વૃશ્ર્વિક રાશી (ન,ય): વૃશ્ર્ચિક રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ સુખ ભુવનમાંથી પસાર થાય ઘરના સભ્યો સાથે હળી મળીને રહેવું વ્યાપારમાં વધારો થાય ખર્ચા ઉપર કાબુ રાખવો વારસાગત લાભ મળી શકે છે.

ધન રાશી (ભ,ફ.ઘ) ધન રાશીના જાતકોને કુંભ રાશીનો ગુરુ પરાક્રમ સ્થાનમાંથી પસાર થાય આથી મહેનત પુરતી કરવી જરુરી વિવાહના યોગ બને ભાગ્યબળ વધે યાત્રા પ્રવાસના યોગ બને લાભ સારા મળે ધર્મ ઘ્યાન પુજા પાઠ કરવા

નોંધ:- આ કુંભ રાશીના ગોચના ગુરુનું ફળ કથન છે પરંતુ તેનલ સાથે જન્મ કુંડળી તથા મહાદશા જોવાથી જ પુર્ણ ફળ કથન માની શકાય છે. ભારતદેશને કુંભ રાશીનો ગુરુ એક્ધદરે મિશ્ર ફળ આપશે. લોકોએ ધાર્યા કરતા વધારે મહેનત કરવી પડશે થોડી મોંધવારી અને ફુગાવામાં વધારો થાય. રાજકારણ જેમ છે તેમ ચાલતું રહેશે લોકોમાં ધાર્મિક આસ્થાથમાં વધારો થશે બીમારીઓ બાબતે કુંભનો ગુરુ સામાન્ય રહેશે.