Abtak Media Google News

રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર અને ઇન્ડિયન રેડક્રોર્સ સોસાયટી દ્વારા શરૂ થનારી સ્કીન બેંક રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દાઝેલા દર્દીઓ માટે બનશે ‘આશિર્વાદ’

સ્કીનને લોન્ગ ટર્મ અને શોર્ટ ટર્મ આપવા માટે પણ સ્કીન બેંક કટિબઘ્ધ

સમગ્ર ભારતમાં વર્ષ દરમિયાન લગભગ 70 થી 80 થી 80 લાખ લોકો સાથે દાઝી જવાની ઘટના બને છે. જેમાં 70 ટકા થી વધારે દર્દીઓની સરેરાશ ઉમર 1પ થી 40 વર્ષ વચ્ચે હોય છે. જેમાં લગભગ 80 ટકા મહીલા દર્દીઓ હોય છે. મોટાભાગે આવા દર્દીઓ સમાજના છેવાડાના તથા આર્થિક રીતે સમ્પન્ન ન હોય તેવા લોકો હોય છે. જેમના માટે સારવારનો ખર્ચ ઉપાડવો અશકય કે બહુ મુશ્કેલ  હોય છે. ત્યારે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટર દ્વારા શરુ કરવામાં આવનાર આ સ્કીન બેંકમાંથી જરુરીયાતવાળા દર્દીઓને ખુબ જ રાહત દરે સ્કીન ઉપલબ્ધ કરવામાં આવશે.

જેમ મૃત્યુ પછી ચક્ષુદાન કરવામાં આવે છે એ જ રીતે ચામડીનું દાન પણ કરી શકાય છે એ ચામડીને ખુબ લાંબા સમય સુધી સાચવીને સ્કીન બેંકમાં રાખવામાં આવે છે.

મૃત શરીરમાંથી ડર્મેટોમ નામના સાધનની મદદથી ચામડીનું ઉપરનું પડ કાઢવામાં આવે છે. આ કામગીરી માટેના સ્ટાફને યોગ્ય ટ્રેનીંગ લેવી ખુબ જરુરી છે. રોટરી ગ્રેટરની સ્કીન બેંકના ડોકટર, નર્સ અને ટેકનીશ્યન સહીતના સ્ટાફે ભાયખલ્લા, મુંબઇ ખાતે આવેલી મસીના હોસ્5િટલમાં આવેલી મસીના સ્કીન બેંકના ખુબ જ ખ્યાતનામ પ્લાસ્ટિક સર્જન ડો. સુહાસ અભ્યંકર નીચે જરુરી તમામ ટ્રેનીંગ મેળવી છે.

રાજકોટ ખાતે બીજી નવેમ્બરને મંગળવારે સવારે 10.30 કલાકે ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી, શાસ્ત્રી મેદાન સામે ગુજરાત રાજયના ભૂતપૂર્વ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના વરદહસ્તે આ સ્કીન બેંકનું લોકાર્પણ કરવામાં આવ્યું. આ સમારંભમાં મુખ્ય મહેમાન તરીકે આર્શ વિઘામંદિર ના સ્થાપક પરમાત્માનંદ સરસ્વતીજી, મુંબઇના ખુબ જાણીતા પ્લાસ્ટિક સર્જન ડો. સુહાસ અભ્યંકર પ્રદીપભાઇ શાહ ઉ5સ્થિત રહ્યા હતા. રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના ડ્રીમ પ્રોજેકટ રોટરી ગ્રેટર સ્કીન બેંકને લોકો સમક્ષ ખુલ્લો મુકવા માટે રો ડો. કેતન બાવીસી, રો. અમિત રાજા, રો ડો. સંજીવ નંદાણી, રો. યશ રાઠોડ, રો. રવિ છોટાઇ તથા ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી વતી ચેરમેન ડો. દીપકભાઇ નારોલા અને વાઇસ ચેરમેન ડો. એ.આર. ભપલ વગેરેએ ખુબ જહેમત ઉઠાવી છે. રોટરી ગ્રેટર સ્કીન બેંકનું સંચાલન ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવશે.

આ તકે રોટરી કલબ ઓફ રાજકોટ ગ્રેટરના પ્રેસિડેન્ટ રો. પરેશ કાલાવડીયા અને સેક્રેટરી રો. હીતેશ સાપોવડીયાએ સમાજના દરેક વર્ગના લોકોને સ્કીન ડોનેટ કરવા અપીલ કરી છે. જેમ મૃત્યુ પછી ચક્ષુદાન કરીએ છીએ એ જ રીતે હવે સંકલ્પ કરીએ કે ચામડીનું દાન પણ કરીશું:,  સ્કીન ડોનેશન માટે રજીસ્ટ્રેશન કરાવવા રોટરી ગ્રેટર સ્ક્રીન બેંકના સંપર્ક મો. નં. 90909 05556, 76008 17776 પર કરવા જણાવ્યું છે.

સૌરાષ્ટ્રમાં 10 પ્લાસ્ટિક સર્જનના સહયોગથી સ્કિન બેંક કાર્યરત રહેશે

ગુજરાતની સૌપ્રથમ સ્કિન બેંક રાજકોના ભાગ્યે આવતા હોવી રાજકોટ મેડિકલ હબ બનવા તરફ જઈ રહ્યું છે. જેમાં સૌરાષ્ટ્રના 10 પ્લાસ્ટિક સર્જન દ્વારા સ્કિન બેંક કાર્યરત રહેશે. જેમાં સ્કિનને લોન્ગ ટર્મ એટલે કે આશરે 4 થી 5 વર્ષ સુધી સાચવી શકાશે. આ સ્કિન બેંક બનાવવા માટે આશરે રૂ.70થી 80 લાખનો ખર્ચ થયો છે. જેમાં આર્થિક રીતે નબળા લોકોને આ સ્કિન બેંક નિ:શુલ્ક સહાય કરશે. આ સ્કિન ડોનેટ માટે પણ પ્રોસેસ કરવામાં આવશે. કલેક્ટ કરેલી સ્કિનને કોર્ડિંગ કરવામાં આવશે અને ત્યાર બાદ તેને સાચવણી માટે બેંકમાં રાખવામાં આવશે. સ્કિન ડોનેટ દ્વારા બર્ન્સના દર્દીઓને લાંબો સમય સુધી હોસ્પિટલમાં દાખલ પણ રહેવું પડશે નહીં. તો બીજી તરફ થર્ડ અને ફોર્થ ડિગ્રીના દર્દીઓ માટે સ્કિન બેંક આશીર્વાદરૂપ સાબિત થઈ શકશે.

કોઈ પણ જરૂરિયાતમંદ લોકો સીધો જ સ્કિન બેંકનો સંપર્ક કરીને સેવાનો લાભ લઇ શકે છે. આ સ્કિન બેંકની સેવા ફક્ત રાજકોટ અને સૌરાષ્ટ્ર પૂરતી નહીં પરંતુ ગુજરાત અને પાડોશી રાજ્યમાં પણ સેવા આપી શકાય છે. કોઈ પણ સ્કિન ડોનાર બેંકને જાણ કરશે તો તેમના ઘરેથી જ સીધી સ્કિન લઈ શકશે. કલેક્ટ થયેલી સ્કિનને -4 થી -8 ડીગ્રી સુધી સોર્ટ ટર્મ માટે સાચવી શકાય છે. તો -70 થી -80 ડિગ્રીમાં સ્કિનને વર્ષો સુધી સાચવી શકાય છે. અંગદાનની જેમ હોવી સ્કિન ડોનેશન માટે પણ જાગૃતિ ફેલાવવી અનિવાર્ય છે. તેના માટે પણ રોટરી ક્લબ દ્વારા લોકોમાં જાગૃતિ લાવવા માટે પણ કાર્ય કરવામાં આવશે. જેથી કરીને લોકો જલ્દીથી સ્કિન ડોનેશન તરફ વળે અને વધુને વધુ જાગૃતિ આવે તે માટેના પણ પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.

નજીકના સમયમાં રાજકોટ મેડિકલ હબ બનશેે:
પૂર્વ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

આજે ધનતેરસના પવિત્ર દિવસે ગુજરાતની સૌ પ્રથમ સ્કિન બેંક ગ્રેટર રોટરી કલબ અને રેડક્રોસ દ્વારા આજે ઉદઘાટન કરવામાં આવ્યું છે. હવેના સમયમાં રાજકોટ મેડીકલ હબ બનશે ત્યારે એમ્સ પણ અહીંયા પ્રસ્થાપીત થઇ રહી છે ત્યારે સૌરાષ્ટ્રના તમામ દર્દીઓને સ્કિન બેંક જેમાં ચામડીની જરુરીયાત હોય  તે ઉપયોગી નીવડશે. ભારતની 18મી અને ગુજરાતની સૌપ્રથમ બેંકની શરુઆત થઇ છે. ગ્રેટર રોટરી કલબના બધા જ સ્ટાફ અને રેડક્રોસના સ્ટાફનેે ખુબ ખુબ અભિનંદન અને ધન્યવાદ પાઠવું છું. સૌરાષ્ટ્રના તમામ દર્દીઓ માટે આ બેંક આશીર્વાદ રુપ બનશે.

રાજકોટને પ્રથમ સ્કીન બેંક મળે તે મોટી આનંદની વાત:
કલેકટર અરૂણ મહેશ બાબુ

ગુજરાતની પ્રથમ સ્કીન બેંકનું ઉદઘાટન બહુજ આનંદની વાત કહેવાઇ રોટરી કલબ અને રેડક્રોસ દ્વારા આ ઉદઘાટનનું આયોજન કરવામાં આવ્યું છે. આ તો લાભ આવનારા દિવસોમાં દર્દીઓને મળશે અમુક કેસમાં સ્કીનની ખુબ જ જરુરીયાત હોઇ છે ત્યારે રાજકોટની આ સ્કીન બેંક આખા ગુજરાત માટે મદદરુપ થશે.

સ્કીન બેંક દર્દીઓ માટે આશિર્વાદરૂપ બનશે:  ડો.દિપક નારોલા
(ચેરમેન રેડક્રોસ સોસાયટી ડિસ્ટ્રીક બ્રાંચ, રાજકોટ)

આ સ્કીન બેંક દર્દીઓને ખુબ જ મદદરૂણ થવાની છે. સર્વ પ્રથમ ગુજરાતમાં આ બેંક આવેલી છે. લોકોમાં એટલી જાગરૂકતા ન હોઇ કે સ્કીન પણ ડોનેટ થઇ શકે. આંખ અને ઓર્ગનનું ડોનેટ થઇ રહ્યા છે. પણ સ્કીન ડોનેસન માટેની અમારી પ્રથમ પહેલ છે. 60 થી 70 ટકા દાઝેલા દર્દી અને ર0 થી રપ દિવસમાં સારા થઇને ઘરે જઇ શકે છે અને એને ઓછામાં ઓછુ નિશાન રહે જો આ સ્કીનનો ઉપયોગ કરવામાં આવે મારી લોકોને અપીલ છે કે સ્કીન ડોનેટ કરે અને  મૃત્યુ દરમ્યાન જો છ કલાકમાં  ચામડી ડોનેટ કરવામાં  આવે તો એનો ઉપયોગ જરુરીયાત મંદ લોકોને આપી શકીએ છીએે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.